ડિસ્કો લિપ્સ .
- પરત ફર્યો ઘેરા રંગથી ચળકતા અધરનો જમાનો
એ વાત સર્વવિદિત છે કે ૧૯૭૦ થી ૧૯૮૦ દરમિયાન ડિસ્કોની બોલબાલા હતી. અને ડિસ્કો લિપ્સ, એટલે કે ઘેરા રંગની ચળકતી લિપસ્ટિક લગાવવાની ફેશન પણ ચરમ પર હતી. જેમણે ૧૯૮૦ની સાલમાં 'શાન' ફિલ્મ જોઈ હશે તેમને પરવીન બાબીને પ્લમ રેડ કલરની જચળકતી લિપસ્ટિકથી શોભતા હોઠ અચૂક યાદ હશે. તેવી જ રીતે 'કુરબાની' ફિલ્મમાં ઝિન્નત અમાનના રાતા-ચળકતાં અધર શી રીતે વિસરાય? આ બંને ગ્લેમરસ અદાકારાઓ ઉપરાંત તત્કાલીન સમયની ટોચની અભિનેત્રીઓ રેખા, રીના રૉય, શ્રીદેવી પણ ઝગારા મારતાં પ્લમ રેડ કલરની લિપસ્ટિક લગાવવા માટે જાણીતી હતી. એ સમય જ ડિસ્કોનો હતો તેથી ડિસ્કો લિપસ્ટિકનો ઝગમગાટ પણ ચરમ પર હતો.
જોકે ફેશનનું ચક્ર ફર્યું અને મેટ લિપસ્ટિકનો જમાનો આવ્યો. મેટ લિપસ્ટિક લાંબા કલાકો સુધી અધર પર ટકી રહેતી હોવાથી પણ પામેલાઓ આવી લિપસ્ટિક લગાવવાનું પસંદકરતી અને જ્યારે તેમને એમ લાગતું કે ચોક્કસ પ્રકારની પાર્ટીમાં મેટ લિપસ્ટિક નહીં જામે તો તેઓ તેના પર લિપ ગ્લોઝ લગાવીને તેને આછેરો ચળકાટ આપી દેતી. લાંબા વર્ષો સુધી આ ટ્રેન્ડ જારી રહ્યો પણ હવે ડિસ્કો લિપસ્ટિક ધૂમધડાકાભેર પરત ફરી હોય એવો સિનારિયો જોવા મળી રહ્યો છે.
મહત્ત્વની વાત એ છે કે કેટલાંક મેકઅપ આર્ટિસ્ટોએ ડિસ્કો લિપ્સને આધુનિક ટેક્નિકનો સ્પર્શ આપ્યો છે. તેઓ શિમટી- ગ્લોસી તેમ જ ન્યુડ લિપ્સને મેટાલિક લાઈનિંગ આપી રહ્યાં છે. તેવી જ રીતે કેટલીક જાણીતી બ્રાન્ડ ગ્લોસ જ નહીં, ફોઈલ અને જ્લેલ લુક આપતી લિપસ્ટિક પણ બનાવી રહી છે.
હોલીવૂડ સેલિબ્રિટીઓની વાત રીએ તો તાજેતરમાં અમેરિકન ગાયિકા અને અભિનેત્રીઓ ચેર ેતમ જ ડાયના રોઝે ડિસ્કો લિપસ્ટિક લગા વાનો આરંભ કર્યો. જ્યારે લેડી ગાગાએ તો વર્ષ ૨૦૧૦ના આરંભમાં જ ડજિસ્કો લિપસ્ટિક લગાવીને પોતાનું ગ્લેમરસ લૂક દાખવ્યું હતું. જો કે તેણે તેના આ વર્ષે રજૂ થયેલા મ્યુઝિક વિડિયોમાં પણ ઘેરા રાતા રંગની ગ્લોસી લિપસ્ટિક લગાવીને ડિસ્કો લગાવીને ડિસ્કો લિપસ્ટિક કલ્ચર પરત ફર્યું હોવાનું પુરવાર કર્યું હતું.
મેક-અપ આર્ટિસ્ટો કહે છે કે છેલ્લાં કેટલાક સમયથી સેલિબ્રિટીઓ, ટોચની અભિનેત્રીઓ તેમ જ મોડેલોનો ઝોક જિસ્કો લિપ્સ તરફ જોવા મળી રહ્યો છે. તાજેતરમાં હોલીવૂડ સેલિબ્રિટી મિલી સાયરસે તેના 'સમથિંગ બ્યુટિફૂલ....' મ્યુઝિક વિડિયોમાં સ્કિો લિપસ્ટિક લગાવીને ધૂમ મચાવી હતી. તેની જેમ જ દોની કેટ, દુઆ લિપા, હેઈલી બીબર અને રિહાના જેવી સેલિબ્રિટીઓ ડિસ્કો લિપ્સ લગાવીને ઈતરાતી ફરી હતી.
જો કે ડિસ્કો લિપસ્ટિક લગાવવાથી પહેલા કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેમ કે.....
* તમારા હોઠને લિસ્સા-સુંવાળા બનાવવા લિપ સ્ક્રબ અને લિપ બામનો ઉપયોગ કરો.
* તમે જે રંગની લિપસ્ટિક લગાવવાના હો તે જ રંગની લિપ લાઈનરથી ઓષ્ટના આકાર અનુસાર આઉટલાઇન બનાવો.
* સૌથી પહેલા બેઝ લિપ કલર લગાવો. ત્યાર પછી મખમલ જેવી સુંવાળી લિપસ્ટિક લગાવો.
* ઓષ્ટ પર વચ્ચેના ભાગમાં થોડું હોલોગ્રાફિક શાઈન લગાવો. ત્યાર પછી ગ્લોસી લિપસ્ટિક લગાવવાથી લાઈટમાં હોઠ ચળકી ઉઠે છે.