કૃષિ પાકોનું ઉત્પાદન ઘટવાની ભીતિ

- કોફી, રબ્બર પ્લાન્ટેશનની ટેપિંગ પ્રક્રિયાને અસર : એલચીના છોડવાઓમાં કેપસ્યુઅલ બનવાની પ્રક્રિયાને અસર પડી
દેશમાં૨૦૨૬ના વર્તમાન નવા વર્ષની શરૂઆત ચિંતાપ્રેરક રહી છે. આ વર્ષના હજી માંડ ચાર મહિના પુરા થયા છે જે કસોટીરૂપ નિવડયા છે. અમેરિકાના પ્રમુખ ટ્રમ્પ દ્વારા ટેરીફ-ટેરીફનું ગાણું ગાવામાં આવતાં દેશના વેપાર ઉદ્યોગ જગતમાં ખાસ્સો અજંપો વ્યાપી ગયો હતો અને ત્યારબાદ ટ્રમ્પ દ્વારા યુદ્ધ-યુદ્ધના ગાણાં શરૂ થતાં તથા વેનેઝુએલા છી ટ્રમ્પે ઈરાન તરફ નિશાન તાકતાં આખા વિશ્વને અનિશ્ચિતતાના માહોલમાં ધકેલી દીધું છે અને ટ્રમ્પન છાશવારરે બદલાતા નિવેદનોના પગલે વિશ્વના વિવિધ બજારોમાં ખાસ્સી ચકચાર જાગી છે. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉછળ્યા છે. ક્રૂડતેલ ઉછળતાં ઘરઆંગણે કરન્સી બજારોમાં ડોલર સામે રૂપિયો ગબડતો જોવા મળ્યો છે. આની જોઈન્ટ ઈફેકટ વચ્ચે દેશમાં મોંઘવારી તથા ફુગાવો વધ્યા છે. દરમિયાન, ટેરીફ તથા યુદ્ધ પછી હવે દેશમાં ફુગાવો વધુ ઉંચે જવા માટે બજારોને એક નવું કારણ મળ્યું છે અને આ નવું કારણ છે દેશમાં રેકોર્ડ બ્રેક ગરમી તથા ઊંચું ગયેલું તાપમાન- આ વર્ષે રેકોર્ડ બ્રેક હીટવેવના પગલે દેશમાં વિવિધ કૃષી પાકો પર અસર પડવાની ભીતિ સર્જાઈ છે અને આના પગલે કૃષી બજારોમાં તેજી આવવાની તથા દેશમાં મોંઘવારી વધુ વધવાની ગણતરી બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
દક્ષિણ ભારતથી મળેલા સમાચાર મુજબ ત્યાં ગરમી વધતાં વિવિધ કૃષી ચીજોના પ્લાન્ટેશનોમાં ઉત્પાદનને ફટકો પડવાની શક્યતા સર્જાઈ હોવાનું ધી એસોસીએશન ઓફ પ્લાન્ટર્સ ઓફ કેરળના સૂત્રોએ જણાવ્યું હતું. આ પ્લાન્ટરોના સંગઠનના સૂત્રોના જણાવ્યા મુજબ હીટવેવના પગલે ચિંતા વધી છે. સખત ગરમી લંબા સમયથી ચાલી છે તથા મોન્સૂન પૂર્વેના વરસાદી માહોલની આ વખતે ગેરહાજરી રહેતાં પ્લાન્ટેશનોમાં વિવિધ કૃષી ચીજોના ઉત્પાદન પર અસર પડવાની ભીતિ સર્જાઈ છે. નેચરલ રબ્બરના પ્લાન્ટેશનોમાં લેટેક્સ ફલો તથા રબ્બરના ટેપીંગ સાઈકલો ખોરવાઈ ગયા છે. ચાના બગીચાઓમાં લીફ-ફલશમાં ઘટાડો થયો છે તથા ચાની ગુણવત્તા પર ઘટવાની ભીતિ સર્જાઈ છે. ગરમી વધતાં તથા હવામાનમાં ભેજ ઘટતાં નેચરલ રબ્બરના પ્લાન્ટેશનોમાં ટેપીંગ પ્રક્રિયાને અસર પડી છે. કોફી પ્લાન્ટેશનોમાં ટેપીંગ પ્રક્રિયાને અસર પડી છે. કોફી પ્લાન્ટેશનોમાંથી મળતા સમાચાર મુજબ બ્લોસમ સર્જાવાની પ્રક્રિયા રુંધાઈ છે. કોફીના છોડવાઓ પરથી કોફીના બેઝીઝ ખરી પડવાના કિસ્સાઓ વધતા જોવા મળ્યા છે.એલચીના પ્લાન્ટેશનોમાં ગરમીના હીટવેવના કારણે સ્થિતિ કફોડી બની છે.
એલચીના છોડવાઓમાં કેપસ્યુઅલ બનવાની પ્રક્રિયાને અસર પડી છે. તથા છોવડાઓ સૂકાઈ જવાના કિસ્સા પણ વધ્યા હોવાનું એલચીના પ્લાન્ટેશોની દેખરેખ રાખતા સૂત્રોએ જણાવ્યુું હતું. ધી એસોસીએશન ઓફ પ્લાન્ટર્સ ઓફ કેરળ દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી છે કે પ્લાન્ટેશનોમાં તાકીદના ધોરણે સિંચાઈનો સપોર્ટ મળવો આવશ્યક છે. આ ઉપરાંત પીવાના પાણીનો પુરવઠો પણ વધે એવા પગલાં સરકારે લેવા જરૂરી છે. ઈરીગેશનના હેતુસર સરકારે વિજ પુરવઠો સતત મળતો રહે એ વાતનું ધ્યાન રાખવું પણ જરૂરી હોવાનું પ્લાન્ટેશનોના સૂત્રોએ જણાવ્યું હતું. હીટવેવના પગલે વિવિધ કૃષી પાકોેને કેટલું નુકશાન થયું છે એ વિશે ચિત્ર મેળવવા સરકારે પોતાની હસ્તકના વિવિધ કોમોડિટીઝના બોર્ડને કામે લગાડવા જોઈએ એવી માગણી પણ શરૂ થઈ છે. રિસર્ચ ઈન્સ્ટીટયુટશનોને પણ આ કામગીરીમાં સામિલ કરવી જોઈએ એવી માગણી પ્લાન્ટેશનોના પ્રતિનિધિઓ કરી રહ્યા છે. આ પ્રક્રિયાઓ પછી વિવિધ પાકોને કેટલું નુકશાન થયું છે એ વિશે ચિત્ર સ્પષ્ટ બનશે ત્યારે સરકારે રાહતના વળતા પગલા કૃષી જગત માટે ભરવા જરૂરી છે. પડી હોવાના સમાચાર મળ્યા હતા.








