Get The App

સ્વર્ગમાંથી પૃથ્વી પર ગંગાજીનું અવતરણ કરાવનાર ઇક્ષ્વાકુ વંશના મહાન, તપસ્વી અને કર્મઠ રાજા ભગીરથ

વિચાર વીથિકા - દેવેશ મહેતા

Updated: Feb 20th, 2020

GS TEAM

Google News
Google News
સ્વર્ગમાંથી પૃથ્વી પર ગંગાજીનું અવતરણ કરાવનાર ઇક્ષ્વાકુ વંશના મહાન, તપસ્વી અને કર્મઠ રાજા ભગીરથ 1 - image


ભગીરથે પગના એક અંગૂઠા પર ઉભા રહીને એક વર્ષ સુધી શિવજીની આરાધના કરી. શિવજીએ તેના પર પ્રસન્ન થઈ ગંગાધારણની વાત સ્વીકારી લીધી. 

ભગવાન શ્રીરામના પૂર્વજ ઇક્ષ્વાકુવંશના સમ્રાટ દિલીપના પુત્ર ભગીરથ એમના સત્ય સંકલ્પ અને કઠોર પરિશ્રમ માટે પ્રખ્યાત છે. જેમ ભીષ્મને એમની પ્રતિજ્ઞા માટે સદૈવ યાદ કરવામાં 

આવે છે તેમ ભગીરથને એમના પરિશ્રમ- પુરુષાર્થ માટે યાદ કરવામાં આવે છે. ભીષ્મ અને ભગીરથ નામ ન રહેતાં વિશેષણ બની ગયા છે. આજે પણ કોઈ મોટી પ્રતિજ્ઞા લે તો તેણે' 

ભીષ્મ પ્રતિજ્ઞા' લીધી એમ કહેવાય છે એ રીતે કોઈ કઠિન, અઘરું કામ હાથ પર લે તો તેણે' ભગીરથ કાર્ય કર્યું એમ કહેવાય છે.

ભગીરથના પૂર્વપુરુષોએ ભગવાન કપિલના ક્રોધાગ્નિથી ભસ્મીભૂત થયેલા સાઈઠ હજાર સગરપુત્રોનો ઉદ્ધાર કરવા માટે ગંગાજીને સ્વર્ગમાંથી ધરતી પર લાવવાનો પુરુષાર્થ કર્યો હતો પણ 

તે તેમાં સફળ થઈ શક્યા નહોતા. મહારાજ ભગીરથ રાજસિંહાસન પર આરુઢ થયા અને પ્રતાપી શુરવીર રાજા તરીકે ખ્યાતિ પામ્યા. તે દેવોની સહાય કરવા સ્વર્ગમાં પણ જતા. તે બધી 

રીતે સુખી હતા અને તેમની પ્રજા પણ સુખી અને સમૃદ્ધ હતી. પણ ગંગાવતરણ અને પિતૃઓના ઉદ્ધારનું અધૂરું કામ પૂર ું કરવાની એમનામાં પ્રબળ ઇચ્છા ઉત્પન્ન થઈ. એક દિવસ 

રાજ્યભાર મંત્રીઓને સોંપી તે તપ કરવા નીકળી પડયા. ગોકર્ણ નામના સ્થાન પર જઈને તેમણે ઘોર તપસ્યા કરી. બ્રહ્માએ સંતુષ્ટ થઈને તેમને વરદાન માંગવા કહ્યું. તેમણે બ્રહ્માને 

જણાવ્યું- ' કોઈ એવો ઉપાય બતાવો જેનાથી સ્વર્ગની મંદાકિની (ગંગા) ભૂતળ પર આવી મારા પિતૃઓનો ઉદ્ધાર કરે.' બ્રહ્માએ કહ્યું - હિમાલયની જયેષ્ઠ કન્યા ગંગા પૃથ્વી પર અવતરિત 

થશે. તેમ એનો વેગ ધારણ કરે એવા શિવજીની આરાધના કરો.'

