Magazines

ડાકોટા જોન્સનની જિંદગી લીલીછમ્મ છે...

By GS TEAM
16 Apr 20261 min read
ડાકોટા જોન્સનની જિંદગી લીલીછમ્મ છે...

'ફિફ્ટી શેડ્સ ઓફ ગ્રે' ફિલ્મમાં કામ કરીને વર્લ્ડ ફેમસ થઈ ગયેલી ડાકોટા જોન્સનની લાઇફમાં નવો પુરુષ પ્રવેશ્યો છે. એ છે ટકર પિલ્સબરી. એ સંગીતકાર અને ઊભરતો એક્ટર છે. હોલિવુડના ગોસિપ બહાદૂરોને મોજ પડી ગઈ છે, કેમ કે ડાકોટા અને ટકરને પીડીએ (પબ્લિક ડિસ્પ્લે ઓફ અફેક્શન) કરવામાં જરાય સંકોચ નથી. એમની પ્રેમચેષ્ટાઓની તસવીરો જોરદાર વાઇરલ થઈ રહી છે.  ડાકોટા ૩૬ વર્ષની છે, એનો બોયફ્રેન્ડ ૨૮ વર્ષનો છે.  ટકર વિશે સૌના મનમાં ઉત્સુકતા વધી ગઈ છે. ૨૦૧૬માં તેણે મ્યુઝિકલ ટ્રેક્સ રજૂ કરવાનું શરૂ કરી દીધું. 'સિન્સ વેન' મિક્સટેપથી  એણે વિધિવત્ ડેબ્યુ કર્યું. એ જ વર્ષે તેણે 'મોથ' નામનું આલ્બમ રજૂ કર્યું. ટકર પિલ્સબરી હવે અભિનયમાં પણ પદાર્પણ કરી રહ્યો છે. નેટલી પોર્ટમેન તેમજ માર્ક રફેલો સાથે એ 'ગૂડ સેક્સ'માં ડેબ્યુ કરવાનો છે.  ડાકોટા જોન્સનની પહેલાં એ ૅઍમા ચેમ્બરલેન સાથે ડેટિંગ કરતો હતો. ઓક્ટોબર ૨૦૨૩માં તેમનો બ્રેકઅપ થયો. દરમ્યાન ડાકોટા જોન્સનની કરીઅર પૂરજોશમાં આગળ વધી રહી છે. એ 'વેરાયટી'માં અભિનય કરી રહી છે. 'એ ટ્રી ઈઝ બ્લ્યુ'માં એ કેમેરા પાછળ પણ કામ કરવાની છે. તે ફિલ્મની પ્રોડયુસર પણ છે અને ડિરેક્ટર પણ છે. ટૂંકમાં ડાકોટાની પર્સનલ લાઇફ અને પ્રોફેશનલ લાઇફ બન્ને અત્યારે તો લીલીછમ્મ છે.