જીવનને માણો આનંદ-ઉત્સાહથી

હસતા રહેવું માત્ર ખુશીનો અહેસાસ નથી કરાવતું, પરંતુ સ્વસ્થ જીવનની અણમોલ ભેટ પણ આપે છે, કેવી રીતે? તે વિશે જાણો અમારી પાસેથી...
જિંદગીનો કશો ભરોસો નથી, ક્યારે ક્યા વળાંક પર દુ:ખનો પડછાયો આપણને ઘેરી લે. તો પછી શા માટે તે ઘેરી લે તે પહેલા આપણે પોતાની આસપાસ હસીમજાક ભરી ક્ષણની યાદોનું એક મજબૂત કવચ બનાવી ન લઈએ, જેને એકાંકી જીવનમાં યાદ કરીને ભલે ને થોડા સમય માટે કેમ ન હોય, તે રિલેક્સ તો ફિલ કરાવી શકે. ચુપચાપ, ગુમસૂમ, શાંતિ, પોતાનામાં જ ખોવાયેલા લોકો નવલકથા અને ફિલ્મમાં જ સારા લાગે છે. આવા લોકોનું ફ્રેન્ડ સર્કલ પણ સીમિત હોય છે. આજનો મનુષ્ય પોતાની મહત્ત્વાકાંક્ષાના કારણે ઉંમરના એક મોટા ભાગ સુધી શાંતિના શ્વાસ લેવા માટે પણ તરસતો હોય છે. તેની પાસે દરેક પ્રકારની સુખસુવિધા હોય છે, નથી હોતો તો માત્ર એક સમય. કોઈ પણ રીતે પોતાના વ્યસ્ત જીવનમંથી સમય બચાવીને ક્યાંક તે કોઈ મિત્રને અથવા સંબંધીને મળવા જાય તો વિષાદભર્યા વાતાવરણનો સામનો કરવા માટે નહીં, પરંતુ સ્વયંને હળવા કરવા અને હસીખુશી પ્રાપ્ત કરવા માટે જ જતો હોય છે.
હસીખુશીમાં રહેવું જીવનમાં ઊર્જા ભરવાનું સહજસુલભ સાધન છે, જેનું આદાનપ્રદાન કોઈ પણ ખર્ચ કર્યા વગર કોઈ પણ સમયે અને કોઈની પણ સાથે કરી શકાય છે, તેથી જ્યારે પણ તક મળે ત્યારે ખુલીને હસો, જોરજોરથી હસો. ખરાબ સમય તો બધાના જીવનમાં આવે છે. તેને જ પૂરો સમય યાદ કરીને પોતાની જાત પર અત્યાચાર ન કરો. સ્વીકાર્યું કે અપમાન, ખરાબ વર્તન ભૂલવું સરળ નથી હોતું, પરંતુ જ્યારે પણ આવી યાદ તમારા પર હાવી થવા લાગે ત્યારે બધા જ જરૂરી કામ બંધ કરીને ખુલ્લી હવામાં પ્રકૃતિ સાથે થોડી ક્ષણ વિતાવો, ઊંડા શ્વાસ લો. પાર્ક, સાર્વજનિક સ્થળ પર લોકોની વાતમાં સામેલ થાઓ. પોતાની ભૂલ, મૂર્ખામીઓ પર રડવાના બદલે હસતા રહો. પોતાના સેન્સ ઑફ હ્યુમર દ્વારા હસવાની થોડી ક્ષણ કાઢી લો. જોક્સ અથવા કોઈ હસીમજાક વાળી ઘટનાનો ઉલ્લેખ કરો. પોતે પણ હસો અને સામેની વ્યક્તિને પણ હસવા માટે વિવશ કરો. પછી તમે જોશો કે બધી તાણ ચપટીમાં ગાયબ થઈ જશે અને તમે બિલકુલ હળવા થઈ જશો.
