Get The App

પતિ-પત્ની વચ્ચે વાદ વિવાદ

Updated: Nov 18th, 2019

GS TEAM

Google News
Google News
પતિ-પત્ની વચ્ચે વાદ વિવાદ 1 - image


સામાન્ય રીતે દરેક વ્યક્તિ સ્વાર્થી હોય છે. એ સ્વાર્થનું વર્તુળ કેટલાકનું બહુ નાનું હોય,  કેટલાકનું મોટું હોય, તમારા કુંડાળા સાથે પત્નીનું કુંડાળું મળતું ના આવે તો તમને એ સ્વાર્થી લાગે.

અનેક ઘરોમાં રોજ સવાર પડે ને એક યા બીજા નાના કારણસર પતિ-પત્ની વચ્ચે વાક્યુદ્ધ થતું સંભળાય છે.  ક્યારેક  આ વાતનો દોર એકબીજાને મારવાના, હાથાપાઈમાં કે પછીક ચીજવસ્તુના છુટા ઘા કરવા જેવા હિંસક આચરણમાં પરિણમે છે. આવો કંકાશનો માહોલ ઘરના સહુ કોઈને શારીરિક તથા માનસિક રીતે ભાંગી નાંખે છે. આવા ઝઘડા દાંપત્યજીવનને ખાટું કરી નાંખે છે.

 ઝઘડો તો કોઈપણ બે વ્યક્તિ  વચ્ચે થઈ શકે. બે રાજાઓથી આરંભી બે બાળકો વચ્ચેના યુદ્ધનાં દ્દષ્ટાંતો ઈતિહાસમાં શોધવા પડે એમ નથી.  લડવું એ માણસની સાહજિક વૃત્તિ છે. સંસ્કૃતમાં એને 'યુયુત્સા' કહે છે. ભાઈ ભાઈ વચ્ચે ભાઈ બહેેન વચ્ચે, ભાભી દિયર વચ્ચે, પિતા પુત્ર વચ્ચે, માતા પુત્ર વચ્ચે એમ તમામ દુન્યવી સંબંધો વચ્ચે કંકાશ થતો હોય છે. પરંતુ પતિ-પત્ની વચ્ચે ઝઘડો થાય એ આશ્ચર્યજનક અને કંઈક અંશે  દુઃખજનક બાબત છે. પતિ-પત્નીના સંબંધમાં એટલું બધું નિકટપણું હોય છે કે એમની વચ્ચે ઝઘડો થાય એ માનવા જેવું લાગતું નથી.

જે પતિ-પત્ની એમના દૈનિક અને માનસિક મિલન વખતે એક બીજામાં ઓતપ્રોત થઈ જવાનો પ્રયાસ કરતાં હોય છે. 'તારા સિવાયની આખી દુનિયા મારા માટે મિથ્યા છે તું જ મારું સર્વસ્વ છે. તું મારું બીજું હૃદય છે, તું મારો પ્રાણ છે.' આમ સામસામે એકબીજાને વચનો આપતાં પ્રેમીઓ પતિ-પત્ની બને છે અને એકાદ બે વર્ષ તો એકબીજાના વિરહથી આકુળ-વ્યાકુળ બની જાય છે. એજ પતિ પત્ની થોડાં વર્ષો બાદ એકબીજાનાં આ જન્મ દુશ્મનહોય એમ લડવા  લાગે છે ત્યારે આપણને આશ્ચર્ય થાય છે એમનું અગાઉનું સ્વરૂપ સાચું કે આ સ્વરૂપ સાચું એવો પ્રશ્ન આપણને થાય છે.

તત્ત્વજ્ઞાાનીને પૂછીએ તો એ તો એમ જ કહેશે કે એ સમયે એમનું એ વર્તન બરાબર હતું. સાચું હતું અત્યારે એમનું આ ઝઘડાખોરનું વર્તન પણ એટલું જ સાચું છે. પણ લગ્નના કોયડા ઊકેલવા આપણે તત્ત્વજ્ઞાાની પાસે જવાનું નથી, લગ્નના કોયડાને મનોવિજ્ઞાાની જ ઊકેલી શકે.

