જેના માટે મહાભારત સર્જાયુ તે દ્રૌપદીનો અંતે અફસોસ

- યુદ્ધથી કોઈને લાભ થતો જ નથી. કેવળ સંહાર જ થાય છે. પછી કૌરવ-પાંડવોનું હોય કે હિટલર-મુસોલીનું હોય કે હાલમાં યુક્રેન-રશિયાનું હોય અંતે અનેક માનવોનો તેમાં સંહાર થાય છે. યુદ્ધનું કારણ માત્ર અહંકાર જ હોય છે
યુદ્ધનો સંહાર જોયા પછી દ્રૌપદીને અંતે જે અફસોસ થયો તે અંત: નો અહેસાસ છે અને જેના માટે થયું - અનેકનો સંહાર થયો તેનાથી તેનામાં અંતકાળે આવેલ કારૂણ્ય ભાવોએ તેને કરૂણામય બનાવી દીધી હતી. યુદ્ધથી કોઈને લાભ થતો જ નથી. કેવળ સંહાર જ થાય છે. પછી કૌરવ-પાંડવોનું હોય કે હિટલર-મુસોલીનું હોય.
મહાભારતનું મુખ્ય પાત્ર દ્રૌપદી પણ છે. દ્રૌપદીની વ્યાખ્યા જોઈએ તો દ્રૌપદીનો અર્થ છે. દ્રૌપદીની વ્યાખ્યા અમર કોષમાં આપી છે. જ્યાં જ્યાં જે મળે તેના ઉપર દયા દેખાડે તે દ્રૌપદી.... તેના પાંચ છોકરાના હત્યારાને પણ માફ કરનાર દ્રૌપદી જ હતી... અને દ્રુપદ નામનો અર્થ રાજા દ્રુપદની બેટી... હોવાથી તે દ્રૌપદી કહેવાણી.
* દ્રૌપદી : દ્રૌપદીનો જન્મ એ એક સાધારણ જન્મ ન હતો. દ્રુપદે એક એવો યજ્ઞા કર્યો હતો કે જેમાંથી એવો પૂત્ર જન્મે કે જે દ્રૌણાચાર્યનો બદલો લઈ શકે. તેમાંથી દ્રૌપદી નો જન્મ યજ્ઞાકુંડમાંથી થયો હતો. તેનો જન્મ ધર્મની સ્થાપના માટે થયો હતો. દ્રૌપદી એ એક દૂર્ગાનો અવતાર પણ ગણાય છે. જે ધરતી ઉપર નિમિત્ત બની પાપીઓના નાશ કરવા માટે થયો હતો. અધર્મ સામે ધર્મનો વિજય કરવા તેનો જન્મ થયો હતો. દ્રૌપદીનાં પાંચ પતિ હોવાનાં પણ એક મહત્વનું કારણ છે કે તેને શિવજીની તપશ્ચર્યા કરી પાંચ વાર સારા પતિની માંગણી કરેલી. જે ધર્મ, બળ, જ્ઞાન, શક્તિ પ્રેમ યુક્ત પતિ મળે તેથી તેમાં પાંચ પતિની પ્રાપ્તિ થઈ હતી. દ્રૌપદી માત્ર એક સ્ત્રી નહતી પરંતુ તે શક્તિવાન યોદ્ધા અને સાહસનું પ્રતિક ગણા છે.
દ્રૌપદીનું મૂલ નામ પાંચાલી હતું. અને તે દ્રુપદ રાજાની પૂત્રી હોવાથી દ્રૌપદી કહેવાણી. પાંચાલ દેશનો યશ વધારનારી હોવાથી તે પાંચાલી નામને વરી જેનો જન્મ દેવતાઓની મનોકામના સિદ્ધ કરવા માટે થયો હતો. તેમજ તે શ્યામ વર્ણની હોવાથી કૃષ્ણા પણ કહેવાણી.
* દ્રૌપદીનુ કઠોર વેણ : મહેલમાં ભૂલભૂલામણી કરી હતી. જમીન હોય ત્યાં પાણી દેખાય અને પાણી હોય ત્યાં જમીન દેખાય. દુર્યોધન ત્યાંથી ચાલવા નીકળ્યો અને ત્યાં પાણી ન દીઠું એટલે તે પાણીમાં તે પડયો જેથી તેના કપડા ભીના થયા. ત્યાં ભીમ અને દ્રૌપદી થોડે દૂર બેઠા હતા. આ જોઈને તેઓ હસ્યા. અને દ્રૌપદી તો બોલીયે ખરી. આંધળાના તો આંધળા જ હોય ને?''
