Magazines

દાવત : માણો ટેસ્ટફુલ વાનગીઓ

By GS TEAM
18 Aug 20255 mins read
દાવત : માણો ટેસ્ટફુલ વાનગીઓ

વેજીટેરિયન પિઝા

 સામગ્રી : મેંદો ૫૦૦ ગ્રામ, દૂધ એક કપ, મીઠું એક ચમચી, ચીઝ એક પેકેટ, બિસ્કીટનો ભૂકો ૧૦૦ ગ્રામ, કેપ્સીકમ મરચાં ૨ નંગ, ડુંગળી ૨ નંગ, તલ ૧ ચમચી, ઘી ૨ ચમચા, બેકિંગ પાઉડર ૩ ચમચી, ટોમેટો સોસ અઢી કપ, કોથમીર, લીલાં મરચાં થોડાં, વટાણા ૧૦૦ ગ્રામ, તુવેર ૧૦૦ ગ્રામ, ગાજર નંગ ૧, કોપરાનું ખમણ ૩ ચમચી, મીઠું-ખાંડ પ્રમાણસર,

 રીત : ઉણસીને બારીક સમારવી. ગાજરને છોલી ને વચ્ચેનો પીળો ભાગ કાઢી ઝીણા કટકા કરી. તુવેર વટાણા ગાજર અને ફણસી બધું બાફી લો.

એક વાસણમાં ઘી મુકોસ એક ડુંગળીને ઝીણી કાપી તેમાં નાંખવી. આછી ગુલાબી જેવી થાય એટલે તેમાં મીઠુ લાલ મરચના કટકા, તલ, ખાંડ અને બાફેલા વેજીટેબલ્સ નાખી ઉતારી લેવું. તેમાં બિસ્કીટનો ભુકો, કોથમીર, તજ જાયફળનો પાઉડર અને કોપરાનું ખમણ નાખી તૈયાર કરો.મેંદાના લોટમાં મીઠુ અને બેકિંગ પાઉડર મિક્સ કરી ચાલી લો. તેમાં ઘી અને દૂધ નાખી મસળી એક કલાક રાખી તેમાંથી એક રોટલો તૈયાર કરો. પછી બેકિંગ ટ્રેમાં ઘી લગાડી તે રોટલો મૂકી તેના પર ટોમેટો સોસ પાથરો. ઉપર વેજીટેબલ્સનું પડ કરી તેના પર ખમણેલું ચીઝ અને કોથમીર છાંટી ઓવનમાં વીસ મિનિટ રાખી ઠંડુ પડે એટલે તેના ત્રણ ત્રિકોણાકાર પીસ ગોઠવવા.

ટોમેટો ચીઝ પિઝા

 સામગ્રી : મેંદો ૨૫૦ ગ્રામ, ડુંગળી નંગ ૨, ચીઝ પેકેટ ૧, ટમેટો સોસ પાંચ ચમચી, લીલી ડુંગળી ૧, દૂધ, ઘી, પ્રમાણસર, ડ્રાય યીસ્ટ ૫ ગ્રામ, લીલાં મરચાં નંગ ૪, કોથમીર એક ઝૂડી, ખાંડ બે ચમચી, કેપ્સીકમ (ઘોલર) મરચાં ૫, તજનો, અજમાનો પાઉડર પ્રમાણસર.

 રીત : એક વાસણ લઇ તેમાં બે કપ દૂધમાં ખાંડ અને યીસ્ટ ભેગા કરી ખૂબ હલાવી દસ મિનિટ રહેવા દો. પછી મેંદામાં મીઠું નાંખી ચાળી લો, અને તેમાં યીસ્ટનું મિશ્રણ ભેળવી એક મોટા વાસણમાં ભરી ઢાંકી, તે ફૂલે ત્યાં સુધી રહેવા દો. 

