IMPCLLનું ડિસઇન્વેસ્ટમેન્ટ

દિલ્હી સ્થિત ઇન્ડિયન મેડિસીન્સ ફાર્માસ્યુટીકલ કોર્પોરેશન લિમિટેડ (IMPCL)માંનો સરકારી હીસ્સો સ્કાયમેપ ફાર્માને ૧૨૧ કરોડમાં વેચવાને સરકારે મંજૂરી આપી છે. ત્રણ વર્ષ અગાઉ સરકારે વિવિધ કંપનીઓને IMPCL પાસેનો હીસ્સો ખરીદવા અંગે ઓફર કરી હતી. ગત જાન્યુઆરીમાં સરકારે બે કંપનીઓને માન્ય કરી હતી. જેમાં સ્કાયમેપ ફાર્માસ્યુટીકલ કંપની ૧૨૧ કરોડની ઓફર સાથે ટોપમાં રહી હતી. ફાર્માસ્યુટીકલ ક્ષેત્રનું ટર્નઓવર છે. વિશ્વભરમાં ભારતની ફાર્માસ્યુટીકલ કંપનીઓની પ્રોડક્ટ સપ્લાય થાય છે. ભારતનું ફાર્મા સ્યુટીકલ ક્ષેત્રે વર્ષે૩.૧૨ અબજ ડોલર રૂપિયાની દવાઓની નિકાસ કરે છે.
- વરસાદની આગાહી અને ટીંટોડીના ઇંડા
આગામી સિઝનનો વરસાદ દર વર્ષ કરતા ઓછો છે. હવામાન ખાતું કહે છેકે વરસાદની સિઝન દરમ્યાન અલનીનો ઇફેક્ટ રહેશે જેના કારણે વરસાદ નબળો રહેશે. ગયા શુક્રવારનું બજાર નબળા વરસાદના અહેવાલના પગલે અચાનકજ તૂટી ગયું હતું. અલનીનોના કારણે છેલ્લા ત્રણ વર્ષમાં પડેલા વરસાદ કરતાં ઓછો વરસાદ પડશે. કૃષિ ઉત્પાદનો સખત્ત ગરમી, પાણીનો અભાવ અને ખાતરની અછત વગેરેની સીધી અસર હેઠળ આવે છે. ભારતનું શેરબજાર લજામણીના છોડ જેવું છે. નબળા વરસાદના અહેવાલની તેના પર સીધી અસર થાય છે. જ્યારે બીજી તરફ કિસાનો કહે છેકે ટીંટોડીએ સમયસર ઇંડા મુક્યા છે માટે સારો વરસાદ પડશે. પૃથ્વીપરના તમામ જીવો ૪૫ ડિગ્રી ગરમીથી ત્રસ્ત છે. દરેક વરસાદ ઝંખે છે.

મોબાઇલ ઉત્પાદકો માટેની PLI સ્કીમ
ભારતમાં એન્ડ્રોઇડ સ્માર્ટફોનના ઉત્પાદકો વધુ ઉત્પાદન પર ધ્યાન આપી રહ્યા છે કેમકે પ્રોડક્શન લીંક ઇન્સેનટીવ સ્કીમ (PLI) હવે બંધ થઇ રહી છે. એક તરફ ઉત્પાદન સાથે સંકળાયેલા કોમ્પોનન્ટના ભાવો વધી રહ્યા છે તો બીજી તરફ કંપનીઓ ઉત્પાદનની કિંમત ઘટાડવા માંગે છે. કેટલીક કંપનીઓ કોન્ટ્રાક્ટ પર કામ કરાવવા નવી એજંસીઓ શોધી રહ્યા છે. કોન્ટ્રાક્ટ પર કામ કરતી ભારતની સૌથી મોટી કંપનીઓમાં ડિક્સોન ટેકનોલોજી, ભગવતી પ્રોડક્ટ, કાર્બોન અને ડીબીજી કંપનીનો સમાવેશ થાય છે. સરકાર સ્કીમ બંધ કરશે તો મોબાઇલ ઉત્પાદન કરતી કંપનીઓ ભારતમાંજ સ્પર્ધા જોવા મળશે.








