Magazines

તીર્થોની સ્થાપના .

By GS TEAM
29 Oct 20252 mins read
તીર્થોની સ્થાપના                                  .

તીર્થ સ્થળોનાં મહાત્મ્યનું વર્ણન ધર્મશાસ્ત્રોમાં જોવા મળે છે. ચારધામ, સાતપુરી, બાર જયોતિલિંગ અને અનેક નદીઓ, સરોવરો, વન, ઉપવનને તીર્થોની શ્રેણીમાં ગણવામાં આવે છે. એ તીર્થોના દર્શન, નિવાસ, સ્નાન, ભજન, પૂજન, અર્ચન કરવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે એવી દૃઢ માન્યતા હિન્દુઓમાં છે. આ તીર્થમાં લાખો લોકો ધાર્મિક ભાવનાથી પ્રેરાઈને જાય છે. વિશેષ તહેવારો ઉપર તો ખૂબ જ ભીડ થાય છે. તીર્થોની સ્થાપના એ પ્રમાણે કરવામાં આવી છે કે જેથી દેશના મહત્ત્વપૂર્ણ ભાગોની યાત્રા ચાલું જ રહે. ચારધામ બદ્રીનાથ, જગન્નાથપુરી, રામેશ્વર દ્વારકા દેશના ચાર ખૂણાઓમાં આવેલા છે. આ ચારધામની યાત્રા કરનારને આખા દેશની પરિક્રમા કરવી પડે અને ભારતની તમામ સંસ્કૃતિઓ, ભાષાઓ નીતિઓ તથા ભાવનાઓના સંપર્કમાં આવવું પડે. 

- જીવનમાં સફળતા મેળવવા માટે સૌપ્રથમ તો સખત મહેનતની જરૂર છે. એની સાથે બુધ્ધિ કૌશલ્ય, મનોયોગ, લગન, ધીરજ વગેરે ગુણો હોવા પણ અત્યંત જરૂરી છે.

- પિતૃપક્ષનું મહત્વ એ વાતમાં નથી કે આપણે શ્રાધ્ધ કર્મને કેટલા ધૂમ-ધામથી મનાવીએ છીએ અને કેટલા વધારે બ્રાહ્મણોને ભોજન કરાવીએ છીએ, પણ એ શ્રાધ્ધ-કર્મનું વાસ્તવિક મહત્ત્વ એ છે કે આપણે આપણા પિતા, પિતામહ વગેરે ગુરુજનોની જીવિત અવસ્થામાં જ કેટલી સેવા, આજ્ઞાપાલન કરીએ છીએ.

- આજે વિશ્વની વસતી ૮૦૦ કરોડથી વધુની થઈ ગઈ છે ભણવા માટે સ્કૂલોમાં જગ્યા નથી, બસોમાં જગ્યા નથી, ટ્રેનોમાં જગ્યા નથી, ધર્મશાળામાં જગ્યા નથી, નોકરીમાં જગ્યા નથી. બાપની આર્થિક સ્થિતિ બગડી રહી છે અને માની તબિયત ખરાબ થઈ રહી છે. બાળકોનું ભવિષ્ય ખરાબ થઈ રહ્યું છે અને સમાજની વ્યવસ્થા બગડી રહી છે. આજનો યુગ ધર્મ છે પર્યાવરણની રક્ષા કરવી, નાનો પરિવાર, સાદું જીવન અને ઉચ્ચ વિચાર.

- ખોજે પરગુણ અપને દોષ, સીમિત સાધનમે- સંતોષ.

- ધર્મના ચાર પગ છે. દયા, સત્ય, શાંતિ અને અહિંસા.

- સંતોષનો અર્થ એ થાય છે કે આપણી પાસે જે કાંઈ છે, તે પર્યાપ્ત કરતાં વધારે છે, બસ આંખ ખોલીને તેને જોવાની જરૂર છે.

- શરીરની નિષ્ક્રિયતા દૂર કરવા માટે લોકોએ દરરોજ પોતાના જીવનમાં યોગ, પ્રાણાયામ, શારીરિક શ્રમ, ફરવા જવું વગેરેને સ્થાન આપવું જોઈએ. જો આટલું થઈ શકે તો પણ ત્રીજા ભાગના લોકોને કેન્સર થવાની સંભાવના દૂર થઈ જાય છે.

- જયેન્દ્ર ગોકાણી