પછી દૂધ લઇ કણકને મસળો, અને તેનો રોટલો બનાવો. પછી ટ્રેને ઘી લગાડવું અને ઉપર મેંદો છાંટી રોટલો મૂકી તેને બેક કરી લો. પછી એક વાસણમાં ઘી મૂકી ડુંગળીને બારીક સમારીને ડુંગળી આછી ગુલાબી થાય ત્યાં સુધી સાંતળો, પછી તેમાં ત્રણ કેપ્સીકમ બારીક સમારીને નાખવા. પછી મીઠુ, ખાંડ, વાટેલા મરચાં, તજ અને અજમાનો પાઉડર અને ટોમેટો સોસ નાખી સહેજવાર રાખી ઉતારી લો. બેકિંગ ટ્રે પર રાખેલા રોટલા પર મિશ્રણ પાથરવું. 

બે કેપ્સીકમની અને લીલી ડુંગળીની રીંગ અને ખમણેલું ચીઝ અને કોથમીર ભભરાવી ઓવનને પહેલાં કરતાં વધુ ગરમ કરી બેકિંગ ટ્રે મૂકી બેક કરો. પછી ઠંડુ પડે એટલે  ત્રણ પીસ કરો.

મકાઇની કટલેટ

 સામગ્રી : બટાટા ૧૦૦ ગ્રામ, બ્રેડ આઠ પીસ, દૂધ ૧ કપ, મકાઇના દાણા ૨૫૦ ગ્રામ, કોથમીર અને વાટેલાં આદુ-મરચાં, મીઠું, મરચું પ્રમાણસર.

 રીત : બટાટાને બાફી તેની છાલ ઉતારી, તેનો છૂંદો કરી માવો તૈયાર કરો. પછી તેમાં પ્રમાણસર મીઠું અને વાટેલા આદુ-મરચાં નાખવાં, પછી બ્રેડને ઝીણો ભૂકો કરવો.

મકાઇના દાણામાં દૂધ નાખી વરાળથી બાફો, પછી તચેને આખાપાખા પીસીને સહેજ તેલ મુકી સાંતલી લો. તેમાં કોથમી, મરચું, મીઠું, તલ અને કોપરાનું ખમણ નાખો.

બટાટાના પૂરણની થેપલી કરી તેમાં આ મસાલો ભરી તેનો લંબગોળ અગર પાન જેવો આકાર આપો. પછી થોડું દૂધ લઇ તેમાં કટલેસ બોળી તેના ઉપર બ્રેડક્રમ્સનો ભૂકો લગાડો અને કડાઇમાં તેલ મૂકી તળી લો.

બ્રેડ પિઝા

 સામગ્રી : મોટી બ્રેડ ૧ પેકેટ, લીલા વટાણા ૨૦૦ ગ્રામ, લીલી મરચાં ૪ નંગ, કોપરાનું ખમણ ૨ ચમચી, ટોમેટો સોસ અડધો કપ, ચીઝ ૧, પેકેટ કોથમીર ૧ ઝુડી, આદુ ૧ ટુકડો, તલ અને ખાંડ એક ચમચી, મીઠું, તજ અને અજમાના પાઉડર.

 રીત : સો પ્રથમ વટાણાને બાફી લેવા, ઠંડા પડી જાય એટલ તેને અધકચરા વાટી તેમાં મીઠું, વાટેલા આદુ-મરચાં, તલ, ખાંડ, કોપરાનું કમણ, કોથમીર અને તજ તતા અજમાનો પાઉડર નાખો. પછી બ્રેડની સ્લાઇસને ગોળ કાપી તેના પર ટોમેટો સોસ પાથરી વટાણાનું લેપર કરી તેના પર ટોમેટો સોસ નાંખી ચીઝને ખમણીને પાથરી, તેના પર કોથમીર ભભરાવો અને ઓવરમાં ૩૦૦થી વધુ ફેરનહાઇટે બેક કરો. 

રાજસ્થાની કચોરી

સામગ્રી : મગની દાળ ૨૦૦ ગ્રામ, આદુ, મરચાં, ઝીણી સમારેલી કોથમીર તજ, લવીંગ થોડા, મેંદો ૩૦૦ ગ્રામ, મીઠું, ખાંડ પ્રમાણસર, હળદર ગરમ મસાલો પ્રમાણસર એક લીંબુનો રસ, આખું જીરૃં થોડું.