એથી આપણે વિખ્યાત મનોવિજ્ઞાાની ટ્રુમેન પાસેથી આનો ઉકેલ શોધીશું ડૉ.ટ્રુર્મેને ૭૯૨પતિ અને ૭૯૨ પત્નીઓને પ્રશ્નો પૂછીને પતિ-પત્નીને એકબીજા માટે કયા કયા પ્રકારના પૂર્વગ્રહો હોય છે એની એક યાદી તૈયાર કરી છે, આવા પૂર્વગ્રહોમાં મૂળભૂત રીતે લાગણીના જ હોય એવા અપવાદરૂપ કિસ્સા બાદ કરતાં મોટા ભાગના મુદ્દાઓ તો વ્યક્તિત્વની ખામીઓ જ દર્શાવે છે. આવી ખામીઓ એમના ઉછેરમાંથી ઉદ્ભવી હોય છે અને યોગ્ય શિક્ષણ, ઉમદા વાંચન અને દુનિયાદારીના અનુભવથી એ ખામીઓ દૂર થઈ  શકે છે.

પતિની આ ફરિયાદોમાંથી 'ખીજાઈ જાય છે', 'પ્રેમ રાખતી નથી' કે 'વફાદાર નથી' જેવી કેટલીક ફરિયાદો લગ્નજીવનના પાયા પર જ ઘા કરનારી છે, આવી ફરિયાદો સાચી હોય તો એ પતિ-પત્ની લાંબો સમય સાથે રહી શકે નહીં. આવી ફરિયાદો માત્ર ખોટી ભ્રમણામાંથી  ઊભી થયેલી હોય તો એનો સમય આવતાં નિકાલ થઈ શકે.

આમાંની કેટલીક ફરિયાદો એવી છે કે જે પતિની અણસમજમાંથી  ઉદ્ભવી હોય છે. 'દહેજ લાવી નથી' એવી ફરિયાદ કરનાર પતિ પ્રેમી નથી પણ વેપારી છે. એને પત્નીમાં નથી પણ ભૌતિક ચીજોમાં રસ છે.

'દલીલબાજી બહુ કરે છે' એવી ફરિયાદ કરનાર પતિમાં દલીલ કરવાની શક્તિ ઓછી હશે. એ સામે દલીલો ના કરી શકતો હોય એથી એને દલીલો કરનાર પત્ની ના ગમે. 'એની ફરિયાદો ચાલુ જ હોય છે' આવી સ્ત્રીઓ હોય છે પણ એમની ફરિયાદોનો ઉકેલી  આવી શકે એમ હોય તો પ્રયાસ કરવો એ જ ઉત્તમ માર્ગ છે. મારા શોખમાં ડખલ કરે છે.' મારા ધંધામાં ડખલ કરે છે. 'એવી ફરિયાદ કરનાર પતિ-પત્નીની સાચી વ્યાખ્યા સમજતો નથી, પત્ની એટલે ભાગીદાર, જીવન સાથી એને જીવનના દરેક્ષ ક્ષેત્રમાં ડખલ કરવાનો અધિકાર છે, એ ડખલ કહેવાય નહીં. એને તમારા ધંધામાં રસ હોય એમ પણ બને.

આપણાં શાસ્ત્રોમાં તો કહ્યું છે કે સાચી પત્ની પતિના કામમાં હાથ બટાવે છે, મદદરૂપ થાય છે. 'કાર્યેષુ મંત્રી' જેવી હોય છે. 'પત્ની' સ્વાર્થી અને ધ્યાનહીન છે.' એવી ફરિયાદ કરનાર પતિ માનવવૃત્તિઓનો સાચો પારખું નથી.  સામાન્ય રીતે દરેક વ્યક્તિ સ્વાર્થી હોય છે. એ સ્વાર્થનું વર્તુળ કેટલાકનું બહુ નાનું હોય,  કેટલાકનું મોટું હોય, તમારા કુંડાળા સાથે પત્નીનું કુંડાળું મળતું ના આવે તો તમને એ સ્વાર્થી લાગે.

