સ્વાદિષ્ટ નાસ્તો અને નોખી વાનગીઓ
દાવત - જ્યોત્સના .
રસમલાઈ
રબડીની સામગ્રી: ૧ લિટર દૂધ, ૨ ચમચી ખાંડ, ૨ બ્રેડની સ્લાઈસ, ૪ ચમચી કન્ડેન્સ્ડ મિલ્ક, થોડું કેસર, સજાવટ માટે પિસ્તા.
રીત: જાડા તળિયાવાળા વાસણમાં દૂધને ગરમ કરો. બ્રેડનો ભૂકો મિક્સ કરો. દૂધ ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એ ઘટ્ટ ન થઈ જાય. એમાં કન્ડેન્સ્ડ મિલ્ક અને ખાંડ મિક્સ કરો. પાંચ મિનટ ઉકળવા દો પછી ઠંડુ થવા દો.
રસમલાઈના તૈયાર પીસ સિરપમાંથી કાઢી રબડીમાં નાખો. કેસર અને પિસ્તાથી સજાવીને ઠંડુ થવા દો.
સામગ્રી: ૧/૨ લિટર ટોન્ડ મિલ્ક, ૧ ૧/૨ ચમચી લીંબુના ફુલ અથવા ૧/૨ કપ દહીંનું ખાટું પાણી.
થ્રી ઈન- વન ભજિયાં સ્ટિકસ
સામગ્રી: મોટા કદનાં બટાકાં ૨ નંગ, ૨ મોટા કેપ્સિકમ, ૧૦૦ ગ્રામ પનીર, ૧ ચમચો ચાટ મસાલો, ૧/૨ કપ મલાઈ, ૧ કપ ચણાનો લોટ, ૧/૨ કપ ચોખાનો લોટ, ૧ ચમચી હળદર પાઉડર, ૧ ચમચી આમચૂર પાઉડર, ૧ ચમચી મરચું, ૧ ચમચી અજમો, મીઠું સ્વાદ મુજબ, તળવા માટે પૂરતું તેલ.
રીત: ચણાના લોટ અને ચોખાના લોટમાં બધા મસાલા નાખીને ઘટ્ટ ખીરું તૈયાર કરો. બટાકો, પનીર અને કેપ્સિકમના એક સરખા ટુકડા કરો. મલાઈમાં ચાટ મસાલો મિક્સ કરી લો. પહેલાં બટાકાના પીસ પર ચાટ મસાલો લગાવો. એના પર કેપ્સિકમ મૂકો. ફરી ચાટ મસાલો લગાવો.
એના પર પનીરનો ટુકડો મૂકો. ઘટ્ટ ખીરામાં બોળી ધીમા તાપે કડક થાય ત્યાં સુધી તળી લો. નેપ્કિન પેપર પર કાઢી પાતળી સ્ટિક કાપીને સર્વ કરો.
ઘણી વખત ઘરમાં રોટલીઓ વધતી જાય છે. જો વાસી રોટલી ખાવાની ઈચ્છા થતી ન હોય તો તમે તેનો સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કરી શકો છો. એમાંની કેટલીક રીતે નીચે મુજબ છે.
રીત: આ તળેલી રોટલીઓમાંથી તમે પૌૈષ્ટિક ભેળપુરી પણ બનાવી શકો છો. રોટલીઓના નાના ટુકડા કરી લો. તેમાં બાફેલાં બટાકાં, ફણગાવેલા મઠ અથવા ચણા, થોડા સમારેલાં લીલાં મરચાં, સમારેલી ડુંગળી તથા સ્વાદ મુજબ મીઠું, લાલ મરચું, લીંબુ તથા આમલીની ગળી ચટણી મિક્સ કરી ચટાકેદાર અને સ્વાદિષ્ટ નાસ્તો તૈયાર કરી શકો છો.
સૈમોલીના પોટેટો ક્રંચ મંચ
સામગ્રી: ૧ કપ સોજી, ૧ મધ્યમ ડુંગળી સમારેલી, ૨ સમારેલાં લીલાં મરચાં, ૧ ચમચી રાઈ, ૧ ચમચો કાજુના ટુકડા, ૧ ચમચો કિસમિસ, ૨ મોટા કદનાં બાફેલાં બટાકાં, ૧ ચમચી લાલ મરચું, ૧ ચમચી આમચૂર પાઉડર, ૧ ચમચી ચાટ મસાલો, ૧ ચમચો તેલ, મીઠું સ્વાદ મુજબ, તળવા માટે પૂરતું તેલ.
રીત: પેનમાં એક ચમચો તેલ નાખી રાઈનો વઘાર કરો. સમારેલી ડુંગળી અને લીલાં મરચાં નાખી સાંતળી લો. સોજી નાખો અને ધીમા તાપે સોજી ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકો. હવે તેમાં દોઢ કપ પાણી રેડી ઘટ્ટ થાય ત્યાં સુધી ચઢવા દો. બટાકાને મસળીને એમાં બધા મસાલા મિક્સ કરી લો. સોજીના મિશ્રણમાંથી લીંબુ જેટલા આકારના લૂઆ બનાવો. તેમાં વચ્ચે ખાડો કરી બટાકાનું મિશ્રણ ભરો. પછી સારી રીતે બંધ કરી એને કટલેટનો આકાર આપી તળી લો. આમલીની ખટમીઠી ચટણી સાથે પીરસો.