રીત : મગની દાળ રાત્રે પલાળી રાખવી. સવારે ધોઇને કોરી કરીને પછી એક તપેલામાં તેલ મુકી દાળ વઘારો. તેમાં સહેજ પાણી નાંખી દાળને ચડવા દો. પછી દાળમાં કોથમીર, લીંબુનો રસ, ખાંડ, વાટેલાં આદુ મરચાં, મીઠું હળદર, મિક્સ કરવા, પછી ત્રણ ચાર લવિંગ તજ, આખું જીરૃં વગેરે વાટીને નાખવું. દાળને ધીમે તાપે હલાવતા રહેવું, મસાલો બદામી જેવો થઇ જાય ત્યાં સુધી સાંતળવો. મેંગો લઇને તેમાં તેલનું મોણ અને મીઠું નાખી ઢીલી કણક બાંધવી, તેની પુરી વણી તેમાં પૂરણ ભરી કચોરી વાળી તેલ ગરમ મૂકી તેમાં તળી લેવી.

ફણગાવેલા કઠોળનો હાંડવો

સામગ્રી : બટાટા ૨૫૦ ગ્રામ, મગ, મઠ અને ચણા દરેક ૧૦૦ ગ્રામ, ઘઉંનો લોટ ૧૦૦ ગ્રામ, મીઠું હળદર, હિંગ, તેલ, આદુ, લીલા મરચાં, વાટેલાં કોથમીર, ઝીણી સમારેલી રાઇ, જીરૃં, તલ પ્રમાણસર.

રીત : સો પ્રથમ બધા કઠોલને ભેગા કરી પલાળો. પછી બધા કઠોળને પણ બાફો. પછી બધું મિકસ કરી તેલ હળદર, આદુ, લીલા મરચાં, કોથમીર સમારેલી નાખીને ઓવનમાં બાફવો. ફણગાવેલા કઠોશનો હાંડવો હોવાથી ટેસ્ટી ઉપરાંત પૌષ્ટિક પણ બને છે. 

ન્સ્ટફડ પોટેટો કટલેસ

સામગ્રી : બટાટા એક કિલો, ખસખસ ૫૦ ગ્રામ, તલ ૨૫ ગ્રામ, આરારૂટ (તપખીરનો લોટ) ૧૦૦ ગ્રામ, સુકું ટોપરૃં ૨૫૦ ગ્રામ, મીઠું, મરચું, ખાંડ, તેલ પ્રમાણસર, આદુ, મરચાં, લસણ થોડું.

રીત : સૌ પ્રથમ બટાટાને બાફી અને કોરા પડે ત્યાં સુધી રહેવા દો. પછી તેની છાલ ઉતારી વાટીને માવો બનાવો. પછી તેમાં મીઠું, વાટેલા આદુ-મરચાં, આરારૂટ ૭૫ ગ્રામ, નાખી મસળીને લોટ બાંધવો.

સૂકા ટોપરાને ખમણી થોડું તેલ મૂકી સાંતળી લો. ઠંડુ થઇ જાય એટલે હાથ વડે મસળો. પછી મરચાંના ઝીણા ટુકડા કરી. તેને તેલમાં સાંતળવા. તલ અને ખસખસને અધકચરા શેકી લો. પછી આ બધું મિક્સ કરી તેમાં મીઠું ગરમ મસાલો, લીંબુનો રસ, સમારેલી કોથમીર, થોડી ખાંડ નાખી મસાલો તૈયાર કરો. બટાટાના બાંધેલા લોટ ઉપર આરારૂટ સહેજ ભભરાવી તેની પુરી બનાવો. તેમાં તૈયાર કરેલા મસાલાનું પૂરણ ભરી પૂરીને બંધ કરી તેનો લંબગોળ આકાર આપી ખસખસ ભભરાવી તવામાં તેલ ગરમ મૂકી તળી લો.

- હિમાની