Magazines

ઇજનેરી અજાયબી જિઓડેસિક ડોમ

By GS TEAM
5 Sep 20251 min read
ઇજનેરી અજાયબી જિઓડેસિક ડોમ

ફૂટબોલ નાના ષટકોણ આકારના ટૂકડા જોડીને બનાવેલો ગોળાકાર દડો છે. સપાટ ચામડાના ટૂકડા જોડીને સંપૂર્ણ ગોળાકાર દડો એ ભૌમિતિક કરામત છે. ઇ.સ.૧૯૫૪માં બકમિન્સ્ટર ફૂલર નામના ઇજેનેરે ધાતુના બનેલા એક સરખા કદના ત્રિકોણ ટૂકડા જોડીને એક વિશાળ ગોળો તૈયાર કર્યો. આ ગોળો ત્રિકોણની ત્રણે બાજુએ એક બીજાના આધારથી ટકી રહે છે. આવો જ અર્ધગોળાકર એક વિશાળ ગુંબજ બને આ ગુંબજને થાંભલાના ટેકાની પણ જરૂર નહીં. આ ગુંબજ ને જિઓડેસિક ડોમ કહે છે. તેની હેઠળ રમતગમતના સ્ટેડિયમ પણ બને. ફલોરિડાના ડિઝનીલેન્ડમાં સ્પેશથી અર્થ ડોમ વિશ્વ વિખ્યાત છે. પ્લેનેટોરિયમ અને વેધશાળાઓ જિયોડેસિક ડોમ આકારના જ બને છે. અમેરિકાના મિસૂરી બોટનિકલ ગાર્ડનમાં આવેલું કલાઈમેટ્રિન ગ્રીનહાઉસ જિઓડેસિક ડોમ આકારનું છે. તેનો વ્યાસ ૪૨ મીટર અને ઊંચાઈ ૨૧ મીટર છે. તે એલ્યુમિનિયમના સળિયાના ષટકોણોથી બનેલો છે. વિશ્વમાં સૌથી મોટો જાપાનનો ફુકુઓકા ડોમ ૨૧૬ મીટર વ્યાસનો છે. તેમાં ૩૮૫૬૧ પ્રેક્ષકો બેસીને રમતગમત અને કાર્યકર્મો માણી શકે છે.