Magazines

નાની-નાની બચત આઇડિયાને અનુસરી સ્વ-નુકસાન ન કરો !!

By GS TEAM
28 Jul 20253 mins read
નાની-નાની બચત આઇડિયાને અનુસરી સ્વ-નુકસાન ન કરો !!

સુખી જીવન જીવવા માટે નાણાંકીય બચત જરૂરી છે અને એ માટે આજકાલ તો અવનવા આઇડિયાઝ અમલમાં મુકાતા હોય છે. નાણાં બચાવવા માટે આપણે ઘણીવાર એવા ઉપાય અજમાવતા હોય છે. જે દેખાવમાં ભલેને બચતની અનુભૂતિ આપતા હોય, પણ હકીકતમાં તો તે આપણાં ખિસ્સામાં કારણાં જ પાડી દેતા હોય છે. સ્વાભાવિક જ છે કે બચતને બદલે આવા ઉપાયથી આપણે નુકસાન વેઠવાનો જ વારો આવે છે તો આવો આપણે જાણીએ બચતના આવા બાલિશ આઇડિયા અંગે...

કોઈ સ્ટોરના વિશ્વાસુ ગ્રાહક બનવું

સ્વાભાવિક રીતે જ મોટા-મોટા સ્ટોર્સ એવા લોયલ્ટી પ્રોગ્રામ લાવે છે કે જેના અન્વયે ઉપભોક્તાને એક ખાસ શુલ્કને બદલે સ્ટોરના લોયલટી કસ્ટમર અથવા પ્રીમિયમ કસ્ટમર બનાવવામાં આવે છે. આ પછી સમય સમય પર પોતાના આ ખાસ ગ્રાહકોને સ્ટોર વ્હોટ્સએપ, એસએમએસ કે પછી અખબારી જાહેરાતોના માધ્યમોથી વિશેષ છૂટની સુચના આપવામાં આવે છે. એકવાર લોયલટી ગ્રાહક બનવા માટે શુલ્ક ચુકાવી દેનાર ગ્રાહક એ ડિસ્કાઉન્ટનો લાભ વસુલ કરવા અથવા પોતાને અન્ય ગ્રાહકોની તુલનામાં ખાસ સમજીને છૂટનો ફાયદો લેવાના ચક્કરમાં વિના કોઈ પ્રકારની જરૂરત વિના પણ ડિસ્કાઉન્ટની ખબર મળતા જ સ્ટોરમાં પહોંચી જાય છે અને બિનજરૂરી ચીજો ખરીદી લાવે છે. આથી સ્વાભાવિક છે કે સ્ટોર આવા ગ્રાહકોની તલાશમાં જ હોય છે. મામુલી નફા પર જો તમે પોતાના ક્રેડિટ કાર્ડથી મોટી ખરીદી કરી લીધી હોય અને સમય પર ન ચુકવી થઈ શકે તો વીસ-ત્રીસ રૂપિયાના ડિસ્કાઉન્ટની લાલચમાં તમારે ૨.૫થી ત્રણ ટકા પ્રતિ માસ વ્યાજ ચુકવવું પડે છે, જેનાથી બસોથી ચારસો રૂપિયાનું નુકસાન થઈ શકે છે.

