Magazines

'સૂર્યમુખીથી શિવમુખી' .

By GS TEAM
8 Apr 20262 mins read
'સૂર્યમુખીથી શિવમુખી'                                  .

સૂર્ય તરફ જેનું મુખ છે તે, સૂર્યમુખીનું ફૂલ આપણને ઘણું બધું શીખવી જાય છે. આદ્યગુરુ શંકરાચાર્યે આપણને પંચાયતન પૂજા આપી. ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર, અંબા જેમાં સૂર્યદેવનો સમાવેશ થાય છે. સૂર્ય માત્ર આકાશમાં રહેલો તેજસ્વી તારો જ નથી. પરંતુ આધ્યાત્મિક રીતે તે પ્રકાશ ચેતના અને જીવનશક્તિનું પ્રતીક છે. પૃથ્વી પરના દૃશ્ય દેવ કે જે દરરોજ આપણને પ્રત્યક્ષ દર્શમાન થાય છે. એવા સૂર્યનારાયણ જે પ્રકાશનું પ્રતિક-અજ્ઞાનના અંધકારને દૂર કરીને જ્ઞાન આપે. આત્મશક્તિનું સ્ત્રોત જે આંતરિક શક્તિને અનુમોદન કરે અને આત્મવિશ્વાસ દ્દઢ બનાવે. નિયમિતતા અને અનુશાસન, સ્થિરતા અને શિસ્ત શીખવે છે. સૂર્યનો ઉદય અને અસ્ત જીવનમાં આવતા સુખ અને દુ:ખ બંન્નેમાં સમતા રાખવી, તેમજ ધૈર્ય ધરવાનું શીખવે છે.

- આજની યુવા પેઢી જો દરરોજ સૂર્યનમસ્કાર કરે તો મન, બુધ્ધિ શરીર શુધ્ધ થાય, પુષ્ટ થાય.

સૂર્ય પોતાના પ્રકાશથી આખી દુનિયાને પ્રકાશિત કરે છે. તેમ આપણે પણ સકારાત્મક વિચારો અને સારા કર્મોથી જીવનને ઉજાળવું જોઈએ. પ્રકાશમય બનાવવું જોઈએ. જો આવું જીવન બને તો પ્રભુના સન્મુખ બેસી શકાય.

- જેમ સૂર્યમુખીનો ખાસ ગુણ એ છે કે તે સૂર્યની દિશામાં ફરતું રહે છે આ ગુણ આપણને શીખવે છે કે જીવનમાં હંમેશા પ્રકાશ અને સકારાત્મકતા તરફ આગળ વધવું જોઈએ. આપણે હંમેશા જીવનમાં સૂર્ય જેવા તેજ બનીએ. તો પ્રભુ સન્મુખ કોણ બેસી શકે ?

એક માતાના ત્રણ સંતાનો :

૧) આખલો : નામસવૃત્તિ કે જેની તમામે તમામ શક્તિ બીજાને નુકશાન કરવામાં વાપરે, સમાજને નુકશાન કરે.

૨) બળદ : રાજસી વૃત્તિ : સતત કામ કામ અને કામનું ભારણ. અર્થોઉપાજન પૈસો મારો પરમેશ્વર, બૈરીમારો ગુરુ, છૈયાં છોકરાં શાલીગ્રામ તો પૂજા કોની કરું. ઘરેથી ખેતર અને ખેતરથી ઘર બળદ કરે તેમ આ વૃત્તિના માણસ નોકરી, ધંધો અને ઘર, તેમના જીવનમાં વિશેષ કૃતિ દેખાતી નથી.

૩) પોઠીયો : નંદી ભગવાન સત્વગુણ કે જેનું મુખ ભગવાન તરફ છે અટૂટ ભક્તિ અને એકાગ્રતાનું પ્રતીક, સ્થિરતા, વિશ્વાસ, નિષ્ઠા અખંડ ભક્તિ, સદાચાર જેના જીવનમાં જોવા મળે. આપણે પણ આ ગુણો ખીલવીને સૂર્યમુખીની જેમ શીવમુખી બની ભગવાન સામે બેસવાનો અધિકાર પ્રાપ્ત કરીએ.

- પ્રો. શર્મિષ્ઠા જી.પટેલ