હિંમત અને આત્મવિશ્વાસ .

- એક વાર્તા... બે ભાષામાં!
- Chandrakant Pathik
તું બીશ માં, કેમ કે
હું તારી સાથે છુંત આમતેમ જોઈશ માં, કેમ કે હું તારો ઈશ્વર છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છેત વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.'
ઘા ટીપટ્ટી વનની પછવાડે એક નાનકડું હરણ રહેતું હતું-એનું નામ હતું કિંજલ. તે ખૂબ નાજુક, ભયભીત અને શંકાશીલ સ્વભાવનું હતું.
ઝાડનાં પાંદડાં પણ ફફડે તો તે ડરી જતું! કોઈ પણ પ્રકારનો અવાજ સાંભળે એટલે તે જીવ લઈને ભાગી જતું.
જંગલના મોટા ભાગનાં પશુઓ કહેતાં, 'આ હરણ જીવનમાં કદી આગળ આવશે નહીં. જો સામે વાઘ આવી જાય તો એને હાર્ટ એટેક જ આવી જાય!'
પણ એક ઊંચા વૃક્ષની બખોલમાં એક બુદ્ધિશાળી પક્ષી રહેતું હતું, લોકો એને ઘુવડ (ઉલ્લુ) કહીને બોલાવતા હતા.
આ ઘુવડે લાંબા સમયથી કિંજલને નિહાળ્યું હતું.
એક સાંજે, જ્યારે જંગલમાં ઘાટીની બાજુએ વાંદરાઓ હોહાકાર મચાવતા હતા, ત્યારે કિંજલ ખૂબ ગભરાઈ ગયું.
તે મદદ અને રક્ષણ માટે ઘુવડ પાસે પહોંચી ગયું.
ઘુવડે શાંતિથી કહ્યું, 'કિંજલ, તું આખા જીવન દરમિયાન આમ જ છૂપાતી, ગભરાતી અને ભાગંભાગ જ કર્યા કરીશ કે કોઈ દિવસે આત્મવિશ્વાસ દાખવીને ઊભી રહીશ?!'
ધપણ હું તો બહુ નબળી છું...!ધ કિંજલ ધૂ્રસકે ધૂસકે રડી પડયું.
ઘુવડે સમજાવ્યું, 'નબળાઈ તારી ચામડીમાં નથી, એ તો તારી માન્યતામાં છે. તારા પગ તેજ છે, તારી પાસે મુશ્કેલીને પારખવાની શક્તિ છે અને તારા હૃદયમાં ઈશ્વર છે.'
તે દિવસથી ઘુવડે કિંજલને રોજ નવો અભ્યાસ કરાવવાની શરૂઆત કરી-શ્વાસ કેવી રીતે નિયંત્રિત કરવો, અવાજને કેવી રીતે ઓળખવો અને પોતાના પર કેવી રીતે નિર્ભર બનવું વગેરે.
ત્યાર પછી, એક અંધારી રાત્રે વાઘ જંગલમાં ઘૂસી આવ્યો. બધાં પ્રાણીઓ ઝડપથી પલાયન થઈ ગયાં. ઘુવડ પણ ઊડીને ઊંચી ડાળે જઈને બેસી ગયું. પણ કિંજલ, જે પહેલાં બહુ ડરતું હતું-તે આ વખતે શાંત રહ્યું અને ઝાડની ઓથમાં ભળી ગયું. જ્યારે વાઘ તેની તરફ આવ્યો, ત્યારે તેણે ઘુવડની સલાહ પ્રમાણે પોતાનો શ્વાસ રોકી દીધો અને યોગ્ય સમયે દિશા બદલીને વાઘને ચકમો આપ્યો!
સવાર થતાં જ જંગલનાં બધાં પશુઓ આશ્ચર્યમાં પડી ગયાં. બધાએ આનંદમાં આવીને બૂમ પાડી, 'કિંજલ બચી ગઈ છે! એ તો સહેજ પણ નબળી લાગતી નથી!'
કિંજલના ભયે હવે એક નવી ઓળખને જગ્યા આપી હતી-ધીરજ અને ઈશ્વર પર અડગ વિશ્વાસ!
નાજુક દેખાતું હોવા છતાં, કિંજલ એક જીવંત ઉદાહરણ બન્યું કે સાચી હિંમત કોઈ બાહ્ય દેખાવ પર આધારિત નથી - તે ભીતરના વિશ્વાસ પર નિર્ભર કરે છે.
બોધપાઠ
ભયને શાંતિથી જીતવો એ જ સાચી શૂરવીરતા છે.
તું બીશ માં, કેમ કે હું તારી સાથે છુંત આમતેમ જોઈશ માં, કેમ કે હું તારો ઈશ્વર છું. મેં તને બળવાન કર્યો છે, વળી મેં તને સહાય કરી છેત વળી મેં મારા પોતાના ન્યાયના જમણા હાથથી તને પકડી રાખ્યો છે.'
Courage and Self-Confidence
"Do not fear,
for I am with you; do not look here and there, for I am your God. I have strengthened you, moreover I have helped you; moreover I have held you with the righteous right
hand of my own."
B ehind the thick-forested valley, a small deer lived-her name was Kinjal. She was of a very delicate, fearful, and suspicious nature. Even if the leaves of a tree rustled, she would get scared! Hearing any kind of sound, she would run for her life. Most of the animals of the forest used to say, "This deer will never move forward in life. If a tiger comes in front of her, she will get a heart attack!"
But in the hollow of a tall tree, a wise bird lived; people called him an owl (Ullu). This owl had observed Kinjal for a long time. One evening, when the monkeys were creating an uproar on the side of the valley in the forest, Kinjal became very frightened. She reached the owl for help and protection.
The owl said calmly, "Kinjal, will you keep hiding, getting scared, and running around like this during your entire life, or will you show self-confidence and stand up one day?!" "But I am very weak...!" Kinjal cried, sobbing bitterly. The owl explained, "Weakness is not in your skin, it is in your belief. Your legs are swift, you have the power to sense trouble, and God is in your heart."
From that day, the owl started giving Kinjal a new practice every day-how to control breathing, how to identify sounds, and how to become dependent on oneself, etc.
After that, on a dark night, a tiger entered the forest. All the animals quickly fled. The owl also flew and went to sit on a high branch. But Kinjal, who used to be very afraid before-remained calm this time and blended into the shelter of a tree. When the tiger came toward her, she held her breath according to the owl's advice and tricked the tiger by changing direction at the right time!
As soon as it was morning, all the animals of the forest were astonished. Everyone, getting into a joyful mood, shouted, "Kinjal has survived! She does not look weak at all!" Kinjal's fear had now given way to a new identity-patience and unwavering faith in God! Despite looking delicate, Kinjal became a living example that true courage does not depend on any external appearance - it relies on inner faith.
Moral Lesson
"Conquering fear with calmness is true bravery."
"Do not fear, for I am with you; do not look here and there, for I am your God. I have strengthened you, moreover I have helped you; moreover I have held you with the righteous right hand of my own."








