Magazines

એલનાઝ નોરોઝીઃ આશા રાખું કે મારો પરિવાર ઈરાનમાં સલામત હશે

By GS TEAM
19 Mar 20263 mins read
એલનાઝ નોરોઝીઃ આશા રાખું કે મારો પરિવાર ઈરાનમાં સલામત હશે

- છેલ્લાં 40 વર્ષોથી ઈરાનીઓની વસતિનો એક મોટો ભાગ એવી આશામાં સમય વીતાવે છે કે એક દિવસ તેઓ આ શાસનના સકંજામાંથી જરૂર મુક્ત થશે...' 

અ'મેરિકા- ઈઝરાયલના ઈરાન પરના મોટા હુમલા પછી ઈરાને જે વળતો હુમલો કર્યો છે તેને કારણે દિનપ્રતિદિન પરિસ્થિતિ વધુ વણસી રહી છે. અભિનેત્રી એલનાઝ નોરોઝી, જેનો જન્મ ઈરાનમાં થયો છે અને આઠ વર્ષ તો જર્મની જવા પહેલાં ઈરાનમાં ઉછરી છે તે ભારતમાં વ્યાવસાય માટે આવી છે. તેણે છેલ્લા ૨૦૧૮માં ઈરાનની મુલાકાત લીધી હતી. અત્યારે ચાલી રહેલા યુધ્ધ અંગે એ પોતાનો અભિપ્રાય અહીં શેર કરે છે. આ યુધ્ધથી સામાન્ય નાગરિકો પર પડેલાં ઊંડા ભાવનાત્મક નુકસાનને પ્રતિબિંબિત કરે છે અને અમનની આશા વ્યક્ત કરે છે... 

ઈરાન અલગ હતું...

એલનાઝ નોરોઝી કહે છે, 'છેલ્લાં ૪૦ વર્ષોથી ઈરાનીઓની મોટી વસતિ છે એ આશામાં સૂઈ જાય છે અને જાગે છે કે એક દિવસ તેઓ આ શાસના સકંજામાંથી મુક્ત થશે. ભારતની જેમ ઈરાનમાં પણ વિવિધ ધર્મો, સંસ્કૃતિઓ અને સમુદાયોના લોકો રહે છે. ઈરાન વૈવિધ્યસભર છે. તમારે જે પહેરવું હોય તે પહેરવાની. જે કહેવું હોય તે કહેવાની સ્વતંત્રતા હતી. ઈરાનને તે સમયમાં પાછા ફરવા માટે લોકશાહીની જરૂર છે.'

 સિનેમાઃ ઇરાનીઓની અભિવ્યક્તિ 

એ વાત તો જાણીતી છે કે ફિલ્મ નિર્માતાઓને તહેરાનમાં શુટિંગ કરવાની મંજૂરી નથી અને એલનાઝને આશા છે કે આવી પરિસ્થિતિ બદલાશે. આ સાથે જ તે ઉમેરે છે કે 'અલબત્ત, અમારી પાસે તહેરાનમાં સિનેમાગૃહો છે. સિનેમા તો  સત્ય અને લોકોના અવાજને આગળ લાવવામાં મદદ કરે છે અને તે દ્વારા ઈરાનીઓ દેશમાં શું બની રહ્યું છે તે અંગે જણાવવા તેનો (સિનેમા) માધ્યમ તરીકે ઉપયોગ કરે છે. અરે, મારો શૉ 'તહેરાન' પણ એથેન્સમાં શૂટ થયો છે. સિનેમા તમારી વિચારવાની પધ્ધતિમાં ફેરફાર લાવી શકે છે તેથી તેને ઈરાનના વર્તમાન શાસન દ્વારા ખતરો માનવામાં આવે છે. છેલ્લાં ૪૭ વર્ષથી ઈરાનીઓને વાણી- સ્વાતંત્રયને હકક હોય તેની કલ્પના સુધ્ધાં નથી. આ બાબત ખૂબ જ દુઃખદ છે કે દુનિયાએ સુધ્ધાં ઈરાનની એટલી નોંધ સુધ્ધાં લીધી નથી જેટલી તેણે લેવી જોઈએ.'

મને તો ઈરાનમાં પગ મુકવા પણ ન દે!

એલનાઝ જેને ઈસ્લામિક પબ્લિકનો વિરોધ કરવામાં ઘણી બોલકી ગણવામાં આવે છે. એ કહે છે, 'હું  ઈરાનમાં પણ સુધ્ધાં મૂકી શકતી નથી. જો હું જઈશ તો મને લાગે છે કેઓ મને મારી નાખશે. ૨૦૨૨ના આંદોલન દરમિયાન જે બન્યું તેના કારણે હું ઈરાન જઈ શકી નથી. જ્યાં તેમણે મહસા અમીની (૨૨ વર્ષીય ઈરાની કુર્દિશ મહિલા)ની હત્યા કરી, જેનું સપ્ટેમ્બર, ૨૦૨૨માં પોલીસ કસ્ટડીમાં મૃત્યુ થયું હતું. તે સમયે મેં ખોમેનેઈ અને તેઓ શાસન વિરુધ્ધ અવાજ ઉઠાવ્યો હતો અને મારો પરિવાર મારી સલામતી માટે ખૂબ ચિંતિત હતો.

આ સાથે જ અભિનેત્રી કહે છે, 'ઈરાનમાં યુધ્ધની સ્થિતિ છે. તેથી ઈન્ટરનેટ બંધ છે અને હું મારા પરિવારનો સંપર્ક કરી શકી નથી. મને આશા છે કે તેઓ ઘરની અંદર સુરક્ષિત હશે.'

 ઈસ્લામિક રિપબ્લિક શાસનને સમર્થન નથી

એલનાઝ નોરોઝી જે ઓટીટી શો 'તહેરાન'ની બીજી સિઝનનો હિસ્સો છે તે સમજાવે છે કે, 'મારો જન્મ તહેરાનમાં થયો છે. મેં મારા જીવનના આઠ વર્ષ ઈરાનમાં વિતાવ્યા છે. મારા માતાપિતા સિવાય મીરા પરિવારના ઘણાં સભ્યો હજુ પણ ત્યાં રહે છે. મને બધું યાદ છે. મારો શો 'તહેરાન'માં ઈરાન- ઈઝરાયલ સંઘર્ષ દર્શાવવામાં આવ્યો છે. જ્યારે આપણે ઈરાન વિશે વાત કરીએ છીએ ત્યારે હું ઈસ્લામિક રિપબ્લિક જેનો દેશ પર કબજો છે અને ઈરાનના લોકો વચ્ચે તફાવત કરવા માગું છું. 

મોટાભાગના ઈરાનીઓ સ્માર્ટ અને શિક્ષિત છે. તેમની માન્યતા ઈસ્લામિક રિપબ્લિક જેવી નથી. એક સમયે ઈરાનનો ઈઝરાયલ સાથે સારા સંબંધ હતો. શાહ (મોહમ્મદ રઝા પહેલવી)ની સમયમાં પણ અમેરિકા સાથે સારો સંબંધ હતો. હવે તો તે માત્ર ઈસ્લામિક રિપબ્લિક છે જે સતત કહે છે કે તેઓ ઈઝરાયલને નકશા પરથી ભૂંસી નાખવા માગે છે.