Magazines

લોહચૂંબકના જુદા જુદા આકાર અને ઉપયોગ

By GS TEAM
14 Nov 20251 min read
લોહચૂંબકના જુદા જુદા આકાર અને ઉપયોગ

મેગ્નેટ એટલે કે લોહચૂંબકનો મુખ્ય ગુણ લોખંડની ચીજોને આકર્ષવાનો છે. ઈલેક્ટ્રોનિક સાધનોમાં મેગ્નેટનો વ્યાપક ઉપયોગ થાય છે.

બાર મેગ્નેટ: લાંબી પટ્ટી આકારના બાર મેગ્નેટની ક્ષમતા ઓછી હોય છે. આ મેગ્નેટ દિશાસૂચન માટે હોકાયંત્રમાં વપરાય છે. ફ્રિઝના બારણા વગેરે સાધનોમાં બે સપાટીને જકડી રાખવા પણ ઉપયોગી છે.

હોર્સ શૂ મેગ્નેટ: ઘોડાની નાળ આકારના આ મેગ્નેટ અર્ધગોળાકાર પટ્ટી જેવા હોય છે. તેના બંને છેડા એક જ દિશામાં હોય છે. આ મેગ્નેટ શક્તિશાળી હોય છે. કચરામાંથી લોખંડની ચીજો અથવા લોખંડની વજનદાર વસ્તુ ઉંચકવા તેનો ઉપયોગ થાય છે.

કોઈલ મેગ્નેટ: કોઈલ કે વલયાકારના આ મેગ્નેટને હેલિકલ કોઈલ કે ઈલેક્ટ્રો મેગ્નેટ કહે છે. તે કાયમી નથી પણ ઈલેક્ટ્રિક વડે પ્રવાહ મળે ત્યારે સક્રિય થાય છે. સીડી પ્લેયર, કમ્પ્યુટરની હાર્ડડિસ્ક, ઓટોમેટિક બારણા વગેરેમાં આ મેગ્નેટ વપરાય છે.