Magazines

એલી એવરામ : વિદેશી સુંદરીને વહાલો 'દેશી' અવતાર

By GS TEAM
18 Dec 20252 mins read
એલી એવરામ : વિદેશી સુંદરીને વહાલો 'દેશી' અવતાર

ફિલ્મો  તેમ જ ઓટીટી  પર વૈવિધ્યસભર  કિરદાર અદા કરનાર સ્વિડિશ  સુંદરી એલી એવરામ  માટે તેના વિદેશી મૂળ  અને દેખાવે  ઘણાં વર્ષો  સુધી અડચણો પેદા કરી હતી.  તે કહે છે કે  કે મારા દેખાવને  કારણે આ ઈન્ડસ્ટ્રીમાં મારા માટે સદંતર  ખોટી  ધારણાઓ બાંધી   લેવામાં આવી હતી. મોટાભાગના લોકો મને મારા દેખાવથી જ ઓળખતા હતા. મેં વિવિધ પ્રકારના પાત્રો ભજવ્યાં  તોય તેમની  ગેરમાન્યતાઓ દૂર કરતાં  મને લાંબા વર્ષો  લાગ્યાં.

છેલ્લે  'બી હેપ્પી'  માં  જોવા મળેલી  એલી કહે  છે કે મેં  બંગાળી  વાઈફથી  લઈને 'મલંગ' માં 'જેસ્સી' અને મારી આગામી  ફિલ્મ માટે  ભારતીય ભૂમિકા  ભજવી છે.  આમ છતાં ઘણાં સર્જકોને  મારો દેખાવ  જોતાં એમ લાગે છે કે હું અમુક પાત્રોમાં  બંધ નહીં બેસું. જ્યારે  ઘણાં લોકો માને  છે કે હું હિન્દીમાં  નથી બોલી શકતી.  વાસ્તવમાં  હું હિન્દીમાં  સારી રીતે વાતચીત  કરી શકું છું.

જો કે હવે  લગભગ  બધાને ખબર પડી ગઈ  છે કે એલી અલગ અલગ  પ્રકારના પાત્રો પણ ભજવી  શકે છે અને હિન્દી  પણ સારી રીતે બોલી જાણે છે.  લોકોની ગેરમાન્યતાઓ  દૂર થઈ તેનો યશ  અભિનેત્રી  ઓટીટીને  આપે છે.  તે કહે છે કે  ઓટીટીેએ  અમારા  જેવી  અભિનેત્રીઓ  માટે અલગ અલગ  પ્રકારના પાત્રો ભજવવા માટેનો માર્ગ મોકળો કર્યો  છે.  આજના  દર્શકોને  મારી પાસેથી  નવું નવું  કામ કરાવવામાં વધુ રસ પડે  છે.  વાસ્તવમાં  તેઓ નવા  પ્રયોગો કરતાં  ખચકાતાં નથી.  અગાઉના  સર્જકોમાં  આ ગુણ ભાગ્યે જ જોવા મળ્યો હતો.

પોતાની  અભિનય યાત્રા વિશે એલી કહે છે કે મારી  ફિલ્મો  સ્વયં  બોલે છે અને આગામી  સમયમાં  પણ બોલશે.  મને તેને માટે કંઈ કહેવાની જરૂર  નથી.  હવે  મને જે  પ્રકારના પાત્રો કરવા મળે  છે તે જ પુરવાર  કરે છે કે મારા  વિશેની  ગેરમાન્યતાઓ દૂર થઈ ગઈ  છે. મને ચોક્કસ  ચોકઠામાંથી બહાર આવતાં  લાંબો સમય લાગ્યો.  પણ છેવટે હું તેમાંથી  બહાર નીકળી ગઈ છું. અને હવે હજી મન ેઘણું  કામ કરવું છે.  મારી  ભીતર ઘણું ધરબાયેલું પડયું  છે. તે મને રજૂ કરવું  છે. બસ,  મને સારા  મોકાની તલાશ છે. અદાકારા  વધુમાં કહે છે કે મને એક્શનથી  ભરપૂર  પાત્રો તેમ જ બહુસ્તરીય કિરદાર  અદા કરવા છે.