Magazines

મોન્સુનમાં ઇએનટીના સીરિયલ ઇન્ફેક્શન્સથી બચવાના સહેલા ઉપાયો

By GS TEAM
5 Aug 20252 mins read
મોન્સુનમાં ઇએનટીના સીરિયલ ઇન્ફેક્શન્સથી બચવાના સહેલા ઉપાયો

ચોમાસા (મોન્સૂન) દરમિયાન હવામાં વધી જતો ભેજ, બંધિયાર પાણી અને વાયરસના ઉપદ્રવને કારણે બાળકો અને તયસ્કોને કાન, નાક અને ગળા (ઈએનટી)માં ઇન્ફેક્શન્સ થવાની શક્યતા વધી જાય છે. ઇએનટી સર્જન્સ કહે છે કે તમે સમયસર કેઅર (કાળજી) લો અને હાઇજિન જાળવો તો પીડા અને કોમ્પ્લીકેશન્સથી બચી શકો છો. ચોમાસામાં ઠંડો પવન વાય અને રિમઝિમ બારિશનું વાતાવરણ હોટ એટલે સૌને ગમે, પરંતુ આ જ ઋતુમાં કાન, નાક અને ગળા (ઈએનટી)ના ઇન્ફેકશન્સ વધી જાય છે. હવામાં ભેજની ટક્કાવારી વધતા, તાપમાનમાં અવારનનવાર વધારો-ઘટાડો થતા અને દુષિત પાણી અને હવાની શક્યતા ઊભી થતા ઇએનટીના રોગોમાં ઉછાળો આવે છે.

મોન્સૂનના મહિનાઓમાં ઇએનટીની સૌથી સામાન્ય સમસ્યાઓમાં કાનના ઇન્ફેક્શન્સ, ગળામાં સોજો અને શ્વસનતંત્રના ઉપલા ભાગમાં ઇન્ફેશન્સનો સમાવેશ થાય છે. ખાસ કરીને ૪-૧૫ વરસના બાળકોની રોગપ્રતિકાર યંત્રણા (ઇમ્યુન સિસ્ટમ્સ) હજુ વિકસતી હોવાથી એમને આ વ્યાધિઓ થવાની શક્યતા વધુ રહે છે. નાના બાળકોને ડેકેર્સ કે સ્કૂલમાં ઇન્ફેક્શન્સ લાગી શકે છે. જ્યારે જેમને એલર્જીસ, અસ્થમાની તકલીફ હોય અને ઇમ્યુન સિસ્ટમ નબળી હોય એવા ૨૫-૨૬ વય જુથના વયસ્કોને પણ અવારનવાર આ પ્રોબ્લેમ્સનો સામનો કરવો પડે છે.

કાનના ઇન્ફેક્શન્સ મોટાભાગે કાનની નલિકામાં ભેજ જવાથી તાય છે. ભેજ બેક્ટીરિયા કે ફુની માટે ઉછેરકેન્દ્ર જેવો બની રહે છે. મેડિકલ જારગોનમાં એને સ્વિમર્સ ઇયર કહેવાય છે કારણ કે તરવૈયાઓના કાનમાં પાણી રહી જવાની સંભાવના વધુ હોય છે. વાયરસ કે બેક્ટીરિયાના સંપર્કમાં આવવાથી ગળામાં સોજો આવવો પણ કોમન છે. એમાંથી તાવ આવે છે, ગળવામાં તકલીફ પડે છે અને ગ્રંથીઓમાં સોજા આવી જાય છે. જ્યારે નાકનો પેસેજ બ્લોક થવાની સાયન્સ ઇન્ફેક્શન્સ થાય છે એમાં દર્દીને માથુ દુખે છે, ચહેરાના ભાગમાં પીડા થાય છે અને શ્વાસ રુધાય છે.

જો કે કાન, નાક અને ગળાને મોન્સૂનમાં સુરક્ષિત રાખવાના ઉપાયો સહેલા અને હાથવગા છે એટલે ગભરાવાની જરૂર નથી.

ઇએનટી ઇન્ફેક્શન્સથી બચવાની ટિપ્સ

૧) સૌથી પહેલી અને મહત્ત્વની વાત એ કે કાનમાં વરસાદનું પાણી જવા ન દેવું. ચોમાસામાં ભીંજાયા હોઈએ તો કાનમાંથી પાણી તરત લુછી નાખવું.

૨) ભારે વરસાદ પડતો હોય ત્યારે ઇન્ફેક્શનનું જોખમ ટાળવા નાના બાળકોને બને એટલા વધુ ઘરમાં જ રાખવા.

૩) ગિર્દીવાળા વિસ્તારોમાં મોઢા પર ક્લિન માસ્ક પહેરી રાખો, ઠંડા પીણા લેવાનું ટાળો અને ધૂળિયા કે ભારેખમ વાતાવરણથી દૂર રહો કારણ કે એમાં જ સાયનસ અને ગળાના ઇન્ફેક્શન્સ લાગે છે.

૪) સંતુલિત આહાર લઈ શરીરની ઇમ્યુનિટીને બળકટ બનાવો, પુરતી ઉંઘ લો અને બોડીમાં હાયડ્રેશન (પાણીનું પ્રમાણ) જાળવો. પુરતું પાણી પીવાની ટેવ કેળવો.

૫) ચોમાસામાં ગળા કે કાનમાં દુખાવો થાય અને ઘરગથ્થુ ઉપચારથી ૨-૩ દિવસમાં ન મટે તો ઇએનટી સર્જનને કન્સલ્ટ કરો. એમાં વિલંબ ન કરી ક્રોનિક સાયનસ કે શ્રવણશક્તિ ઓછી થવા જેવી ગંભીર તકલીપોથી બચી શકાય છે.

- રમેશ દવે