તે પછી ભગીરથે પગના એક અંગૂઠા પર ઉભા રહીને એક વર્ષ સુધી શિવજીની આરાધના કરી. શિવજીએ તેના પર પ્રસન્ન થઈ ગંગાધારણની વાત સ્વીકારી લીધી. શ્રીમદ્ ભાગવતમાં 

ગંગાજીના અવતરિત થયા પૂર્વે એમની અને ભગીરથ રાજાની વચ્ચે થયેલ વાર્તાલાપનું સુંદર નિરુપણ આવે છે. શિવજી એમની જટામાં ગંગાનો વેગ સહન કરશે, એને ઝીલીને પાતાળમાં 

ઉતરી જતાં રોક્શે. એ સમજાયા બાદ ગંગાજીએ ભૂતળ પર આવવા અનિચ્છા કરી. તેમણે કહ્યું- ભૂતળના લોકોમારી અંદર સ્નાન કરી એમના પાપોના નિવારણનો પ્રયત્ન કરશે. પછી તો 

મારી અંદર પાપોના ઢગલે ઢગલા થઈ જશે. હું પુણ્યસલિલા નહીં રહું. 'કિ ચાહં ન ભુવં યાસ્યે નરા મય્યામૃજન્યઘમ્ । મૃજામિ તદધં કુત્ર રાજંસ્તત્ર વિચિન્ત્યતામ્ ।।

લોકો મારામાં પાપ ધોશે, તે પાપ હું ક્યાં દૂર કરું તેનો વિચાર કરો.' એનો ઉપાય બતાવતા ભગીરથે કહ્યું હતું - ' સાધવો ન્યાસિન : શાન્ત । બ્રહ્મિષ્ઠા લોકપાવના : । હરન્ત્ય ધં 

તેડઙગસંઙગત્ તેષ્વાસ્તે હયધભિદ્ધરિ ।। તમને જે પાપ લાગશે તે લોકોને પાવન કરનાર, શાંત, જ્ઞાની, સાધુ અને સંન્યાસીઓના અંગસંગથી ધોવાશે કારણકે તેમનામાં પાપનિવારક 

શ્રીહરિનો વાસ છે.

ભગવાન શિવ વિરાટ રૂપ ધારણ કરી, જટા પાથરીને ઉભા રહ્યા. ગંગાજીએ એમાં અવતરણ કર્યું. ગંગાજીને મનમાં એમ હતું કે મારો પ્રચંડ વેગ શિવજી સહી નહીં શકે. હું એમને જ વહાવીને 

રસાતલ લઈ જઈશ. ભગવાન શિવે તેના અભિમાનને દૂર કરવા એમની જટામાં એવા છૂપાવી દીધા કે તે બહાર જ ન નીકળી શક્યા. ભગીરથે ભગવાન શિવજીની ખૂબ પ્રાર્થના કરી ત્યારે 

તેમણે ગંગાને જટામાંથી બહાર કાઢી બિંદુ સરોવર તરફ વહાવી દીધી. એનાથી ગંગાની સાત ધારાઓ થઈ ગઈ. એમાંથી એ જ ધારાએ ભગીરથનું અનુગમન કર્યું. ભગીરથે દિવ્ય રથ પર 

આરુઢ થઈ ગંગાની આગળ ચાલતા ચાલતા અત્યારે જ્યાં ગંગાસાગર છે. ત્યાં પ્રસ્થાન કર્યું. તે એ જગ્યાએ પહોંચ્યા જ્યાં ભગવાન કપિલે એમની ક્રોધ દૃષ્ટિથી સાઈઠ્ઠ હજાર સગરપુત્રોને 

બાળીને ભસ્મીભૂત કરી દીધા હતા. એમની પાછળ ગંગાજી પણ તેના પરથી પસાર થયા એમનો સ્પર્શ થતાં જ ભગીરથના તમામ પિતૃઓનો ઉદ્ધાર થઈ ગયો.

દેવી ભાગવતમાં ગંગાવતરણ માટે ભગીરથે ભગવાન શ્રીકૃષ્ણની આરાધના કરી હતી એવો ઉલ્લેખ છે. બૃહન્નારદીયપુરાણમાં ભૃગુ મુનિના ઉપદેશથી ભગીરથે ભગવાન નારાયણની 

આરાધના કરી અને એમની કૃપા અને વરદાનથી ગંગાજી ભૂતળ પર અવતરિત થાય એવો પણ નિર્દેશ છે. કલ્પભેદથી આવી ભિન્ન લીલાઓ જોવા મળે છે. મહારાજ ભગીરથે 

ભૂતળવાસીઓને ગંગારૂપે એક એવો અમૂલ્ય નિધિ પ્રદાન કર્યો છે. જેનાથી જ્યાં સુધી આ સૃષ્ટિ ટકી રહે ત્યાં સુધી આપણે એમના ઋણી રહીશું. ભગવાન વિષ્ણુના ચરણોમાંથી ઉત્પન્ન 

થયેલા, ભગવાન વિષ્ણુ વડે પણ પૂજાયેલા ગંગાજી એમના દિવ્ય, પવિત્ર જળથી ભોગ (ભુક્તિ) અને મોક્ષ (મુક્તિ) બન્નેય પ્રદાન કરનારા છે.

Tags :