Get The App

અમદાવાદમાં 1977માં પ્રોઢ શિક્ષણના વર્ગો શરૂ થયા હતા

ધરતીનો ધબકાર - દોલત ભટ્ટ

Updated: Jan 25th, 2020

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં 1977માં પ્રોઢ શિક્ષણના વર્ગો શરૂ થયા હતા 1 - image


ધવાયેલા સૌનિકોની સારવાર માટે ખાસ હોસ્પિટલ ભાવનગરમાં પ્રથમ સ્થાપવામાં આવી હતી. તેના પ્રણેતા ભાવનગરના મહારાણી નંદકુવરબા હતા

સમગ્ર નાટ સંગીતમય લખનાર કેસવલાલ શિવરામ મહેતા હતા. તેમણે સંગીત લીલાવતી નાટક લખ્યું હતું.

બીન કોંગ્રેસી પ્રથમ વડા પ્રધાન બનનાર મોરારજી દેસાઇ હતી.

પ્રથમ સિંધમાં રંગભૂમિના પ્રયોગ કરનાર લવજી ત્રવાડી ઉર્ફે સુરદાસ હતા.

સત્યાગ્રહ આરંભે પ્રથમ જેલમાં જનાર મોહનલાલ કામેશ્વર પંડયા હતા.

અમદાવાદ શહેર સુધરાઇના ચૂંટાયેલા પ્રથમ પ્રમુખ ભાઇશંકર નાનાલાલ હતા.

અમેરીકામાં ધર્મ પરિષદમાં હાજરી આપનાર પ્રથમ ગુજરાતી રાધવજી વીરચંદ ગાંધી મહુવા વાળા હતા.

લક્ષ્મીબાઇ સ્ત્રી પુસ્તકાલય અમદાવાદમાં મહિલાઓ માટે પ્રથમ સ્થાપ્યું. મહિલાઓ માટેનું પ્રથમ પાત્ર 'મહિલા મિત્ર' ૧૯૨૧માં પ્રગટ થયેલું.

પ્રથમ વાર્તાકાર સામળ ભટ્ટ હતા. 'સિંહાસન બત્રીસી' અને 'ચુંડાબોતરી' તેમના સચિત્ર વાર્તા સંગ્રહો છપાયેલા ૧૯૨૪માં પ્રથમ ગુજરાત પત્રકાર પરિષદ અમદાવાદમાં મળેલી પ્રથમ મહાસભાનું અધિવેશન અમદાવાદમાં ૧૯૦૨ ના વર્ષમાં મળેલું.

રંગભૂમિના માધ્યમ દ્વારા રાષ્ટ્ર ભક્તિને જાગૃત કરનાર નરસિંહ વિભાકર હતા.

માથેરાનમાં શ્રીરામ અને હનુમાનજીના મંદિર સ્થાપનાર ત્રિભોવન મથુરાદાસ પ્રથમ ગુજરાતી હતી.

વ્રજભાષાની ડીંગળ પીગળની કવિતા શાળા કચ્છના રાવ સ્થાપેલી.

ઇ.સ.૧૯૧૦માં ગુજરાતી શબ્દ કોષનું કાર્ય મણિલાલ છબારામ ભટ્ટે પૂર્ણ કરેલું.

'સ્વદેશવત્સલ' માસિક પણ તેમણે શરૂ કરેલું.

પૃથ્વીરાજ ચૌહાણ 'ઝાંસીની રાણી' પુસ્તકો ગુજરાતીમાં તેમણે પ્રથમ લખેલા લોક આદર પામેલા.

શેકસ્પીયરના ૪ નાટકોનો ગુજરાતીમાં અનુવાદ કરનાર પ્રો.નરભેશંકર પ્રાણજીવન દવે પ્રથમ હતા. ગુર્જર કવિ નડિયાદ નિવાસી 'રત્નદાસ' કૃત હરિચંદ્ર આયધ્યાન ૧૮૯૧માં પ્રથમ મુંબઇમાં છપાયેલું. બ્રિટીશ શાસન સમયે દેશના વોર સેક્રેટરી (બીજા વિશ્વરયુદ્ધ સમયે પ્રથમ ગુજરાતી કપડવંજના શ્રી ચંદુલાલ માધવલાલ (આઇ.સી.એસ.)ત્રિવેદી હતા. આઝાદી આવી તે વખતે ગર્વનર તરીકે આંધ્રમાં નિમણૂંક પામનાર પણ શ્રી ત્રિવેદી પ્રથમ ગુજરાતી હતા. 

