Get The App

થ્રી in વન..! .

Updated: Feb 27th, 2020

GS TEAM

Google News
Google News
થ્રી in વન..!                 . 1 - image


જો આનંદ જ કરવો હોય તો સાત્વિક અને સ્વચ્છ કરો ને. તમારો આત્મા સદાય પ્રસન્ન અને રાજી રહે એવો આનંદ માણસે કરવો જોઈએ. ધર્મીપ્રેમી અને ધર્મલોકપ્રેમીની આ એક ફરજ અને જવાબદારી બને છે કે હંમેશ ઉમંગ અને તરંગમાં રહે

ગામમાં આખા ગામની પંચાત કૂટવાવાળાને આપણે ત્યાં અખબારનું ઉપનામ મળતું હોય છે. કોઈપણ સારી-ખોટી વાત એ તમને હોંશે હોંશે કહે.  એનો મનમાં રહેલો સનેપાત કોકની આગળ ઠાલવે એટલે એ રાજી રાજી થઈ જાય. આવા લોકોને છઙ્મઙ્મ ૈંહ ર્ંહી કહી શકાય. ટૂંકમાં સનેપાત કે નિંદા-કૂથલીઓ આનંદની અભિવ્યકિત બની જાય છે આવા લોકો માટે. પણ આવા આનંદમાં કડવાશ હોય છે. તેથી ઘણા લોકો ઉપરથી ગમે તેટલા પૈસેટકે સૂખી હોય પણ અંદરથી ખોખલા હોય છે. અને અભણ માણસ પણ જાણતો હોય છે કે ખોખલું એટલે કેવું ?? ખોખલા માણસોમાં ખાલીપો જ કેવળ ખખડતો હોય છે.

જો આનંદ જ કરવો હોય તો સાત્વિક અને સ્વચ્છ કરો ને. તમારો આત્મા સદાય પ્રસન્ન અને રાજી રહે એવો આનંદ માણસે કરવો જોઈએ. ધર્મીપ્રેમી અને ધર્મલોકપ્રેમીની આ એક ફરજ અને જવાબદારી બને છે કે હંમેશ ઉમંગ અને તરંગમાં રહે. આ સંસારમાં ચારે તરફ એને સુખ અને આનંદ જ દેખાવા જોઈએ. ચાડી-ચુંગલી, નિંદાકુથલી, મોટાઈ અને હલકઈ સાંભળીને પણ એને જ્ઞાાન થવું જોઈએ કે... આ ભાઈ કે બહેન લેવાદેવા વગર જાત ઉપર ત્રાસ ગુજારે છે. ખોટું પોતાનું બી.પી. હાઈ કરી રહ્યા છે. એમને કે મને આમાં ફાયદો શો ? ક્યારે સુધરશે આ ?

એક જમાનામાં આપણે ત્યાં ટૂ ઈન વન કે થ્રી ઇન વન ટેપરેકોર્ડર હતું ત્યારે છપ્પનની છાતી કાઢી મહોલ્લામાં ફરતા હતા ને મોટેથી વગાડતા હતા. ઘેર આવેલા મહેમાનને સ્વીચો ઊંચી નીચી કરીને સિસ્ટમ સમજાવતા હતા. એમનો ટેપ કરેલો અવાજ સાંભળીને બેઉ હસી પડ્તા હતા. કમાલ છે લ્યો. એમ કહીને આપણે બનાવેલું એક ઉપકરણ આપણને આટલો આનંદ આપતું હોય તો પરમપિતા ઇશ્વરે બનાવેલું આ માનવ રમકડું સ્વયં પોતે કેટલો આનંદ લઈ શકે એની કલ્પના જ માણસને હચમચાવી નાખવી જોઈએ. જીવનમાં હસવાના અને રડવાના પ્રસંગો વગર જીવવું નકામું યાર. પણ એ બંને લાગણીમાં હળવાશ હોવી જોઈએ. કન્યાવિદાય કે મા-બાપની વિદાય. દુ:ખસુખની માત્રા તો એક જ હોય છે. છૂપી વાસ્તવિકતા એક જ છે.

અને આ ઇશ્વરે બનાવેલું રમકડું તો છઙ્મઙ્મ ૈંહ ર્ંહી ને પણ પાછળ પાડી દે એટલા વનનું બનેલું છે. અઘોરવન જેવું. ભૂલા પડાય ! પણ આપણે ખાલી થ્રી ઇન વન બનીને રહેશું તો ય કાફી છે. એક ભાઈને પૂછયું તમારી ઉંમર કેટલી ? તો કહે થ્રી ઇન વન જેટલી. મતલબ ? મેં પૂછયું. અરે, યાર મતલબ એટલે હું ૫૫ વર્ષનો બાળક છું, ૫૫ વર્ષનો યુવાન છું ને પંચાવન વર્ષનો બુઢ્ઢો છું. થયું કે નહીં 'થ્રી ઇન વન' હા,હા,હા દો તાલ્લી !!

થ્રી ઇન વન બનવું એટલે કોઈપણ ઉંમરે બાળક જેવુ ભોળપણ રાખવું. જિંદ બાળક કરે ખરું, પણ મનાઈ પણ જાય. બીજુ વન એટલે વિચારો અને વર્તનની યુવાની તમારી બોડીલેંગ્વેજમાં દેખાવી જોઈએ. હતાશા-નિરાશા, નકારાત્મક્તા, અંધશ્રદ્ધા, વહેમ એક તરોતાજા યુવાનને શોભે નહીં. યુવાન એટલે લડવૈયો. પોતાનો જંગ પોતાના ભરોસે ખેલે. ધર્મનો વેપલો ખોલીને બેઠેલા કોઈ ભગવાધારીની આગળ ભોંડા પછાડવાં એવી યુવાની કાયરતામાં ખપે છે ! જેને જન્મ્ય આપ્યો છે એની ઉપર શ્રદ્ધા પૂરીપૂરી સ્થપાવી જોઈએ. હિમત જાત શ્રદ્ધામાંથી મળે. ત્રીજુ વન એટલે બૂઢાપો. પાનખરમાં ય વિચારોની વસંત ફૂટવી જોઈએ. ઘડપણમાં પણ બાળપણ અને યુવાનીની ફોરમ આવવી જોઈએ.

આ ત્રીપૂટી થ્રી ઇન વન માણસમાં જીવતી હશે તો ઇશ્વરનો સાક્ષાત્કાર એને રોજ રોજ થશે. હિમલ પંડયાએ કહેલું જ છે.

તારા થઈ જવાથી મને એ ખબર પડી !

તારા થઈ જવાય ને ! ત્યારે જીવાય છે !.

- અંજના રાવલ

Tags :