Magazines

મગજની વિવિધ કાર્યશૈલી .

By GS TEAM
22 May 20261 min read
મગજની વિવિધ કાર્યશૈલી                                              .

આપણાં નાનકડા મગજમાં વિવિધ કાર્યો કરવા માટે અલગ-અલગ વિભાગો અને કેન્દ્રો હોય છે. મગજ આ બધા કામ કઈ રીતે કરી શકે છે તેનો પૂરો તાગ વિજ્ઞાાનીઓ પણ મેળવી શક્યા નથી. વિજ્ઞાાનીઓએ મગજના ઘણા અભ્યાસ અને સંશોધન કર્યા છે.

મગજમાં અબજો જ્ઞાાનકોષો હોય છે આ બધા કોષો એકબીજા સાથે જોડાઈને મોટી જાળ બનાવે છે. જ્ઞાાનકોષો એકબીજા સાથે ટેન્ડ્રાઇટ નામના મણકાથી જોડાયેલા હોય છે. આ બધું જોવા માટે માઇક્રોસ્કોપ જોઈએ. મગજના આંતરિક ભાગમાં યાદકેન્દ્ર હોય છે. તેના જ્ઞાાનકોષોમાં માહિતી હોય છે. જરૂર  પડે ત્યારે આ કોષો આ માહિતીને કરોડરજ્જુ દ્વારા અવયવોને પહોંચાડે છે. જેથી કાન, નાક, આંખ, ચામડી પોતે સાંભળેલું, જોયેલું, સુંઘેલું અને સ્પર્શેલું યાદ કરી શકે છે 

અને તેમાં નવી માહિતી સંઘરી શકે છે. મગજમાં ટૂંકા ગાળાની અને લાંબા ગાળાની યાદોને સંઘરવા માટે જુદા જુદા વિભાગો હોય છે. વાંચેલું, ભણેલું, અનુભવેલું, લાંબા ગાળાના યાદ કેન્દ્રોમાં સચવાય છે.