બોડી પિયર્સિંગ કરાવો છો ? શું ધ્યાનમાં રાખશો?
ફેશનેબલ યુવક-યુવતીઓ સ્ટાઈલ માટે પિયર્સિંગ કરાવતાં હોય છે. પિયર્સિંગ કરાવ્યા પછી નવા નવા પ્રકારની એક્સેસરીઝ પહેરવામાં આવે છે. આ પહેલાં ફક્ત કાનમાં જ પિયર્સિંગ કરાવતા હતા, પરંતુ હવે હોઠ, છાતી, હાથ, ભમર અને પેટના ભાગમાં પિયર્સિંગ કરાવે છે. યુવતીઓ પોલકી સ્ટાઈલની એક્સેસરિઝ આકર્ષણનું કેન્દ્ર છે,.
પિયર્સિંગમાં કેટલીક બાબતનું ધ્યાન રાખવું પડે છે. જેમ કે, શરીરના કયા અંગમાં પિયર્સિંગ કરાવવું જોઈએ. તેમ જ ઈન્ફેક્શન ન થાય એ માટે પણ કાળજી લેવી પડે છે. થોડી જ સેકન્ડમાં પિયર્સિંગ થઈ જાય છે, પણ સંપૂર્ણપણે રૂઝાતાં અઠવાડિયાં લાગી જાય છે.
નિષ્ણાતની જરૂરિયાત
અનુભવી વ્યક્તિ પાસેથી જ પિયર્સિંગ કરાવવું જોઈએ. ઉપયોગમાં લેવામાં આવતાં તમામ ઈન્સ્ટ્રુમેન્ટ સ્ટરલાઈઝ્ડ કર્યાં હોવા જોઈએ, નહિ તો ઈન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે. પિયર્સિંગ કરનારી વ્યક્તિએ ડિસ્પોઝેબલ ગ્લોવ્ઝ પહેરેલા હોવા જોઈએ. તમે જ્યાં પિયર્સિંગ કરાવવા માગતા હોય ત્યાં સૌૈપ્રથમ એન્ટિસેપ્ટિક લગાવવું જોઈએ. તમે તમારી પસંદગીની જ્વેલરી ફિટ કરાવી શકો છો. તમને કોઈ ધાતુની એલર્જી છે કે નહીં, એ જાણવું જરૂરીર છે. જેમ કો, જો તમને ચાંદીની એલર્જી હોય તમને ચાંદીની જ્વેલરી પહેરવાથી એલર્જી થઈ શકે છે.
મોઢામાં પિયર્સિંગ
સામાન્ય રીતે યુવતીઓ પેટના ભાગમાં પિયર્સિંગ કરાવતી હોય છે. જોકે, છેલ્લા કેટલાક સમયથી યુવક-યુવતીઓ હોઠ અને જીભ પર પણ પિયર્સિંગ કરાવતાં હોય છે. એમાં રૂઝાતાં ચાર અઠવાડિયાં જેટલો સમય લાગે છે. શરૂઆતમાં તમારે સોજો ઘટાડવા માટે સતત બરફ લગાવતા રહેવું પડે છે. આ સાથે જ ખૂબ ચાવવું પડે એવો ખોરાક ન લેવો જોઈએ. જો તમે હોઠ પર પિયર્સિંગ કરાવ્યું હોય તો રોજ એન્ટિ બાયોટિક ક્રીમ લગાવવું જોેઈએ. બોડ પિયર્સિંગ કરાવ્યું હોય તો લૂઝ (ઢીલા) વસ્ત્રો પહેરવાં જોઈએ. ઉપરાંત કાનમાં પિયર્સિંગ કરાવ્યું હોય તો ફોેન સ્વચ્છ છે કે નહીં, એની કાળજી લેવી જોઈએ. કાનમાં ગંદકી હશે તો કાનમાં ઈન્ફેક્શન લાગવાની શક્યતા રહે છે.