'વિષાદ'થી વિજ્ય સુધી પહોંચાડતો સંદેશ એટલે 'શ્રીકૃષ્ણની' ભગવત્ગીતા .
ડો.ઉમાકાંત જે. જોષી .
વિશ્વનાં સાહિત્યોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અદ્વિતિય સ્થાન છે. એ સાક્ષાત્ ભગવાનનાં શ્રીમુખેથી નીકળેલી પરમ રહસ્યમય દિવ્યવાણી છે. એમાં અર્જુનને નિમિત બનાવીને મનુષ્ય માટેનાં કલ્યાણ માટે ઉપદેશ આપ્યો છે.
શ્રાવણમાં જેમ આકાશ વાદળાઓથી ઘેરાયેલું રહે છે. તેમ જીવનનાં વિષાદનાં વાદળા પણ મંડાયેલાં રહે છે. તેના નિબીડ અંધકારમાં મનુષ્ય- આપણે દિશા ભ્રમિત થઈ જઈએ છીએ. ભગવત્ ગીતામાં ભ્રમિત થયેલો 'અર્જુન ભગવાનને કહે છે.
'અર્જુનને વિષાય થયા પછી રણનાં યુદ્ધમધ્યે મૂઢતા આવે છે. આ મૂઢતા દરેક વિપરીતતાઓને નોતરે છે. આ અર્જુનો આ જીવનક્રમ આપણો પણ છે. વિષાદથી મૂઢ બનેલા આપણે બધાય કેવી વિપરીતતા વ્હોરી રહ્યા છીએ. આપણાં સમાજમાં વધી રહેલા કલહ-ઝઘડા- સંબંધ વિચ્છેદ, આત્મહત્યા- નિરાશા, અને સમાજમાં ઘટી રહેલી નૈતિકતા સહિષ્ણુતા વગેરે વિપરીતતાઓમાં માનવીની વિષાદી મૂઢતા જ વણસેલી દેખાય છે.
જીવનની દરેક સમસ્યાઓમાં ભગવાનની શરણાગતિ અને ભગવાનની આજ્ઞાા- ઇચ્છાનું પાલન જ સર્વ સમસ્યાઓનું સમાધાન છે. તે ભગવત્ ગીતાનો સાર છે. કર્મયોગ- જ્ઞાાનયોગ- અને ભક્તિયોગના ત્રિવેણીસંગમ પર રચાયેલું પ્રયાગ તીર્થ એટલે જ 'ભગવત્ ગીતા.'
ભગવત્ગીતા એ વિષાદથી વિજય સુધી પહોચાડતો અમર સંદેશ છે. આ અમર સંદેશનો પ્રધાન સૂર છે. અંતમા અર્જુને સ્વિકારાયેલ ભગવાનનો સંદેશ જે સાંભળી અંતમાં કહે છે કે 'કરિષ્યો વચનં તવ'- ' હવે હું તમે કહેશો તેમજ કરીશ.' આપણે સહુ ઇશ્વરને માનીએ છીએ- સ્વિકારીએ છીએ. કથાઓ સાંભળીએ છીએ. આમ ભગવાનને માનીએ છીએ પરંતુ ભગવાનની ઇચ્છાઓ કે તેમનું માનનાર કેટલા ? ગુરૂમાં માનનારા ઘણાં છે. પરંતુ ગુરૂનું માનનારા મેદાન મારી જાય છે.
ભગવત્ગીતામાં અર્જુનનાં આ શબ્દો શિષ્ય ભાવ પ્રગટ કરીને તેનો જીવનરથ વિષાદ્નાં વમળોથી હઠીને વિજ્ય માર્ગ તરફ દોડવા લાગ્યો અને અંતે વિજ્યને વરીને રહ્યો પણ ખરો. જ્યાં ઇશ્વર ઉપર શ્રદ્ધા છે. જ્યાં આત્મવિશ્વાસ છે ત્યાં જ વિજય છે. ગીતાનો અંતિમ શ્લોક આ રહ્યા,
વિષાદનાં વમળોમાંથી- નિરાશામાંથી વિજયની- સફળતાની વરમાળા પહેરવા ભગવાનનાં શરણે જ જવાનું એક જ કાર્ય ગીતા સૂચવે છે. જેના હૈયામાં ભગવાનની ભક્તિ હોય, ભગવાન ઉપર શ્રદ્ધા હોય તેના ઉપર ભગવાનની કૃપા ઉતરે છે. જ્ઞાાન અને બળપણ તેની કૃપાથી જ ઉતરે છે.
વિશ્વનાં સાહિત્યોમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાનું અદ્વિતિય સ્થાન છે. એ સાક્ષાત્ ભગવાનનાં શ્રીમુખેથી નીકળેલી પરમ રહસ્યમય દિવ્યવાણી છે. એમાં અર્જુનને નિમિત બનાવીને મનુષ્ય માટેનાં કલ્યાણ માટે ઉપદેશ આપ્યો છે. આ નાનકડા ગ્રંથમાં ભગવાને પોતાનાં હૃદયના બહુ જ વિલક્ષણ ભાવો ભરી દીધા છે. જેનો આજસુધી કોઈ પાર પામી શક્યું નથી, ન પાર પામે છે, ન પાર પામી શક્શે. એનું અધ્યયન- મનન કરવાથી નિત નવા-નવા જ્ઞાાન- ઉપદેશનાં ભાવો પ્રગટ થયા કરે છે.
ગીતા- ઉપનિષદોનો સાર ગણવામાં આવ્યો છે. અને વેદો ભગવાનનાં નિ:શ્વાસ ગણાય છે અને ગીતા ભગવાનની વાણી છે. તેથી વેદો કરતાય ગીતા વિશેષ છે.
ગીતો કોઈ સંપ્રદાયનો ગ્રંથ નથી માત્ર માનવ જીવનનાં કલ્યાણનો ગ્રંથ છે. કોઈ મતભેદો ગીતામાં નથી. પરંતુ તેની ટીકાઓ લખનારાઓમાં છે. ગીતામાં કહેલું જ્ઞાાન 'બધુ જ પરમાત્માજ છે' આ ખુલ્લી આંખોનું ધ્યાન છે. એમાં ન તો આંખો બંધ કરવાની જરૂર છે. તેમાં ન તો સંયોગ થાય છે ન તો વિયોગની જરૂર ઉભી થાય છે. જે જેવી દૃષ્ટિથી ગીતાને જૂએ છે, ગીતા તેને તેવી જ દેખાય છે.
એટલેજ શ્રી શંકરાચાર્યે કહ્યું છે કે, એક શાસ્ત્ર દેવકીપુત્ર ગીતમ્' આમ ગીતા સર્વે મનુષ્યો માટે સંસારમાં ઉત્પન્ન થતાં વિષાદથી હિંમતવાન બનાવી માનવીને બંધનમાંથી મુક્તિ તરફ લઈ જનારી ભગવાનની અમૃતવાણી છે. માટે છેલ્લે અર્જુન સ્વિકારે છે કે નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધ્વા ।