જૈનધર્મના પ્રખર વિદ્વાન ધર્મપ્રેમી: શ્રી જિનવિજયજી
આંખ છીપ, અંતર મોતી - આચાર્ય શ્રી વાત્સલ્યદીપ સૂરિજી
મહાન પુરાતત્વાચાર્ય શ્રી જિનવિજ્યજી: ક્રાન્તિની મૂળભૂત પરંપરાના પોષક
જિનવિજ્યજીએ ભારતીય વિદ્યાની અનેક શાખાઓ અને જૈન વિદ્યાની તમામ શાખાઓ માટે એટલું બધું કામ કર્યું છે કે તે સર્વનો વિચાર કરીએ ત્યારે આપણું હૃદય ભાવવિભોર થઈ જાય છે
(૧)
મહાત્મા ગાંધીજીએ જેમને 'પુરાતત્વાચાર્ય' તરીકે પ્રતિષ્ઠિત કર્યા તે જિનવિજ્યજી (ઇ.સં. ૧૮૮૮- ઇ.સં. ૧૯૭૬) ભારતીય વિદ્યા અને જૈન વિદ્યાની પરંપરાના શ્રેષ્ઠ વિદ્વાન હતા. પંડિત સુખલાલજીએ તેમના 'દર્શન' અને ચિંતન' ગ્રંથમાં જિનવિજ્યજીની ખૂબ પ્રશંસા કરી છે.
રાજસ્તાનના ભીલવાડા જિલ્લામાં રૂપાહેલી ગામમાં ક્ષત્રિયવંશમાં જન્મેલા કિશનસિંહ નામના બાળકે સ્કૂલ પણ જોઈ નહોતી. અને દેશ-વિદેશના શ્રેષ્ઠ વિદ્વવાનોના તેઓ આદરણીય બની ગયા.
જિનવિજ્યજીએ જીવનમાં અનેક પરિવર્તનો જોયા છે. પહેલા તેમણે શીવપંથકમાં સન્યાસ લીધો ત્યાં સંતોષ ન થયો તેથી તેનો ત્યાગ કર્યો તે પછી તેમણે સ્થાનવાસી પરંપરામાં દીક્ષા લીધી ત્યાં પણ તેમને સંતોષ ન થયો તેથી તેનો તેનો ત્યાગ કર્યો. તે પછી તેમણે શ્વેતામ્બર મૂર્તિપૂજક પરંપરામાં દીક્ષા લીધી અને નામ પડયું 'જિનવિજ્યજી'. કિન્તુ આ સમગ્ર યાત્રામાં તેમણે અભ્યાસ કર્યો. શાસ્ત્ર વાંચન કર્યું. જિનવિજ્યજીને શ્રી વિજ્યવલ્લભસૂરિજીનો ગાઢ સંપર્ક થયો. તે સમયે તેમને મુનિશ્રી કાંતિવિજયજી, ચતુરવિજયજી, પુન્યવિજ્યજી વગેરેનો સંપર્ક થયો. સૌ સાથે રહ્યા.
જિનવિજયજીને તે સમયે ઉત્તમ વાંચન દ્વારા સંશોધન અને લેખનની દિશા ખૂલી ગઈ. તેમણે શ્રી કાંતિવિજ્યજી સાથે રહીને જૈન ઐતિહાસિક ગ્રંથમાળાનો પ્રારંભ કર્યો. આ ગ્રંથમાળા માટે તેમણે કૃપારસ કોષ,શત્રુંજય તિર્થોદ્વાર પ્રબંધ, જૈન શિલાલેખ સંગ્રહ ભાગ-૧, જૈન ઐતિહાસિક ગુર્જર કાવ્યો, દ્રૌપદી સ્વયંવર નાટક વગેરે ગ્રંથોનું સંપાદન કર્યું. ગાયકવાડ ઓરિએન્ટલ સીરીઝ (વડોદરા) માટે તેમણે 'કુમારપાળ પ્રતિબોધ' ગ્રંથનું સંપાદન કર્યું. આ ગ્રંથોએ જિનવિજ્યજીને દેશભરના વિદ્વાનોમાં યશ આપ્યો.
તે સમયે તેમણે પૂનાની પ્રાચ્યવિદ્યા સંશોધન સંસ્થાનું નિમંત્રણ મળ્યું. તેઓ પૂના ગયા ત્યાં રોકાયા. તેમણે ભાંડારકર ઇન્સ્ટ્રીટયૂટના ભવન માટે ૫૦ હજારનું તે સમયે ફંડ પણ કરાવી આપ્યું.
