Get The App

ટામેટાંની વિવિધ વાનગી

દાવત - જ્યોત્સના .

Updated: Mar 3rd, 2020

GS TEAM

Google News
Google News
ટામેટાંની વિવિધ વાનગી 1 - image


ટામેટાની સ્ટફ ખાંડવી

સામગ્રી:

૧ વાડકી  ચણાનો  લોટ,  ૨ વાડકી, મોળી છાશ, ૧ વાડકી ટામેટાનો  રસ,  ૧ ચમચી મીઠું,  ૧ ચમચી આદુ, મરચાંની પેસ્ટ, ૫ ચમચી તેલ, ૧/૨ ચમચી રાઈ, ૧/૨ ચમચી જીરું.

રીત: 

જી સ્ટફીંગ માટે :   ૧/૨  લીલા વટાણાનો  છૂંદો, ૨ ચમચી તેલ, ૧/૨  ચમચી મીઠું, ૧ ૧/૨ લીલા આદુમરચાં વાટેલા, ૧ ચમચી ખાંડ, ૧/૨  લીંબુનો રસ, ૧ ચમચી લાલા કોપરાનું ખમણ, ૧ ચમચી લીલા ધાણા સમારેલા,  ૧/૨ ચમચી ગરમ મસાલો,  ચપટી હીંગ, ૧/૪ ચમચી રાઈ.

જી સુશોભન   માટે:  ગુલાબની  પાંદડીઓ લીલા કોપરાનું  ખમણ ૨ ચમચા,  લીલા ધાણા.

સૌપ્રથમ  ૨ ચમચી  તેલ મૂકી,  હીંગ તથા રાઈ નાંખી  વટાણાનો  સાંજો  શેકવો. બરાબર  ચઢી જાય  એટલે  મીઠું,  ગરમ મસાલો, આદુ-મરચાં, ખાંડ,  લીલા ધાણા, કોપરાનું  ખમણ, લીંબુનો રસ નાંખી  સાંજો તૈયાર કરવો.

ચણાના લોટને  છાશમાં  ઓગાળવો.  ગાંઠા ન પડે તેનું ધ્યાન રાખી  વલોણીથી  એક રસ કરી ૧ વાટકી  લાલ ટામેટાનો  રસ  ગાળીને  નાંખવો. તેમાં મીઠું આદુમરચાંની  પેસ્ટ  બારીક વાટી  નાંખી સ્ટીલની  તપેલીમાં  ગેસ ઉપર મૂકી હલાવ્યા  કરવું.  વેસન  જાડુ  ઠરવા  જેવું થાય એટલે  થાળી ઉપર  જરા તેલનો હાથ  લગાવી ગરમ ગરમ પાતળું  પાથરી તેના ઉપર  તેલમાં  રાઈ- જીરાનો વઘાર કરી  દેવો.  ઉપર  ગરમ પાતળું  પાથરી  તેના ઉપર  તેલમાં  રાઈ- જીરાનો વઘાર કરી દેવો.  ઉપર વટાણાનો  સાંજો પાથરી ચાકુ વડે કાપી ગોળ વીંટળા વાળવા.

એક પ્લેટમાં  આ વીંટળા  મૂકી  આજુબાજુ  ગુલાબની પાંદડીઓથી  સુશોભન  કરવું.  વીંટલા  ઉપર કોપરું  કોથમીર  છાંટી  દેવા.

ટામેટા શક્કરીયા સેવ

સામગ્રી: 

૫૦૦  ગ્રામ   ટામેટા, ૫૦૦  ગ્રામ શક્કરિયા, મરચું, હળદર, ધાણા જીરું,  ખાવાના સોડા,  તપકીર, મીઠું.

