સ્વતંત્રતા, સ્વીકૃતિ અને સ્વમાન: સુમેળભર્યા સંબંધોની આધારશીલા

સ્વસ્થ અને સુરક્ષિત સંબંધ બે વ્યક્તિઓ વચ્ચે એક જોડાણ કરતા ઘણુ વિશેષ છે. આ સંબંધ એવો પાયો છે જેના પર તેમની અંગત સુખાકારી નભે છે. જે સંબંધમાં વ્યક્તિઓ પોતાને સુરક્ષિત, મૂલ્યવાન અને સમજાયેલા અનુભવે છે ત્યારે તેમની સ્થિરતાની લાગણી જીવનના અન્ય પાસાને પણ પ્રભાવિત કરે છે.
જો કે આવો સંબંધ વિકસાવવા સ્વસ્થ સંપર્ક, સમજદારી, વફાદારી, વિશ્વાસ અને પારદર્શિતા જેવા કેટલાક મૂળભતૂ તત્વો હાજર હોવા જરૂરી છે. આ ઘટકો જીવનના અનિવાર્ય પડકારોનો સામનો કરી શકે તેવું જોડાણ રચવા અને જાળવવા જરૂરી છે.
બંને પાર્ટનરોએ લાગણીઓની અદલાબદલી માટે સુરક્ષિત અવકાશ સુનિશ્ચિત કરવા સંબંધમાં સમાન રીતે ફાળો આપવો પડે છે. એક સુરક્ષિત સંબંધમાં પાર્ટનરો એકબીજામાં સલામતી મહેસૂસ કરે છે. એના માટે સતત પ્રયાસો અને કાર્ય કરતા રહેવું પડે છે.
વ્યક્તિઓની અંગત જરૂરીયાત વિશે સમજ અને કદર કોઈપણ સ્વસ્થ સંબંધનું મહત્વનું પાસુ છે. પ્રત્યેક વ્યક્તિ તેની વિશિષ્ટ ઈચ્છાઓ, અપેક્ષાઓ અને ભાવનાત્મક જરૂરીયાતો સાથે કોઈપણ સંબંધમાં જોડાય છે. મનોચિકિત્સકોના મતે સંબંધના ચોકઠામાં આ જરૂરીયાતોની ઓળખ કરવી અને તેને સંતોષવી મહત્વની છે. આ પ્રક્રિયા મોકળી વાતચીત દ્વારા શરૂ થાય છે જેમાં બંને પાર્ટનરો તેમની જરૂરીયાત પ્રમાણિક્તાથી વ્યક્ત કરે છે અને કોઈપણ પ્રકારની ટીકા કર્યા વિના એકબીજાને સાંભળે છે. એમાં સમાધાનની ઈચ્છા મુખ્ય રૂપથી સમાવિષ્ટ હોય છે કારણ કે કોઈપણ સંબંધ સમાન ભૂમિ ઓળખવાની ક્ષમતા વિના અને જરૂર પડે ત્યારે એકબીજાને અનુરૂપ થયા વિના નભી શકતા નથી. એકમેકની જરૂરીયાત પ્રત્યે સમજદારી કેળવવાથી જોડાણ વધુ મજબૂત બને છે અને બંને પાર્ટનરો સંતોષ અને સન્માન જળવાયાની લાગણી અનુભવે છે.
સુરક્ષિત સંબંધના મુખ્ય ઘટકો
અનેક મહત્વના મુદ્દા એક સ્વસ્થ અને સુરક્ષિત સંબંધમાં પોતાનો ફાળો આપે છે. આ પ્રત્યેક ઘટક સંબંધ વિકસાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે જે મજબૂત હોવા સાથે સંતોષજનક પણ હોય.
સ્વતંત્રતા
સંબંધની માગ છે કે વ્યક્તિ પોતાની પસંદગી અને નિર્ણયોનો પાર્ટનર સાથે તાલમેલ કરે, ત્યારે એવી પણ ખાતરી કરવી જોઈએ કે આપણી પસંદગી પર આપણુ સંપૂર્ણ નિયંત્રણ રહે. સંબંધમાં ઘણીવાર સહિયારા નિર્ણયો અને જવાબદારીઓ પણ હોય છે છતાં પણ વ્યક્તિત્વની ભાવના જાળવી રાખવી પણ જરૂરી છે. પ્રત્યેક પાર્ટનરને મુક્ત પસંદગી કરવાની તક અને સ્વતંત્રતા હોવી જોઈએ. કોઈપણ પાર્ટનરને જકડાઈ ગયાની અથવા અન્યથી નિયંત્રિત થઈ રહ્યાની લાગણી ન થવી જોઈએ.