સસ્તા ભાવે વધુ પડતી ખરીદી

એમાં કોઈ સંદેહ નથી કે ઘણીબધી આઇટમો જથ્થાબંધ ખરીદવાથી સારો એવો ડિસ્કાઉન્ટ મળી જાય છે, જે ફાયદાનો સોદો હોય છે. ખાસ કરીને સાબુ, ડિટરજન્ટ, શેમ્પુ, સોસ, ફિનાઇલની બોટલ અથવા લાંબી સેલ્ફ લાઇફ ધરાવતી અન્ય ચીજો, જે આઇટેમ આસાનીથી ખરાબ થવાની શક્યતા ન હોય, તેવી ખરીદી તો ઠીક છે, પણ કેટલાય લોકો આ ફોર્મ્યુલાની દરેક ચીજ અપનાવવા લાગે છે અને લોટ, ફળો, શાકભાજી વગેરે પર પણ આપવામાં આવે છે, જેને કારણે તેમણે સદા નુકસાન જ ઉઠાવવું પડે છે. હવે ચાર સભ્યોના ઘરમાં કોઈ એક ગુણી લોટ અથવા બટાટા લઈ આવે તો તે સડી જવાથી ખરાબ થઈ જાય-નકામાં બની જાય છે. આમાં કેટલાંક પૈસાની બચતને બદલે મોટું નુકસાન ઉઠાવવું પડે છે. લીલા ધાણાં, ટામેટા, કાકડી, મૂળા, ગાજર, પાલક જેવી શાકભાજી સીમિત માત્રામાં જ ખરીદવી જોઈએ કેમ કે એ માંડ ચાર-પાંચ દિવસ જ ટકે છે.

સૌથી સસ્તી વસ્તુ ખરીદવી

સૌથી મોંઘી આઇટેમ જ સારી હોય, એ જરૂરી નથી, પણ નાણાં બચાવવાના ચક્કરમાં જ્યારે તમે ઉપલબ્ધ વિકલ્પોમાંથી તમે જ્યારે સૌથી સસ્તો વિકલ્પ પસંદ કરો છો તો એ પણ બુદ્ધિપૂર્વક લેવાયેલો નિર્ણય નતી કહેવાતો. સૌથી સસ્તી ચીજ જરૂરી નથી કે તમારી જરૂરત અને ગુણવત્તાની કસોટી પર યોગ્ય પુરવાર થતી હોય. સ્વાભાવિક રીતે જ તેની ખરાબ ગુણવત્તાને કારણે આ ચીજવસ્તુઓ યોગ્ય પદ્ધતિથી કામ નથી કરતી અને તમારે નવી ચીજ ખરીદવી પડે છે. સ્વાભાવિક છે કે બીજીવાર ખરીદતી વેળા તમારે સારી ક્વોલિટીની અને જરા મોંઘી ચીજ જ ખરીદવી પડે છે. 

ઉત્તમ ગુણવત્તા ધરાવતી ચીજ થોડી મોંઘી હોય શકે છે, પણ તે કામ પણ વધુ દિવસો સુધી અને વધુ કુશળતાથી કરે છે. હા, આ બાબતમાં બ્રાન્ડ નામ માટે વધુ નાણાં ચુકવવાની જરૂર નથી.

શિપિંગ ચાર્જ બચાવવા માટે વધુ ઓર્ડર

ઓનલાઇન રિટેલર પોતાના સામાન પર છૂટછાટ તો ઘણી આપે છે, પણ કેટલીય ચીજો પર શિપિંગ-ચાર્જ લાગી જાય છે. તો તેને લઈને બન્ને બાબત સરખી પૂરવાર થાય છે અથવા તો કોઇકવાર માર્કેટથી પણ વધુ ચુકવણી કરવી પડતી હોય છે. આવી પરિસ્થિતિમાં સમજી-વિચારીને ઓર્ડર બુક કરવા જોઈએ. કેટલીય વાર ઓનલાઇન બુકિંગમાં એક ખાસ અમાઉન્ટ પછી શિપિંગ ચાર્જ લેવામાં નથી આવતો, પણ જો તમને વધુ સામાનની જરૂરત નહીં હોય, તો માત્ર શિપિંગ ચાર્જ બચાવવા માટે વધુ નાણાં ખર્ચ કરવા નુક્શાનદાયક જ સાબિત થાય છે. બિનજરૂરી સામાન ખરીદીને તેને ૫૦ રૂપિયા બચાવી શકો છો, પણ પાંચસો રૂપિયા ખર્ચ કરી નાખો છે, આથી સારી રીતે સમજી-વિચારીને ખરીદદારી કરવામાં જ સમજદારી છે.