સૌપ્રથમ  ટામેટા  તથા  શક્કરીયાને અલગ અલગ  રીતે બાફરી લેવા. ત્યારબાદ  બંનેની  છાલ કાઢી  લેવી.  પછી  એક થાળીમાં  સ્ટીલની  ચારણીમાં  ઊંધી  રાખી  ટામેટા  શક્કરીયાનો  મીક્સ કરેલો માવો ઘસી  મમરી  પાડવી.  જેથી કરીને શક્કરીયાની  રગો તથા ટામેટાની અમુક  બાકી રહેલી  છાલ નીકળી જશે અને  માવો ચોેખ્ખો  થઈ જશે.  પાડેલી   મમરી (માવો)  માં  ચમચી  મરચું,  સ્વાદઅનુસાર  મીઠું, ધાણાજીરું, ખાવાનો ચપટી સોડા તથા સેવ પડે તે માટે તપકીર, માવો  થોડો  પ્રમાણસર થાય  તેટલી  નાખવી.  પછી સરખું  મિશ્રણ  કરી સેવ પાડવાના મશીનમાં  ભરી  તડકામાં પ્લાસ્ટીકના  કાગળ પર સેવ પાડવી.  સૂકાયા બાદ તેલમાં તળી લેવી. 

ટામેટાં  માર્મલેડ  

સામગ્રી: 

૧ કિલો  ટામેટાનો રસ,  ૭૫૦  ગ્રામ ખાંડ, ૧ લીંબુ, ૨ નંગ સંતરાની છાલ

એક  મોટી તપેલીમાં મોટા ટામેટાને  ધોઈ,   તેના કટકા કરી ગરમ કરવા  પાણી જરા પણ નાખવાનું  નહીં, બફાય એટલે  ઉતારી ઠંડા પડે એટલે બરાબર ચોળી  નાખવા.  પછી  તે રસને ગાળી  લેવો.  જેથી  છોડાં  અને બી નીકળી  જાય.  તેમાં ખાંડ અને  નાંખી ગરમ કરવું.  ઘટ્ટ  થાય એટલે ઉતારી લેવું.  સંતરાની  છાલને  પાણીમાં  બાફી લેવી.  છાલ  ઠંડી પડે એટલે તેનો  સફેદ ભાગ  ચપ્પુથી  કાઢી લઈ  છાલની  ખૂબ નાની અને  પાતળી  ગોળ ચીરીઓ  કરવી.  બનાવેલ મિશ્રણમાં  ભેળવી દેવી. ત્યારબાદ  સ્ટરીલાઈઝ  કરેલ બરણીમાં  માર્મલેડ ભરી  લેવું.  તથા  તેને એર ટાઈટ  ઢાંકણ  ઢાંકવું.

સંતરાનો સંદેશ

સામગ્રી:-

 ૩ લીટર ભેંસનું દૂધ, ૩ નંગ સંતરા, દળેલી સાકર પ્રમાણસર, ૧/૨ ચમચી  સાઈટ્રિક એસીડ અથવા લીંબુનો રસ, બદામ પિસ્તા, વરખ.

 દૂધને ગરમ કરવું. ઉભરો આવે એટલે અંદર સાઈટ્રિક એસિડ નાંખી દૂધને ફાડવું. લીંબુનો રસ અથવા દહીં નાંખીને પણ દૂધ ફાડી શકાય. દૂધ બરાબર ફાટી જાય એટલે ઝીણા કપડામાં નાંખી પાણી ગાળી લેવું. માવો કપડામાં રહી જશે. પછી તેને એક થાળીમાં બહાર કાઢી હાથથી ખૂબ મસળવો. દૂધ ફાડતી વખતે ખાસ ધ્યાન રાખવું કે માવો છૂટો પડી ન જાય.

 આ માટે લીંબુ વગેરે પ્રમાણસર નાંખવું. માવો કઠણ રહેવો જોઈએ. પછી અંદર દળેલી સાકર (ખાંડ) નાંખવી. જેટલો માવો હોય તેટલી સાકર લેવી. અંદર એક ચમચી ઓરેન્જનું એસેન્સ નાંખવું. સંતરાને ફોલી અંદરથી ચીરી કાઢી લેવી.

ચીરી લાંબી જ રાખવી. માવાના મોટા લુઆ લઈ પહોળા કરી અંદર સંતરાની ચીરી ભરી એના જેવો ઘાટ હાથેથી બનાવવો, અને એક પ્લેટમાં ગોઠવી ઉપર વરખ લગાડવો. બદામ - પિસ્તા નાંખવા અને પછી ફ્રીજમાં ઠંડુ કરવા મૂકવું.

Tags :