Magazines

બગલની કાળાશ દૂર કરવા અપનાવો આ હોમ રેમેડિઝ

By GS TEAM
14 Jul 20253 mins read
બગલની કાળાશ દૂર કરવા અપનાવો આ હોમ રેમેડિઝ

જો તમે સ્લીવલેસ ડ્રેસ પહેરવા ઇચ્છો છો, પણ માત્ર એક કારણે જ તમે એવો ડ્રેસ નથી પહેરી શકતા કેમ કે તમારા અન્ડરઆર્મ્સ (બગલ) કાળી થઈ ગઈ છે. તો હવે તમારે બગલની કાળાશને કારણે શરમ અનુભવવાની જરૂર નથી. બસ, અહીં જણાવેલી હોમ રેમેડિઝ ટ્રાઈ કરો અને ગણતરીના બગલની કાળાશથી છૂટકારો મેળવો.

સામાન્ય રીતે શરીરની ત્વચાના અન્ય હિસ્સાની સરખામણીમાં અન્ડરઆર્મ્સ થોડા ડાર્ક હોય છે. જો કે આ કોઈ ગંભીર સમસ્યાના સંકેત નથી હોતા, પણ કોઈક કોઈક વાર શરમનું કારણ બની જાય છે. ખાસ કરીને ત્યારે જ્યારે કોઈ છોકરી, યુવતી સ્લીવલેસ કપડાં પહેરવા ઇચ્છે. આવું બને ત્યારે અન્ડરઆર્મ્સની કાળાશ દૂર કરવી જરૂરી બને છે.

બગલ કાળી હોવાનું કારણ

* હાર્મોનલ અસંતુલન, સ્થૂળતા, ફંગલ ઇન્ફેક્શન.

* વધારે પડતાં કેમિકલનો ઉપયોગ કરવો, જેમ કે બ્લીચ, હેયર રિમુવિંગ ક્રીમ, ડિયોડ્રેન્ટ.

* વારંવાર શેવિંગ કરવાથી પણ બગલ કાળી થઈ જાય છે.

* મેલેનિનના વધુ પડતા પ્રોડક્શનને કારણે પણ ડાર્ક અન્ડરઆર્મ્સની સમસ્યા થઈ શકે છે.

* વધુ પડતાં ટાઈટ કપડાં પણ ડાર્ક બગલનું કારણ બની શકે છે.

* ગર્ભાવસ્થામાં પણ સ્કીનનો કલર ડાર્ક બની શકે છે.

* ડાયાબિટિસ પણ ત્વચાને કાળાશનું કારણ બની શકે છે.

* બૅક્ટિરિયલ ઇન્ફેક્શન ખાસ કરીને એરિથ્રસ્મા પણ બગલની કાળાશનું કારણ માનવામાં આવે છે.

* ડેડ-સ્કીનને કારણે પણ બગલ પર કાળાશ આવી શકે છે.

હોમ રેમેડિઝ

* બેસન, દહીં અને લીંબુના રસને મેળવીને એક પેસ્ટ બનાવો. તેને બગલ પર લગાવો અને અડધો કલાક સુધી રહેવા દો અને આ પછી પાણીથી ધોઈ નાખો. થોડા જ દિવસોમાં તફાવત નજરમાં આવવા લાગશે.

* લીંબુના ટુકડા પર સાકર નાંખીને તેને બગલમાં લગાડો અને પંદરેક મિનિટ સુધી તેને સ્ક્રબ કરો.

* બગલ પર ટુથપેસ્ટ લગાડો. આ પછી લીંબુના ટુકડાથી પાંચ મિનિટ સુધી રબ કરો. બગલની કાળાશ થોડા દિવસોમાં જ દૂર થઈ જશે.

* એક ચમચી બેસન અને એક ચમચી બેકિંગ સોડા લો. તેમાં બે ચપટી હળદર પાઉડર અને પાણી મેળવીને તેની ઘટ્ટ પેસ્ટ તૈયાર કરો. બગલ પર આ પેસ્ટ લગાવીને સુકાવા દો. આ પછી સાધારણ ગરમ પાણીથી તેને ધોઈ નાખો. બે દિવસ પછી આ નુસકો ફરી દોહરાવો.

* એક ચમચી એપલ સાઇડર વિનેગરમાં બેકિંગ સોડા મેળવીને ઘટ્ટ પેસ્ટ બનાવો. આ મિશ્રણને બગલ પર લગાડો. તેને થોડો સમય રહેવા દો, પછી પાણીથી ધોઈ નાખો. નિયમિત રૂપે તેને લગાવવાથી બગલની કાળાશ સંપૂર્ણપણે દૂર થઈ જશે.

* નહાવા પહેલાં લીંબુની સ્લાઈશ બગલ પર રબ કરો. આ પછી મોઇશ્ચરાઇઝર લગાવો. લીંબુ એક પ્રાકૃતિક બ્લીચિંગ એજન્ટ છે. જે ધીરે-ધીરે બગલના રંગને હળવો કરી દેશે.

* બટાટા અને કાકડીની સ્લાઈસને બગલ પર રબ કરો અને ૧૫ મિનિટ પછી તેને ધોઈ નાખો. ગણતરીના દિવસોમાં જ તમારા બગલનો રંગ હળવો દેખાવા માંડશે.

* ગુલાબ જળમાં ચંદન મેળવીને પેસ્ટ બનાવો. તેને બગલ પર લગાવો. થોડા સમય પછી તેને ધોઈ નાખો. ગુલાબ જળ સ્કીનને ઠંડી કરશે અને ચંદન સ્કીનને સ્વચ્છ કરશે.

* રૂમાં થોડું એપલ સાઇડર વિનેગર લો અને તમારા બગલમાં હળવે-હળવે લગાડો. એ સુકાયા પછી તેને પાણીથી ધોઈ નાખો. સારું પરિણામ મેળવવા આ પ્રક્રિયા દરરોજ ચાલુ રાખો.