Magazines

ફોરેકસ રિઝર્વનું સ્તર 700 અબજ ડોલરની નીચે રહ્યું

By GS TEAM
28 Dec 20251 min read
ફોરેકસ રિઝર્વનું સ્તર 700 અબજ ડોલરની નીચે રહ્યું

2024ના અંતે 644 અબજ ડોલર જોવાયા બાદ ફોરેકસ રિઝર્વનું સ્તર છેલ્લામાં છેલ્લા ઉપલબ્ધ આંકડા પ્રમાણે ૨૦૨૫ના અંતે ૬૯૩.૩૨ અબજ ડોલર આસપાસ રહ્યું હતું. ૨૦૨૪ના ૨૭ સપ્ટેમ્બરના ૭૦૫ અબજ ડોલરની ઓલ ટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યા બાદ દેશનું ફોરેકસ રિઝર્વ વીતિ રહેલા વર્ષ ૨૦૨૫માં  પણ ૭૦૦ અબજ ડોલરની અંદર રહ્યું છે. ભારતીય ઈક્વિટીસ માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની જંગી વેચવાલી ઉપરાંત ડોલર સામે રૂપિયાના ઘસારાને અટકાવવા રિઝર્વ બેન્ક દ્વારા કરન્સી બજારમાં  દરમિયાનગીરીને કારણે ફોરેકસ રિઝર્વમાં ઘટાડો જોવા મળ્યો છે. ૧૯૯૦ના દાયકાના પ્રારંભમાં ચૂકવણીની સમતુલાની  સમશ્યા ઊભી થતા તે વેળાની સરકારે ઉદારીકરણના પગલાં હાથ ધર્યા બાદ દેશમાં ડોલર પ્રવાહમાં વધારો જોવા મળ્યો છે. વિશ્વ સ્તરે ભારતનું ફોરેકસ રિઝર્વ સ્તર  જે  ૨૦૨૪ના અંતે ચોથું મોટું હતું તે ૨૦૨૫ના અંતે પાછળ ધકેલાઈને પાંચમું આવી ગયું છે.