''ઈશ્વરને ક્યાંય શોધશો નહીં'' .

ઈશ્વરને ક્યાંય શોધવા જવું પડે તેમ નથી ઈશ્વર સાક્ષાત આપણા મા-બાપ સ્વરૂપે હાજરા હજુર છે. મા-બાપની સેવા કરો એટલે ઈશ્વર સદાય પ્રસન્ન રહેશે જે માતા પિતાને સારી રીતે સાચવે છે તે સાચો ભક્ત છે. માતા-પિતાને ક્યારેય દુભાવશો નહીં, માતા-પિતાના આસુમાં પણ હંમેશા આશીર્વાદ હોય છે. દુનિયાનો શ્રેષ્ઠ સુખી માનવ તે છે જેમણે માતા-પિતાને જીંદગીભર સાચવ્યા છે અને સદાય આશિર્વાદ મેળવેલ છે માતા-પિતા પાસે અનુભવનો ખજાનો ભરેલો છે જેટલો લૂંટાય એટલો લૂંટજો.
રત્નકણિકા
હંમેશા પ્રવૃત્તિશીલ રહો કંઈકને કંઈક કામ હાથમાં રાખો મનને નવરૂ થવા દેશો નહીં કહેવત છે નવરા માણસ નખ્ખોદ વાળે આપ હંમેશા પ્રવૃત્તિશીલ રહો. ક્યારેય કોઈનું અપમાન કરશો નહીં બધાને માન આપો બધાને સ્વમાન વ્હાલું છે જેમ આપણને છે તેમ ક્ષણે ક્ષણનો સદુપયોગ કરશો. આવેલી તક ગુમાવશો નહીં, ફરી એવી તક નહીં મળે.
હંમેશા સારા વિચારોનો ખજાનો ભરેલો રાખ જીવન અતિશય સફળ થશે. ઈશ્વર ક્યારેય કોઈને દુઃખી કરતા નથી આપણા કર્મોના કારણે આપણે દુઃખ ભોગવવું પડે છે.
સમય મળે ત્યારે ઈશ્વર ભજન કરશો, ઈશ્વર ભજનથી મન, પ્રસન્ન રહે અને ખોટા વિચારો ચાલ્યા જશે ઈશ્વર સર્વજ્ઞા છે તે આપણા દરેક સારા ખરાબ કાર્યોની નોંધ રાખે છે.
ઈશ્વર કોઈને ક્યારેય દુઃખી કરતા નથી ઈશ્વર સદાય દયાળુ છે અને દરેક પ્રત્યે સતત પ્રેમ રાખે છે એટલે ઈશ્વરને ક્યારેય દોષ દેશો નહીં.
ઈશ્વર દરેકને ન્યાય આપે છે કોઈને પણ અન્યાય કરતા નથી ઈશ્વર ઉપરનો વિશ્વાસ કોઈપણ સંજોગોમાં ગુમાવશો નહીં ઈશ્વર ઉપર સંપૂર્ણ શ્રદ્ધા રાખો. ઈશ્વર ભૂખ્યા જગાડે છે પણ ભૂખ્યાં સૂવાડતા નથી. કીડીને કણ અને હાથીને મણની વ્યવસ્થા કરી આપે છે.
આ દુનિયા સારા લોકોના કારણે જ રહેલી છે એ ક્યારેય ભૂલશો નહીં કોઈને માન ન આપો તે ચાલશે પણ કોઈનું અપમાન કરશો નહીં - અજ્ઞાત
આપણે ઈશ્વરને જોયા નથી, આપણા મા-બાપ ઈશ્વર સમાન છે. ગણેશ ભગવાને પણ માતા-પિતાની પ્રદક્ષિણા કરી માતા-પિતામાં સર્વ તીર્થો માન્યા હતા.
આપણા ઉપર કોઈ ગુસ્સો કરે તો આપણે સહન કરી લેવો જોઈએ જેનું પરિણામ સુખદ આવશે. આપણે દરેક પ્રત્યે દયાભાવ, પ્રેમભાવ રાખવો ક્યારેય કોઈ પ્રત્યે વેરભાવ
રાખવો નહીં. સત્ય દાન-કરૂણા ધર્મને ક્યારેય છોડવા નહીં, ઈશ્વર દરેક ઉપર કૃપા વરસાવે છે તો આપણે પણ આવું કાર્ય ન કરી શકીએ?
- અજ્ઞાત








