Magazines

'જ્યોત સે જ્યોત જલે' .

By GS TEAM
6 May 20261 min read
'જ્યોત સે જ્યોત જલે'                                               .

- જે માણસ પેટ ખાલી થયા પછી જ ખાય છે તેને તંદુરસ્તી ગોતતી આવે છે. પરંતુ જે માણસ હદ ઉપરાંત ખાય છે તેને બિમારી ગોતતી આવે છે.

- મારા કારણે કોઈપણ જીવની આંખમાં આંસુ આવે તો મારું જીવન નિષ્ફળ છે. પરંતુ કોઈપણ જીવ માટે મારી આંખમાં આંસુ આવે તો મારું જીવન સફળ છે.

- સુખી થવાનો એક જ રસ્તો છે, આવતી કાલ વધુ સારી ઉગસે તેવી આશા અકબંધ રાખવી તથા છેવટે ઇશ્વર સારું જ કરશે તેવી શ્રદ્ધા રાખવી.

- જો તમને એક ક્ષણનો પણ અવકાશ મળે તો તમે તેનો શુભકાર્ય માટે ઉપયોગ કરી લેજો કારણકે કાળ એટલેકે સમયનું ચક્ર અત્યંત ક્રૂર અને ઉપદ્રવી હોય છે.

- આપણા અમુક ખરાબ કાર્યો એવા હોય છે કે જેની ભગવાન સિવાય કોઈને ખબર હોતી નથી. તો આપણા અમુક સારાકામો પણ એવા હોવા જોઈએ કે જેની ખબર ભગવાન સિવાય કોઈને ન હોય.

- દાન સુપાત્રને એવી રીતે આપો કે જેની ગુપ્તતા જળવાય. જમણોં હાથ દાન કરે તો ડાબા હાથ ને ખબર પણ ન પડવી જોઈએ.

- આપણે જન્મ લઈએ ત્યારથી મૃત્યુ પોતાનો હક્ક નોંધાવી દે છે.

- જિંદગી એટલે મુલતવી રહેલું મૃત્યુ.   - નૈષધ દેરાશ્રી