સ્વીકૃતિ
બંને પાર્ટનરો એકબીજા સાથે કાયમ સહમત હોય તેવું શક્ય નથી હોતું, છતાં પણ એકબીજાનો તેમની વાસ્વિક્તા સાથે સ્વીકાર કરવાથી, તેમના વિશે બહેતર સમજદારી કેળવી શકાય છે.
અસહમતિ કોઈપણ સંબંધનો એક કુદરતી હિસ્સો છે. જો કે પાર્ટનરને તેની ક્ષતિઓ સાથે સ્વીકૃત કરવા મહત્વનું છે. અવાસ્તવિક અપેક્ષાને અનુરૂપ થવાના દબાણના સ્થાને આ સ્વીકૃતિ બંને પાર્ટનરોને તેમના ખરા વ્યક્તિત્વ માટે માન ઉપજાવીને સંબંધ વધુ ગાઢ બનાવે છે. એકબીજાના અભિગમ અને મૂલ્યો વિશે સમજદારી કેળવવી કોઈપણ સંઘર્ષને કરૂણા અને સહાનુભૂતિથી પાર કરવાની ચાવી છે.
સલામતી
ટીકા અથવા ઉગ્ર પ્રતિસાદના ભય વિના આપણી લાગણીઓ વ્યક્ત કરવાનો અવકાશ સંબંધમાં શારીરિક અને ભાવનાત્મક સુરક્ષા બક્ષે છે. એક સલામત સંબંધ એને કહેવાય જેમાં બંને પાર્ટનર કોઈપણ પ્રકારની ટીકા અથવા પ્રતિસાદ વિના પોતાની લાગણીઓ માધ્યમ છે. મનનો મેલો માણસ સાવ ભોળી આંખો ધરાવતો હોય તેવું બને છે અને ક્યારેક સાવ ભોળો માણસ પણ તેની આંખોના કારણે ખોટી છાપ જન્માવી જતો હોય છે.
આંખોથી વ્યક્ત થતું માણસનું વ્યક્તિત્વ અલગ જ વાત રજૂ કરે છે. અહીંયા ક્યાંય ખરા કે ખોટાની વાત હોતી નથી. આ એવી લાગણી છે જે આંખોથી વ્યક્ત થાય છે, આંખો દ્વારા જ જવાય છે અને આંખો દ્વારા જ સમજી જવાય છે. માણસ પોતાના જીવનમાં જેટલા વર્ષો પસાર કરી ચૂક્યો છે તેની આપવીતી આંખોમાં વ્યક્ત થતી હોય છે. તેનું જીવન સુખી છે, તેને પીડા છે, સંતાપ છે, સંતોષ છે, કંઈક અધૂરપ છે, બધું જ પામી લીધું છે, દુઃખ છે, શ્રદ્ધા છે કે પછી અન્ય કોઈ ભાવ છે. આ બધું જ આંખોમાં દેખાતું હોય છે. તેના કારણે જ કહેવામાં આવે છે કે, આંખ વાંચવાની કળા આવડવી જોઈએ. આપણા અનુભવો, આપણા જીવનમાં ખાધેલી થાપ, અનુભવેલો તાપ, જીવનની ગણતરીઓ, જોયેલા અને અનુભવેલા માણસો અને સંબંધો આ બધાનો સરવાળો થાય ત્યારે માણસને બીજા માણસની આંખ વાંચતા આવડે. આંસુ, સ્મિત, આક્રોશ, વ્હાલ, વિકાર, વ્યાભિચાર, છેતરામણી બધું જ કહ્યા વગર ત્યાંથી વ્યક્ત થાય છે. આ વાંચતા એક વખત આવડી ગયું પછી માણસને શબ્દોની વધારે જરૂર પડતી નથી.









