Magazines

આપો માફી - થાઓ સાફસુથરા .

By GS TEAM
8 Apr 20262 mins read
આપો માફી - થાઓ સાફસુથરા                                  .

વિશ્વમાં બદલાવ છે પણ બદલો લેવાની વૃત્તિમાં ક્યાંય બદલાવ નથી - જેમાં રાષ્ટ્ર હોય કે માનવજાત ! સહજ છે કોઈ નડયું તો બદલો, કોઈ ખોટું કહી ગયું તો બદલો ! આ બદલા સામે એક અને માત્ર એક ઉપાય છે તે ક્ષમા-ક્ષમાયાચના. આજનાં ભૌતિક વિશ્વમાં રાગ, દ્વેષ, અહમ્, ઇર્ષ્યા દિનપ્રતિદીન વધી રહ્યા છે ત્યારે રાગ-દ્વેષને સ્થાને ક્ષમા, ઇર્ષ્યા-અહમને સ્થાને ક્ષમાની અતિ આવશ્યકતા છે. એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે ક્ષમાભાવ રાખે - સમભાવ દેખાડે તો બધા વેરઝેર લડાઈ ઝઘડા શાંત થઈ જાય. એક રાષ્ટ્ર પાડોશી રાષ્ટ્ર સાથે ક્ષમાભાવ રાખે તો સંપ, સહકાર, વેપાર, વ્યવહારે બન્ને રાષ્ટ્ર સમૃદ્ધિ અને વિકાસ પામે. અહીં ક્ષમા અમૃતમય હિતકારી બની રહે, શાશ્વત વિશ્વશાંતિ બની રહે. ક્ષમા ગતિ-પ્રગતિની કેડીનો રસ્તો સાફસુથરો બને. ક્ષમા આપીએ - માફ કરતાં - જતું કરતા શીખીએ તો કાયમી સ્વરૂપની ક્ષમાભાવના સંગે આપણાં સૌનું હૃદયમંદિર-મનમંદિર ક્ષમાશુદ્ધિ એ સાફ-સુથરું થાય - નિર્મળ થાય - શાંતિ પર્યાપ્ત રહે. ઇતિહાસ સાક્ષી છે - 'બાહુબલી એક યોદ્ધા હતા જે ક્ષમાભાવે કે ક્ષમા સમજણે પ્રતાપી યોદ્ધામાંથી ઉત્તમ સાધુસંત બન્યા. ક્ષમાના સહારે આજે સદાય લોકહૈયે વસ્યા ! ક્ષમાના ઝુકાવે-પડાવે-નમી જતાં પ્રતાપી સાધુ ભગવંત સિદ્ધ થયા. આ છે ક્ષમા-માફીની ફળશ્રુતિ ! વળી જે માનવી માટે ક્ષમા જેનો રોજેરોજ જીવનવ્યવહાર બને તે પુણ્યશાળી આત્મા માટે હર દિન સંવત્સરી બની રહે છે. ક્ષમા ગરિમાપૂર્ણ, ગુણવંતી સિદ્ધિદાયક બને જ ! પુણ્યશાળી આત્મા માટે ક્ષમાબળે મૈત્રીવૈભવ પ્રથમ ધર્મ તરીકેનું સ્થાન પામે છે. આમ સુખ-શાંતિમય જિંદગી સફરમાં માફી જ ઉપાય છે. વિશેષ રજૂ કરીએ તો જ્યાં ક્ષમાની ઉપસ્થિતિ છે ત્યાં પ્રકટ અહિંસા ઉદ્ભવે જેના અજવાળે, ઘૃણા, તિરસ્કાર, વેરભાવ - ઇર્ષ્યા દહન-શમન થતાં સત્વ તત્વો - સાત્વિકભાવો વિજયી બને છે - ઢ્ઢ્હ્ર્ ેંદ્વછ દ્ય િં્દ્મપ્ણખ્ત ક્ષમા સિદ્ધિભવ:

- કમલેશ હરિપ્રસાદ દવે