Magazines

દિલ્હી મેટ્રો ટુ મેટ્રોપોલીસ .

By GS TEAM
24 May 20262 mins read
દિલ્હી મેટ્રો ટુ મેટ્રોપોલીસ                                           .

દિલ્હીના લેફટ્નન ગવર્નર એલ.જી. સંધુ દિલ્હીને મેટ્રોમાંથી મેટ્રોપોલીસ સિટી બનાવવા પ્રયાસ કરી રહ્યા છે. પહેલાં તે દ્વારકાનો પ્રોજેક્ટ હાથમાં લેશે. મટ્રોપોલીસમાં માત્ર મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ નહીં હોય પરંતુ ત્યાં નોલેજ આધારીત ઉદ્યોગો હશે, ઇનોવેટીવ સેન્ટરો હશે અને વૈશ્વિક રોકાણોના ભાગીદારી વાળી સ્કીમો હશે. દિલ્હીના એલજી માને છે કે મેટ્રો સિટીમાં મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ હોય છે પરંતુ મેટ્રોપોલીસમાં શહેરી ઇકોસિસ્ટમ ઉભી કરાશે. તે માને છે કે દ્રારકા સબસિટીએ માત્ર માનવ વસાહતનો વિસ્તાર નથી તે ઉદ્યોગો અને ઇનોવેટીવ સેન્ટરો સાથે જોડાયેલો હોવો જોઇએ.

- હિન્દુજા ફેમિલી ફરી યુકેમાં ટોપ પર

યુકેના સૌથી વધુ પૈસાદારોની યાદીમાં સતત પાંચમાં વર્ષે હિન્દુજા ફેમિલી ટોપમાં આવ્યું છે. અહેવાલો અનુસાર હિન્દુજા પરિવારની સંપત્તિ ૩૮ અબજ પાઉન્ડ છે. ગયા વર્ષે કુટુંબના વડા ગોપીચંદ હિન્દુજાના ૮૫ વર્ષે અવસાન બાદ તેમના ભાઇ સંજય હિન્દુજા અને ધીરજ હિન્દુજાએ બિઝનેસ સંભાળ્યો હતો. ગોપી હિન્દુજા તરીકે ઓળખાતા ગોપીચંદ હિન્દુજાનો પ્રથમ રહેવાનો ક્રમ તેમના વારસદાર ભાઇઓએ જાળવી રાખ્યો છે. હિન્દુજા ગુ્રપ ૩૮ દેશોમાં વિવિધ ક્ષેત્રે બિઝનેસ કરે છે જેમાં કેમિકલ, રીયલ એસ્ટેટ, ટ્રેડીંગ, હેલ્થકેર વગેરેનો સમાવેશ થાય છે.


દહેજના રાક્ષસનું પ્રાઇસલીસ્ટ

દહેજનો રાક્ષસ વારંવાર ધૂણતો દેખાય છે. અનેક કન્યાઓને તે ગળી ગયો છે. ભણેલા-ગણેલા મૂરતીયાઓનું પરિવાર જાહેરમાં ભલે એમ કહે કે અમારે કશું જોઇતું નથી પરંતુ પડદા પાછળ તે દહેજમાં જોઇતી ચીજોનું  લીસ્ટ પકડાવી દે છે. ભણેલા મૂરતીયાના ભાવનું બિનસત્તાવાર લીસ્ટ સોશ્યલ નેટવર્ક પર જોવા મળે છે. જેમાં આઇએસ કે આઇપીએસ થયેલો મૂરતીયો ૧ કરોડમાં વેચાય છે, ડૉક્ટર કે એન્જીન્યર ૨૦થી ૫૦ લાખમાં વેચાય છે જ્યારે બેંક કે સરકારી કર્મચારી ઓછામાં ઓછા પાંચ-દશ લાખ અને મોંઘી ભેટ સોગાદ સાથે વેચાય છે. લગ્ન પહેલાં અને લગ્ન પછી પણ માંગણી અટકતી નથી.