આ સાંભળી ત્યાં રહેલા શકુનિએ કહ્યું : એ તો હજુ ઓછું બોલી, તમારા જેવા આવું સાંભળનારા હોય ત્યાં સુધી શા માટે ન બોલે??
અને દુ:શાસન બોલી ઉઠયો! મામા, હવે અમારાથી સહન થતું નથી, મને તો એમ થઈ ગયું કે આ રાંડનો ચોટલો ઝાલીને ત્યાં જ પછાડું... એવામાં દુર્યોધન બોલી ઉઠયો : 'દુ:શાસન, હવે આનો અપમાનનો બદલો લેવાનો માર્ગ બતાવો. પાંડવોનો ઘાટ ઘડવો છે.'
આ છોકરી-દ્રૌપદી આપણાં કર્ણને મળત, પણ છેલ્લી ઘડીએ આ છોકરીએ જ સત્યનાશ વાળ્યું, મામા કર્ણનો વારો આવ્યો, ત્યારે દ્રૌપદીએ તેને પરણવાની ના પાડી, અને જુગઠુ રમી પાંડવોને હરાવવાની યોજના ઘડી જેમાં 'મહાભારત' રચાયું.
દ્રૌપદીએ પોતાનું શૌર્ય પ્રગટ કર્યું. દ્રૌપદીને જુગારમાં હાર્યા પછી તેને નિર્વસ્ત્ર કરવાની યોજના કરી પણ તેમાં શ્રીકૃષ્ણએ વસ્ત્રહરણ વખતે તેના વસ્ત્રો પૂર્યા.
પાંડવોમાંથી યુધિષ્ઠિરે જ્યારે ક્ષમા માંગવાનો વિચાર કર્યો ત્યાં દ્રૌપદી અકળાઈ ઊઠી. તમારી ચામડાંની આંખો દેખે છે અને તમારા હૈયાની આંખ દેખતી નથી. આ જંગલમાં દુર્યોધને દુર્વાસાને મોકલ્યા આપણને મારી નાખવા.. જયદ્રત્ત મને ઉપાડી ગયો હતો, એ યાદ આવે છે? દુ:શાસને મારો ચોટલો ખેંચીને સભા વચ્ચે લાવ્યો. તે દિવસથી મેં ચોટલો વાળ્યો નથી. ભીમ જ્યારે એ દુષ્ટના લોહીથી મારો અંબોડો વાળશે. ત્યારે જ અંબોડો વાળવાની છું. આ બધું આપ સહુને યાદ છે ને ?' જો આ 'ક્ષમા' માંગવી હોય તો તમો શસ્ત્રો છોડી દ્યો અને દાઢી વધારી ઋષિમુનિઓની જેમ જીવવા માંડો, આવા વચનો વેરનાં દ્રૌપદીએ પાંડવોને કહ્યા હતા. કૌરવો-પાંડવો વચ્ચે કુરુક્ષેત્રનું યુદ્ધ મંડાણું કૌરવોનો વિનાશ થયો. સત્યનો જય થયો. મહાભારતે મહાપુરાણ એટલે નથી કહેવાતું તેમાં વેર-ઝેર ઈર્ષા - અહંકાર સિવાય કહીં નથી.
* કુરુક્ષેત્રની ભૂમિ : કૌરવ-પાંડવોના યુદ્ધ માટે એટલે પસંદ કરવામાં આવી કે તે ભૂમિ ઉપર જે કોઈ મૃત્યુ પામે તો તેને સ્વર્ગ મળે. કુરુક્ષેત્રને ધર્મક્ષેત્ર પણ કહેવામાં આવે છે. આથી જ કુરુક્ષેત્રને યુદ્ધ માટે પસંદ કર્યું. જે હરીયાણામાં આવેલું છે. 'ગીતા' જેવા પવિત્ર ગ્રંથનાં સંવાદો પણ કુરુ ક્ષેત્રમાં જ થયા હતા.