ખૂબ જ ગજબની વસ્તુ છે સેન્સ ઑફ હ્યુમર. તેનો જાદુ પળ વારમાં જ સામેની વ્યક્તિ પર અસર કરવા લાગે છે. ગમે તેટલી જડ વ્યક્તિ હશે એક પળ માટે થોભીને તમારી વાત પર અવશ્ય ધ્યાન આપશે. વિચારોને કડક, સીધાસપાટ શબ્દોમાં રજૂ કરવાથી ઘણા બધા પ્રકારની કંટ્રોવર્સી ક્રિએટ થઈ જતી હોય છે. તેથી પોતાની વાતને મજાકિયા અંદાજમાં રજૂ કરો, પછી જુઓ તેની અસર અને સ્વયંની તુલના કરો કે ક્યો એટિટયૂડ વધારે ઉત્તમ પરિણામ આપે છે. હવે પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સ્વયંને કેવી રીતે મજાકિયા બનાવી શકાય. પોતાના વ્યક્તિત્વને બદલવા માટે મજબૂત મનોબળ બનાવો. કેટલાંક લોકો બદલાવથી ડરવા લાગે છે, પોતે જાણતા હોવા છતાં કે સ્વયંને બદલવાથી કેટલું બધું પ્રાપ્ત કરી શકાય છે. કોઈ પણ વાતને કહેવા અથવા જોવાની બે રીત છે. હેપ્પી અથવા સેડ. તેમાંથી તમારે પોતાના માટે પસંદ કરવાનો છે. મજાકિયા અને પોઝિટિવ એટિટયૂડ. પોતાની વાતને મજાકિયા લહેકામાં કહેવાનો પ્રયાસ કરો. થોડા જોક્સ પછી યાદ કરો. સમય અને સ્થળની સાથે શબ્દોની પહેલાંથી પસંદગી કરીને રાખો, પછી જ બોલો.
જો તમે તમારા લોકોની વચ્ચે એક હસાવનાર પર્સનાલિટી બનાવવા ઇચ્છતા હોય તો હ્યુમરસ વાતને ઓબ્ઝર્વ કરો. ટીવી પર કાર્ટુન પ્રોગ્રામ અવશ્ય જુઓ. જ્યારે કોઈ પણ મજાકિયા વ્યક્તિને તમે મળો ત્યારે સકારાત્મક રૂપે તેની પાસેથી કંઈ ને કંઈ શીખો. પછી મજાકિયા કિસ્સાને યાદ કરીને બીજાને સંભળાવો, પરંતુ સમય જોઈને જ મજાક કરવાનું ભૂલતા નહીં. મજાકિયા મિત્રો સાથે વધારે રહો. સૌથી અગત્યની વાત તો એ છે કે પોતાને પોઝિટિવ રાખો. સતત પ્રયાસ કરતા રહો અને પોતાને ચેન્જ કરતા રહો. પછી ટૂંક સમયમાં જ તમે એક હ્યુમરસ પર્સનના રૂપે પોતાની ઓળખ બનાવવામાં સફળ થઈ જશો.
હ્યુમરસ એટિટયૂડનો સંબંધ આપણી આંતરિક પોઝિટિવિટી સાથે સીધો જોડાયેલો છે. નકારાત્મક સ્વભાવની વ્યક્તિ હસવામાં ખૂબ જ કંજૂસાઈ કરતી હોય છે. આપણે આપણી નકારાત્મક માનસિકતાના કારણે ઘણા બધા પ્રશ્નો આપણા જીવનમાં ઊભા કરી દઈએ છીએ. તમે બીજાને ત્યારે જ હસાવી શકો છો જ્યારે પોતે હસતા રહેતા હોય. સારી સેન્સ ઓફ હ્યુમર ધરાવતા લોકોનો ઈમ્યુનિટી પાવર ઘણો સારો હોય્ છે. આજના વાતાવરણમાં બિમારીથી તો કોઈ બચી જ નથી શકતું, પરંતુ ઇમ્યુનિટી સારી હોય તો બિમારીથી દૂર રહી શકાય છે. તંદુરસ્તી એક પ્રકારની ધનદોલત બરાબર જ છે. સ્ટ્રેસ હસમુખા લોકોને ઓછા સતાવી શકે છે. હસમુખા લોકોના મિત્રોની સંખ્યા પણ વધારે હોય છે. તેમને ક્યારેય એકાંકીપણું નથી સતાવતું. જીવનમાં જો સારા મિત્રોનો સાથ હોય તો ખરાબ સમયમાં પણ આત્મવિશ્વાસ જળવાઈ રહે છે. આથી જ કહી શકાય કે 'સ્વાસ્થ્ય સારું તો બધું સારું.'
તેથી પોતાના જીવનમાં થોડી સેન્સ ઑફ હ્યુમરનો તડકો અવશ્ય લગાવો. હંમેશા જીવનને પૂરા આનંદઉત્સાહ સાથે જીવો. પોતે પણ હસતા રહો અને બીજાને પણ હસાવતા રહો.