જલદી ગુસ્સે થઈ જાય છે, ઘમંડી છે અપ્રમાણિક છે. સંકુચિત વૃત્તિની છે. એ બધી ફરિયાદો સાચી હોય તોચ એમાં દોષ એમના ઉછેરનો હોય છે. ઉદાહરણ તરીકે તમે શ્રીમંત ઘરમાં પરણ્યા  હો તો પત્ની  ઘમંડી છે, એવી ફરિયાદ કરવાનો વારો આવશે. શ્રીમંત ઘરમાં ઉછરેલી છોકરી ખૂબ  અભિમાની હશે. 

વાત વાતમાં ચીડિયાં કરવાની ટેવ હોય એ પણ ઉછેરની ખામી છે. એમા ઘરનું વાતાવરણ જ એવું હોય કે નાનપણથી જ ચીડીયાં કરવાની આદત  પડી ગઈ હોય.સૌપ્રથમ આપણે એ જોઈએ કે પુરુષને પત્ની સામે સામાન્ય ફરિયાદો કેવા પ્રકારની હોય છે. ડૉ.ટ્રુર્મેને બનાવેલી યાદી મુજબ પતિની ફરિયાદો આ પ્રકારની હોય છે.

આપણા દેશમાં કન્યા પસંદ કરતાં એનુ ગોત્ર પૂછવાનો, એનું મોસાળ ક્યાં છે એ પૂછવાનો અને એના આસપાસના બધા સંબંધીઓની તપાસ કરવાનો રિવાજ હતો, આ રિવાજ પાછળનું  રહસ્ય આટલું જ હતું.

છોકરીનો ઉછેર જે વાતાવરણમાં થયો હોય એ વાતાવરણે એના વ્યક્તિત્વ ઘડતરમાં ઘણો મોટો ભાગ ભજવ્યો હોય, એથી એનું વાતાવરણ જાણીએ તો એના સ્વાભાવનો ખ્યાલ આવી જાય.

બાળકોનું ધ્યાન રાખતી નથી. અથવા 'ગૃહિણી તરીકેની લાયકાત ધરાવતી નથી. એવી ફરિયાદો કરનાર પતિ પોતાની જવાબદારીમાંથી છૂટી જવા ઈચ્છતો હોય છે, એ પોતે બાળકો તરફ ધ્યાન રાખે અથવા ઘરમાં મદદ કરતો હોય તો આવી ફરિયાદો કરવાનો પ્રશ્ન જ ઊભો ના થાય.

પતિની આવી ફરિયાદો પાછળ ઘણીવાર વજુદ પણ હોય છે, પત્નીઓ આવી ફરિયાદો તરફ લક્ષ આપીને પોતાની અમુક ખામીઓ સુધારવાનો પ્રયાસ કરે તો અચૂક બંનેને ફાયદો થાય.

પતિ-પત્ની વચ્ચેના કહલના કારણો આવા પૂર્વગ્રહો જ હોય છે. આવા પૂર્વગ્રહો દૂર કરવા માટે ઊપરની ૨૮ ફરિયાદો ધ્યાનપૂર્વક વિચારો, આમાંની કેટલીક ફરિયાદો તમને લાગુ પડતી હશે  તમને લાગુ પડતી હોય  તો એ દૂર કરવાનો પ્રયાસ કરો. લગ્ન આખરે તો એક સાધના છે એમાં આવી થોડી મર્યાદાઓ દૂર કરવાનો પ્રયાસ કરવો પડે તો એ સ્વભાવિક ગણી લેવું રહ્યું. સાધના વિના તો સિદ્ધિ ક્યાંથી મળવાની?

- જયવંતી

Tags :