મહાશિવરાત્રિ : ભોળાનાથ દેવોના દેવ કેમ છે ?
શિવજીનું મૂર્તિ જેમ પૂજન થાય છે. તેમ શિવલીંગનું પૂજન- અર્ચન થાય છે. શિવલીંગએ નિરાકારનું પ્રતિક છે. પરબ્રહ્મનું પ્રતિક છે. રામાયણમાં રાવણે શિવલીંગનું પૂજન કરેલું તેવો ઉલ્લેખ છે.
ભોળાનાથ જગતને કલ્યાણ કરનારા દેવ છે
શં કરોતિ શંકર :।।
સુખ શાંતિ ઐશ્વર્યનો ભંડાર છે. યોગવિદ્વ અને યોગશાસ્ત્રના આવિષ્કર્તા શંકર છે. સંગીત અને નૃત્યકલાના આદ્યાચાર્ય તરીકે નટરાજ શિવને ગણવામાં આવે છે.
ભગવાન શંકર હિમાલયના ધવલ ગિરિશૃંગ કૈલાસ ઉપર વાસ કરે છે. શિવને પામવા શિવરૂપ થવું જરૂરી છે.
ભોળાનાથ જ્ઞાનના દેવ છે. જ્ઞાન એટલે પ્રકાશ.
ભગવાન શિવ જટાધારી છે તેમાંથી સ્વયં ગંગાજી વહે છે. ભારતમાં ગંગા, ગીતા અને ગાય પવિત્ર છે. ભારતની અસ્મિતા ગંગા છે. ગંગાજીમાં ડુબકી મારવાથી પાપોનો નાશ થાય છે. ગંગાનું પાણી એવું વિશિષ્ઠ છે કે ગમે તેટલી વખતે રાખો તેમાં જીવ જંતુ પડતા નથી.
શિવજીની મસ્તકની ગંગા એ જ્ઞાન ગંગાનું પ્રતિક છે.
ભગવાન નિલકંઠ છે ઘણી જગ્યાએ નિલકંઠ મહાદેવે ।
સમુદ્ મંથનથી નીકળેલું હળાહળ ઝેર તેમણે પીધું દેવોએ અમૃત લીધું. અમૃત-દેવ લે વિષ લે તે શંકર આમ દેવોના દેવ એટલે શંકર.
ભગવાનનો નિવાસ સ્મશાન છે. ભસ્મ, કાયમ, લગાડે છે. તે ઉપદેશ આપે છે કે આ શરીર ભસ્મ થવાનું છે તેને પાલન પોષણ ન કરો. હર હર મહાદેવ ! જપતા રાખો ! આ મંત્ર સદા કલ્યાણ કારી છે.
ભગવાન શંકર ત્રિલોચન કે ત્ર્યબંક કહેવાય છે. સૂર્ય ચંદ્ર અને અગ્નિ તેની આંખો છે. ભગવાન શંકર પશુપતિ છે. નેપાળમાં પશુપતિનાથ છે. ભગવાન શંકર જગતને વશમાં રાખનાર જીવના પાલનહાર છે. તેથી તે પશુપતિ કહેવાયા. ભગવાનનું ડમરૂ એ જ્ઞાનનું પ્રતિક છે.
ભગવાન શંકર ઉપર બિલ્વપત્ર ચઢાવવામાં આવે છે. ભોળાનાથને ખુબ જ ગમે છે. ઝેરનું સમન કરવા ગરમીનું ઘેન ઉતારવા બિલ્વપત્રમાં ગુણ છે. ભાંગ ચઢે તો બિલ્વપત્રનો કૂચો કરી તેને પીવડાવવામાં આવે તો ઘેન ઉતરી જાય છે.
શિવજીનું મૂર્તિ જેમ પૂજન થાય છે. તેમ શિવલીંગનું પૂજન- અર્ચન થાય છે. શિવલીંગએ નિરાકારનું પ્રતિક છે. પરબ્રહ્મનું પ્રતિક છે. રામાયણમાં રાવણે શિવલીંગનું પૂજન કરેલું તેવો ઉલ્લેખ છે. શિવનું પૂજન કલ્યાણકારી છે. મહાવદા (14) ચૌદશ મહાશિવરાત્રી માનવને શિવ બનવાની પ્રેરણા આપે છે. શિવની કૃપા મેળવવા શિવરાત્રી કરવી.
શિવો મૂત્વા શિવં વર્જત્ ।।
શિવના થઈ શિવની ઉપાસના કરવી 'શિવ મહિમ્ન સ્તોત્ર' ખાસ વાંચવું સતત ઝેરના આ સંચારમાં પીવે તે શિવ બની શકે.
ભગવાનના મહાદેવમાં શિવજી ઉપર રહેલી જલાધારી અને તેમાંથી ટપકતું ટીપું એ પ્રભુનું સાતત્ય સૂચવે છે.
સર્વના કલ્યાણના દેવ એટલે મહાદેવ કહેવાય છે.
- બંસીલાલ જી.શાહ