Magazines

ગૌતમ રોડે : આગળ વધવા જોખમ તો લેવું જ પડે!

By GS TEAM
28 May 20262 mins read
ગૌતમ રોડે : આગળ વધવા જોખમ તો લેવું જ પડે!

- 'જો તમે અન્ય માધ્યમોમાં રસપ્રદ ભૂમિકાઓ, રસપ્રદ હિસ્સો બનવા માગતા હો તો તમારે પાછા હટવું પડશે! જો તમને એક જ પ્લેટફોર્મ પર સતત જોવામાં આવે છે તો તમને અન્ય પ્લેટફોર્મ પર મુખ્ય ભૂમિકાઓ માટે ગણવામાં નહીં આવે.

- સતત દ્રશ્યતા પર આધારિત ઉદ્યોગમાં એક ડગલું પાછળ હટવું એ તો જુગાર જેવું લાગે છે. જો કે અભિનેતા ગૌતમ રોડેએ એ જોખમ હસતાં મુખે સ્વીકાર્યું છે. તેણે પોતાની કારકિર્દીના શિખર પર ટેલિવિઝનથી દૂર જઈને ફિલ્મો અને ઓટીટી પર તકો શોધી. બેશક, એ પોતાના નિર્ણયનો બચાવ કરે છે એ વ્યૂહાત્મક અને જરૂરી છે, એવું તે દ્રઢપણે માને છે. ગૌતમ રોડે કહે છે, 'જો તમે અન્ય માધ્યમોમાં રસપ્રદ ભૂમિકાઓ, રસપ્રદ હિસ્સો બનવા માગતા હો તો તમારે પાછા હટવું પડશે! જો તમને એક જ પ્લેટફોર્મ પર સતત જોવામાં આવે છે તો તમને અન્ય પ્લેટફોર્મ પર મુખ્ય ભૂમિકાઓ માટે ગણવામાં નહીં આવે. આ ઉપરાંત અન્ય પ્લેટફોર્મ્સ પોતાને સ્વીકારવામાં સમય લે છે કારણ કે તમારી પાસે ટેલિવિઝન પરથી કામનો મોટો જથો આવે છે. તેથી તમારે જે જગ્યામાં તમારી જાતને ભૂલી જવી પડશે અને પછી જ્યારે તમે તેમને મળો છો ત્યારે તેઓ તમને એક ભિન્ન પ્રકાશમાં નિહાળે છે અને તે જ સારું છે,' એમ ગૌતમ ઉમેરે છે.

ગૌતમ રોડે જોખમને વિક્ષેપ તરીકે નહીં, પરંતુ વિકાસના એક આવશ્યક ભાગ તરીકે જુએ છે. 'સામાન્ય નોકરીમાં પણ તમને નોકરીમાંથી છટણી પણ કરવામાં આવી શકે છે. જો તમે વિકાસ કરવા માગતા હો તો તમારે તે તક ઝડપી લેવી જોઈએ. નહીં તો તમે એ જ - જૂનું કામ કરતાં રહી જશો. તેથી જ મેં પ્લેટફોર્મ બદલવાનું જોખમ લીધું છે, પરંતુ મને ખુશી છે કે મેં તે કર્યું. 'સ્ટેટ ઓફ સીઝ ઃ ૨૬/૧૧' અને 'નકાબ' જેવા ઓટીટી શોઝનો બાગ આ અભિનેતા બન્યો છે અને સફળ રહ્યો છે.  વિવિધ માધ્યોમાં કામ કર્યા પછી ગૌતમ રોડે એ વિચારને નકારી કાઢે છે કે અભિનય શૈલીઓ મૂળભૂત રીતે અલગ છે. 'એવું માનવામાં આવે છે કે ટીવી પર અભિનય, ઓટીટી પર એક્ટિંગ અને ફિલ્મમાં અદાકારી અલગ છે. વાસ્તવમાં કંઈ અલગ નથી-મારે તો તે ફક્ત મારા ૧૦૦ ટકા આપવા માટે,' એમ તે કહે છે.

આ સાથે જ ગૌતમ સમજાવે છે કે, 'ખરેખર તપાવત તો પ્રક્રિયામાં રહેલો છે. ઓટીટી અને ફિલ્મો સાથે તમને તૈયારી કરવાનો સમય મળે છે. તમને એક કે દોઢ મહિના પહેલા સ્ક્રિપ્ટ મલે છે. તમે તેના પર બેસો છો, તમે તમારી નોંધ બનાવો છો. લાઈનો મગજમાં હોય છે. ટેલિવિઝનમાં તમને સેટ પર સ્ક્રિપ્ટ મળે છે. આ જ ફરક છે,' એમ ગૌતમ ઉમેરે છે.