તે સમયે તેમણે પ્રો. સતીષચંદ્ર વિદ્યાભૂષણ અને બીજા વિદ્વાનો સાથે રાખીને જૈન સાહિત્ય સંશોધન નામની સંસ્થા બનાવી અને તે સંસ્થાની ત્રિમાસિક પત્રિકા અને ગ્રંથમાળાનો પ્રારંભ કર્યો.
પૂનામાં લોકમાન્ય તિલક તેમને મળવા આવ્યા. તે સમયે પૂનાની ફર્ગ્યુશન કોલેજના પ્રો.રાનાડે, પ્રો.ડી.કે કર્વે વગેરે મળ્યા. તે સમયે તેમને ગાંધીજી મળ્યા. જિનવિજ્યજીના જીવનમાં પરિવર્તનની એ સૌથી મોટી ક્ષણ હતી. ગાંધીજીએ તેમને ગુજરાત વિદ્યાપીઠમાં પધારીને ગુજરાત પુરાતત્વ મંદિર સંભાળવાની વિનંતી કરી.
જિનવિજ્યજી આઝાદીના સમયમાં ફેલાયેલા ક્રાંતિના વાવાઝોડાથી દૂર ન હતા. તેમણે વર્તમાન પત્રોમાં જાહેર લેખ લખીને દીક્ષાનો ત્યાગ કર્યો. ગાંધીજીએ તેમને ગુજરાત પુરાતત્વ મંદિરના સર્વપ્રથમ આચાર્ય તરીકે સ્થાપ્યા. અને જિનવિજ્યજી 'પુરાતત્વાચાર્ય' તરીકે વિખ્યાત થઈ ગયા.
જિનવિજ્યજીએ ભારતીય વિદ્યાની અનેક શાખાઓ અને જૈન વિદ્યાની તમામ શાખાઓ માટે એટલું બધું કામ કર્યું છે કે તે સર્વનો વિચાર કરીએ ત્યારે આપણું હૃદય ભાવવિભોર થઈ જાય છે. તેમણે ગાંધીજીના કહેવાથી સન ૧૯૨૧માં નાગપુરમાં ક્રોંગ્રેસ અધિવેશનમાં જૈન
પોલિટીકલ કોન્ફરન્સનું સંચાલન કર્યું. એ પછી કલકત્તાના સંઘે તેમને સન્માનપત્ર અર્પણ કરીને બહુમાન કર્યું. જિનવિજ્યજી હૃદયથી ધર્મપુરુષ જ હતા.
તે સમયે તેઓ સમ્મેતશિખર તીર્થની યાત્રા કરવા ગયા.
ત્યાંથી તેઓ ગુજરાત આવ્યા. તે સમયે ગુજરાત યુનિવર્સિટીએ તેમને નિમંત્રણ આપ્યું કે તમે અહિં આવીને જૈનધર્મ વિભાગ શરૂ કરો. પરંતુ ત્યાંનો વહીવટ જોઈને જિનવિજ્યજી સ્તબ્ધ થઈ ગયા. તેમણે ડો.કનૈયાલાલ મુનશીને પત્ર લખીને જાણ કરી કે તમે અમદાવાદ આવો અને યુનિવર્સિટીનો વહીવટ સાંભળી લો.
એ જાણીને આશ્ચર્ય થશે કે શ્રી ઝવેરચંદ મેઘાણીને 'ગુજરાતનો જય' નવલકથા માટે વિચાર, પાઠ અને કથાબિંદુ જિનવિજ્યજીએ આપ્યા હતા.
જિનવિજ્યજી યોગનિષ્ઠ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજના મિત્ર હતા. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજીએ જિનવિજયજીને લખેલો એક અપ્રગટ પત્ર મારી પાસે છે તે આ મુજબ છે.
પ્રભાવના
જૈનો સુખી કેમ છે ? આ સવાલ લગભગ અજૈનોને સતાવતો હોય છે. અને અણસમજુ લોકો આ સવાલમાંથી જ વિદ્રોહ ઉભા કરીને અનુપ મંડળ જેવા જૈન વિરોધી બને છે. એક અંગ્રેજે 'જૈનો સુખી કેમ' નો જવાબ આપ્યો છે :
સુખી એટલા માટે છે કે તેઓ પાંજરાપોળોમાં લાખો જીવોની શુશ્રૂષા કરે છે. માવજત કરે છે તે જીવોની દુઆ જૈનોને આપોઆપ સુખી બનાવે છે. અને તેથી જ ભારતની કુલ ટેક્સની આવકનો બેંતાલીશ ટકા ટેકસ ફક્ત જૈનો ભરે છે. અને તે જૈનો ભારતની કુલ વસ્તીના પ્રમાણમાં એક ટકો પણ નથી !