સરખેજના ભાણા ઉપાધ્યાયે પોતાના પિતા ઝુંઝાના નામે ઝીઝુવાડા ગામ ઇ.સ. ૧૦૯૩ના વર્ષમાં વસાવેલું.

અમદાવાદના શેઠ મોતીલાલ હીરાલાલે પ્રથમ ફાર્મસી કોલેજ, સ્નાનાગર ગીતા મંદિર, સન્યાસ આશ્રમ સંસ્કૃત પાઠશાળા ગિરનારમાં ધર્મશાળા અજમેરમાં ગુજરાતી શાળાનું મકાન બંધાયેલું.

ગુજરાત સર્વે સંગ્રહ અને કાઠિયાવાડ સર્વે સંગ્રહના પ્રથમ લેખક કવિ નર્મદ હતા.

૨૧નવેમ્બરથી ૧૯૭૭ પ્રોઢ શિક્ષણનો વર્ગ અમદાવાદમાં શરૂ થયો હતો. તેમાં સાંજે ૪:૩૦થી ૫:૩૦ એક કલાક ભણાવવામાં આવતું.દીવાન બહાદુર અંબાલાલ સાકરલાલ દેસાઇ ડો. ઝવેરીભાઇ નારણભાઇ અને અન્ય સેવા આપતા હતા. 

૧૮૪૯થી ૧૯૦૮ સુધીના ગુજરાતી સાહિત્યનો ૬૦ વર્ષનો ઇતિહાસ  સાઠીનું સાહિત્યડાહ્યાભાઇ દેરાસરીએ પ્રથમ લખ્યો હતો.

કચ્છી ભાષાનું લોકસાહિત્ય એકત્ર કરી પ્રગટ કરનાર અજરામર ગોર હતા.

અમેરિકા-ફ્રાંસ વગેરે દેશોમાં પ્રથમ જાદુના ખેલ બતાવનાર મહુવાના મંછા નથુ જાદુગર હતા

પ્રથમ અમદાવાદનો ઇતિહાસ લખનાર મગનલાલ વખતચંદ હતા.

આઝાદી સમયે ગુજરાતી ભાષા જનતાનું પ્રથમ રાજ્ય સૌરાષ્ટ્ર રાજ્ય રચાયું હતું. તેના પ્રથમ પ્રધાન ઉછરંગરાય નવલશંકર ઢબેર હતા.

પ્રથમ વિશ્વયુધ્ધ સમયે ભાવનગરની લશ્કરી ટુંકડી લઇને કેપ્ટન જોરાવરસિંહ ગોહિત યુધ્ધના મેદાનમાં તુર્કી સામે લડયા હતા. 

ધવાયેલા સૌનિકોની સારવાર માટે ખાસ હોસ્પિટલ ભાવનગરમાં પ્રથમ સ્થાપવામાં આવી હતી. તેના પ્રણેતા ભાવનગરના મહારાણી નંદકુવરબા હતા.

૫૭ના ક્રાંતિ સંગ્રામમાં ભાગ લેવા બદલ તોપને ગોળે ઉડાડવાની સજા પામનારને સજા ખમનાર વિજાપુરના વણિક મગનલાલ હતા.

કાઠિયાવાડમાં કેળવણીના બી રોપનાર ભોગીલાલ પ્રાણવલ્લભદાસ હતા.

ગાયકવાડને અમદાવાદ અપાવનાર સેનાપતિ મજમુદાર હતા.

૧૮૩૦માં બ્રીટીશ સરકાર તરફથી ગોલ્ડ મેડલ મેળવનાર સુરતના અરદેશર કોડવાળ હતા.

Tags :