ભારતીય ધર્મ સંસ્કૃતિનો સુવર્ણ કળશ, 'શ્રીમદ ભગવદ્ ગીતા...
માગશર સુદ એટલે શ્રીમદ્ ભગવદ્ ગીતાનાં અવતરણનો દિન વિશ્વભરમાં આ એવો એક માત્ર ગ્રંથ છે, જેનાં ઉદ્ભવનો દિવસ ઠેર ઠેર આદરપૂર્વક ઉજવાય છે. ગીતાનાં તત્ત્વજ્ઞાાન ગીતાનાં વિચારો ક્યારેય પુરાણા નહીં થાય, કેમકે તે દરેક વયજૂથ કે વર્ગનાં માનવજીવનમાંની સમસ્યાઓને સ્પર્શે છે. ગીતામાં વિપત્તિને પણ વરદાનમાં ફેરવીને તે પ્રત્યેક માનવમાત્રને સુખી, આનંદી અને પ્રસન્ન જીવનની જડ્ડીબુટ્ટી આપે છે.
ભગવાન શ્રીકૃષ્ણ મહાભારતનાં યુદ્ધમાં અર્જુનનાં સાથી બન્યા, આપણે પણ જો મન, બુદ્ધિથી ભગવાનને પૂર્ણ સમર્પિત થઈને ગીતાનો સ્વાધ્યાય કરીએ, તો શ્રી કૃષ્ણ પણ આપણાં જીવન રથનાં સારથિ બનવા હંમેશા તૈયાર જ છે. માનવજીવનમાં ડગલેને પગલે આવતા પડકારોને ઝીલીને તેનો મક્કમતાપૂર્વક સામનો કરવાની સમજણ ગીતા આપે છે.
જગતમાંનો આ માત્ર એવો ધર્મગ્રંથ છે, કે જેમાં જીવની શિવ તરફ જવાનાં અધ્યાત્મ માર્ગ વિષે સરળ અને પ્રેરકભાષામાં સમજાવ્યું છે. ત્યાર પછીય જો ગીતાકંઠસ્થ કરવાથી 'કરિષ્યે વચન તવ'.નો સંકલ્પ જીવનમાં ન જાગે તો સઘળો વ્યાયામ નિરર્થક ગણાય.
શ્રીમદ્ ભગવદ્ ગીતાનું વિશ્વની ૭૫ ભાષાઓમાં ભાષાંતર થયું છે. ૧૮મી સદીમાં વોરેન હેસ્ટિંગ્સે, વિલ્કીસન પાસે ભગવદ્ગીતાનો અંગ્રેજીમાં અનુવાદ કરાવ્યો, ત્યારબાદ અનેક ભાષામાં તેનું રૃપાંતર થયું. જે પ્રમાણે તુલસીદાસજી રામાયણને લોકભોગ્ય. શૈલીમાં રજુઆત કરી, તે જ પ્રમાણે સંતશ્રી જ્ઞાાનેશ્વરે મરાઠીમાં ગીતા રચી અને તેના પર લોકો સમક્ષ ટિપ્પણી કરી.
ગીતા પર પોતાની રીતે સમજૂતી આપતા મહાત્મા ગાંધીજી, વિનોબા ભાવે, રજનીશજી સૌએ પુસ્તકો લખ્યા. ગીતાજીનાં ૨૪,૪૪૭ અક્ષરોની સુગંધ બગીચાનાં જુદાજુદા ફૂલો જેવી છે. કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં ગીતાનાં શ્લોકોનાં પ્રથમ અધ્યાયથી અઢારમા અધ્યાય સુધીની ભાષા સાતત્યપૂર્ણ છે. મોટા ભાગનાં સંસ્કૃતમાંનાં શ્લોક અનુષ્ટુપની લયમાં છે. જે તેનો છંદ છે.
'વિશ્વનું સૌથી શ્રેષ્ઠ, ધર્મ-અધ્યાત્મ સંવાદમય કાવ્યગીતા છે, જેમાં શ્રીકૃષ્ણ અર્જુનને ગુરુ તરીકે નહીં પણ સખાનાં સહભાવે ઉપદેશ આપ્યો છે, જો કે જેમનું અર્થઘટન જુદા જુદા વિદ્વાનો એ પોતપોતાની રીતે કર્યંણ છે.
સમગ્ર 'ભગવદ્ ગીતા'નો જો સાર જોવા જઈએ તો તેના ૨જા અધ્યાયનાં આ શ્લોકમાં જ આવી જાય છે.
કલૈબ્યં મા સ્મગમ : પાર્થ નેતત્ત્વપ્યુપપદ્યતે ।
ક્ષુંદ્વ હૃદયદૌર્બલ્યં ત્યકત્વોત્તિષ્ઠ પરન્તપ ।।'
ભાવાર્થ : હે પાર્થ ! નપુંસક્તાને વશ ન થાય, તને એ શોભતી નથી, માટે હે શત્રુઓને પડકારરુપ બનનારા હૃદયની આ તુચ્છ દુર્બળતાને ત્યજીને યુદ્ધ માટે તૈયાર થઈ જા. શ્રીકૃષ્ણે અર્જુનને પૃથાપુત્ર તરીકે સંબોધ્યો છે. શ્રી કૃષ્ણનાં પિતા વાસુદેવના બહેન પૃથા હતા. આ રીતે શ્રીકૃષ્ણે અર્જુન સાથેની પોતાની લોહીની સગાઈ હોવાનો નિર્દેશ કર્યો.
રણભૂમિમાં સામે સગા-વ્હાલાઓ જોઈને લાગણીવશ થઈ ગયેલા શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું. હાથમાં શસ્ત્રો લીધા પછી ક્ષત્રિયધર્મ યુદ્ધે ચઢવાની ફરજ બજાવવાનું કહે છે, માટે હે પરમસખા । યુદ્ધ કર । ક્ષત્રિય ક્યારેય યુદ્ધમાં પીછેહઠ કરતો નથી. તેનું કદાચ યુદ્ધમાં હારવું ક્ષમ્ય છે. પણ પીઠ દેખાડવી પાપ છે. તેમની પરંપરા કહે છે, પરિસ્થિતિ ગમે તેવી હોય, પણ તેમાંથી ભાગી ન છૂટો.
અર્જુનની આવી આસક્તિને શ્રીકૃષ્ણે દુર્બળતા માની છે. તેઓ આવી મિથ્યા ઉદારતા અને પોક્ળ અહિંસાનો ત્યાગ કરવા જણાવે છે. આમ 'ભગવદ્ ગીતા એ એક અદ્ભૂત ઝરણું છે, જેના માત્ર આચમનથી પાવન થઈ જવાય છે. સાચા હૃદયથી આતર્નાદ કરો, શ્રીકૃષ્ણ જરૃર આપણો હાથ પકડશે