સૌની સાથે દોસ્તી .
ભમરાનું ગુંજન સાંભળી ગુંજન પથારીમાંથી બેઠો થયો. બારણું ખોલ્યું. કીર્તિબહેન અને રાજુભાઈ. આર્યનનાં બા અને દાદાજી તો ચિંતનભાઈ આર્યનના અંકલ. બધાંને નવાઈ લાગી
આર્યનના ઘર આગળ નાનો બાગ.
સવાર થાય અને ફૂલો ખિલે...
રંગબેરંગી પતંગિયાં આવે.
ક્યારેક ભમરા પણ આવે.
પિન્કલ નામનું પતંગિયું
એક દિવસની વાત...
સવારનો સમય.. આર્યન રોજની જેમ બગીચામાં હતો...
પિન્કલ પતંગિયું આવ્યું.
આર્યનને તેની સાથે દોસ્તી બંધાઈ...
બીજા પણ પતંગિયાં હતાં. ક્યારેક બે-ચાર ભમરા પણ આવી ચડતા.
તેઓ ગુંજન કરતા... ભગુ નામનો ભમરો... તે મોટેથી ગુંજન કરે આર્યનને ખૂબ ગમે... તેને ભગુ સાથે પણ દોસ્તી બંધાઈ !
રોજરોજ પિન્કલ અને ભગુ બાગમાં આવતાં...
બે દિવસ આર્યન બગીચામાં દેખાયો નહિ.
પિન્કલ અને ભગુને થયું, 'આર્યન કેમ આવતો નહિ હોય ?'
ત્રીજો દિવસ... પિન્કલ આર્યનના ઘેર ગયો... આર્યનની મમ્મી ભાવિકાબેન. ઘરનું બારણું ખુલ્લું જ હતું.
આર્યન ટી.વી. જોતો હતો.
તેણે મોટેથી કહ્યું,
'આવ પિન્કલ તું આવ ઘણી ખુશીઓ તું લાવ'
પિન્કલે કહ્યું, 'દોસ્ત,
હું ખુશીઓ લૈ આવું છું.
સૌને આનંદ કરાવું છું.'
આર્યન ખુશ ખુશ... પેલો ભગુ ભમરો પણ આર્યનના ઘેર આવી ચડયો. આર્યનની નજર તેના પર પડી.
બોલી ઊઠયો, 'ઓહો ! આતો ભગુ. આવ, આવ.'
'આવ ભગુ આવ,
તું ય ખુશીઓ લાવ.'
બધા સાંભળી રહ્યા...
એટલામાં જ રુત્વિકભાઈ આવ્યા. તેઓ આર્યનના પપ્પાજી. પતંગિયા અને ભમરાને જોઇને ખુશ થયા.
આર્યનને પિન્કલે પૂછયું, 'તું બગીચામાં કેમ દેખાતો નથી ?'
ભાવિકાબેન તે આર્યનના મમ્મીજી. તેમણે કહ્યું, 'આર્યન બે દિવસથી બિમાર છે.'
ભગુ ભમરો ગુંજન કરતાં કરતાં રડવા લાગ્યો. ભાવિકાબહેન ભાવવિભોર થઇ ગયાં. કહ્યું, 'તમારે ઉદાસ થવાની જરૂર નથી. હવે તેને સારું છે. આવતીકાલથી બગીચામાં આવશે.'
પણ બન્યુ જુદુે જ.
આર્યનની બિમારી લંબાઈ ગઈ.
તેનાથી ચોથા દિવસે પણ બગીચામાં જવાયું નહિ.
પિન્કલ અને ભગુને ચિંતા થઈ.
તેમણે બીજા પતંગિયાં અને ભમરાને વાત કરી.
પછી તો પૂછવું જ શું ?
પતંગિયાં અને ભમરોના ટોળાં આર્યનના બારણે આવ્યાં.
ભમરાનું ગુંજન સાંભળી ગુંજન પથારીમાંથી બેઠો થયો.
બારણું ખોલ્યું.
કીર્તિબહેન અને રાજુભાઈ. આર્યનનાં બા અને દાદાજી તો ચિંતનભાઈ આર્યનના અંકલ. બધાંને નવાઈ લાગી.
આર્યનની પતંગિયાં અને ભમરા સાથેની દોસ્ત.
બધા ખુશ થયા.
ત્યારબાદ આર્યન બગીચામાં ગયો. તેની ખુશીનો કોઇ જ પાર નહિ.
પેલાં પતંગિયાં અને ભમરા પણ બાગમાં જ ગયાં.
બાગ જાણે કે સાચેસાચ ખીલી રહ્યો.
સૌની સાથે દોસ્તીથી બાગમાં જાણે કે સુંગધ ફેલાઈ ગઈ !