Get The App

કપલ્સ ફાઈટ્સ: પ્રેમ વધારી શકે, વિખવાદ વિસ્તારી શકે...

Updated: Feb 24th, 2020

GS TEAM

Google News
Google News
કપલ્સ ફાઈટ્સ: પ્રેમ વધારી શકે, વિખવાદ વિસ્તારી શકે... 1 - image


હું તમારી  સામે  દલીલ કરતી હોઉં  કે ઝઘડો. તમારે ચિંતા નહીં કરવી, પણ જ્યારે  દલીલ કરતી બંધ થઈ જાઉં  તો સમજાવાનું  ઝઘડો કરવા માટે મારી પાસે કશું બચ્યું  નથી.  ૨૦૧૨ માં યુનિવર્સિટી ઓફ મિન્નેસોટાના  પરિવાર- કલ્યાણ  વિભાગના  એક અભ્યાસનો  એવું જાણવા મળ્યું  છે કે ભારતમાંના પરિણીત  દંપતી માંના  ૪૪ ટકા  એવું    માને  છે કે અઠવાડિયામાં  એક વખતથી  વધુ સમય ઝઘડો  થાય છે તો તેમના વચ્ચેની સંદેશ  વ્યવહારની  ચેનલ  ચાલુ  રહે છે,  આના  વિના તેઓ  એકલા પડી ગયા  હોય કે તેમને કોઈ સાંભળતું જ નથી,  એવું  અનુભવે  છે.

વાસ્તવમાં  દંપતી,  વિવિધ જોડકાં  કપલ વચ્ચે વારંવાર  ઝઘડાં  થતાં  હોય છે,  પણ  તેના કારણો   ભલેને   ગમે એટલા જુદાં હોય પણ તેનું  એક જ લક્ષ્ય  હોય છેકે એકબીજા  પર વર્ચસ્વ  જમાવવું,  એકબીજાની  ભૂલ  અંગે  કાન આમળવો કે પછી અન્ય બાબતો જેમ કે નાણાં , સોશિયલ  મીડિયાનું વળગણ, સ્ક્રીન ફાઈટ્સ, સ્માર્ટફોન્સ વગેરેનો  સમાવેશ થાય છે.  જો કે આ બધા ઝઘડા- વિખવાદ-વિવાદનો અર્થ  એ નથી થતો  કે અલગ પડી જવું,  કુટુંબ- વિચ્છેદન કરવું વગેરે.....  અહીં  એવા જ કેટલાંક  ઝઘડાનું  વિવરણ  કરવામાં આવ્યું છે.....

(૧) નાણાં 

તમને ખબર છે તમે  તમારી  સાથે  શું કરી રહ્યા  છો?

ભાગીદારોમાં  એ વાત સાવ  સામાન્ય  છે કે નાણાં  અંગે તેઓ  સાવ  જુદી રીતે વિચારે છે.  કેટલાક  લોકો નાણાંકીય  રીતે એકદમ  રૂઢિચુસ્ત  હોય તોબીજા, તેમની  બચતના નામે  લાઈફસ્ટાઈલ  જીવવાનું  વિચારતા  હોય છે.

'મારા પતિ સદા  અને કહેતા હોય  છે કે તને ખબર છે તું તારા નાણાં સાથે શું  કરી રહી છે?  એમ કહે છે ૨૮ વર્ષની  શીલા શર્મા,  જે લાઈફસ્ટાઈલ  બ્લોગ સંભાળે છે. 'તે કાયમ  જ ઈન્વેસ્ટમેન્ટ અને સેવિંગની દ્રષ્ટિએ   જ  વિચારતા  હોય છે.  દર મહિને  તેમની  ખર્ચાની  યાદી  તૈયાર  હોય   હું  વધુ  રિલેક્સ  બની જાઉં  છું  અને અને આ બધા  નાણાં ક્યાં જાય  છે, તે અંગે  હું ભાગ્યે જ  પ્રશ્ન  કરું  છું. એમ શીલાએ  તેના પતિ  સુરજિત  માટે જણાવ્યું,  જે ૩૧  વર્ષનો છે અને એમએનસીમાં  સેલ્સ  અને માર્કેટિંગમાં કામ  કરે  છે.

૨૪ વર્ષની  લવલીન કૌર, જે છેલ્લા  ચાર વર્ષથી  તેના સિનિયર  આદિત્ય  મહેરા સાથે ડેટિંગ કરે છે. એ બંનેમાં  નાણાકીય  રીતે સૌથી વધુ રૂઢિચુસ્ત  છે.   હું  તેની સરખામણીમાં બચતમાં વધુ ફેવર  કરું  છું આથી, મેં નાણાં  માટે  તેમની સાથે ઝઘડાંનો  અંત લાવી  દીધો  છે.  આમ,  મેં માત્ર મોટા ખર્ચા કરવા પર કાપ મૂકી દીધો છે અને સાવ અટકાવી દીધું  છે.

(૨) લાઈફ સ્ટાઈલ 

'હું તમારી  મર્સિડિઝ માં બેસીશ જ નહીં'

પંખી  ઊડે  છે તોય તેની પાંખ વિરુધ્ધ દિશામાં  હોવા છતાં સરખી ઝડપે  ઊડે  છે.  આ પરથી જ  ફલિત  થઈ  જાય  છે કે કેરિયર  બનાવનારી  અને લાઈફસ્ટાઈલ પસંદ કરનારી દંપતીઓમાં  ઘણા  એકબીજી  સારી રીતે એકબીજા સાથે સંકળાયેલા  હોય  છે.  આમાં  એક ભાગીદાર  વધુ રૂઢિચુસ્ત  અને બીજો  ભાગીદાર  શક્તિનું  વધુ  પ્રદર્શન  કરે  છે અને મહત્ત્વાકાંક્ષી  હોય છે.

હું   હાઈપર એક્ટીવ  છું,  પણ વિશાલ  નિષ્ક્રિય  રહે  છે. ઊર્મિલા  શર્મા (૩૧)  ડિજિટલ  એજન્સીની  વાઈસ - પ્રેસિડન્ટ  છે તો તેનો પતિ ૩૨ વર્ષનો વિશાલ  શાહ એક સ્ક્રીન રાઈટર  છે.

એ મહત્ત્વાકાંક્ષી બને એવું  મને ગમે.  તાજેતરમાં  હું  તેના પુસ્તક  લખવાના શોખ અંગે સતત  વાંક કાઢતી રહી. તેના કામ માટે મેં  ઝઘડા કર્યાં અને  તેણે  મારી  વર્કોહોલિઝમની  આદત અંગે  મારી સાથે ઝઘડો  કર્યો.

૨૯  વર્ષનો  દીપા પણ એક લેખક  છે અને તેની ૩૩ વર્ષનો પતિ  કરણ ટેક-પ્રોફેશનલ  છે. અને  બેંગલુરુમાં  રહે  છે. 'કરણ તેના પરિવાર  સાથે રહી વિકસી  રહ્યો હતો  ત્યારે કહેતો  કે  મારા પરિવારને કંઈ વધુ જોઈતું નથી. હવે જ્યારે હું વધુ કમાવા લાગી છું ત્યારે તેના કાયમ મોટા પ્લાન જ  હોય છે જેવા કે મોટું ઘર લેવું.  એ  મને પ્રસંગોચિત કહેતો  રહે  છે કે તે મર્સિડિઝ   ખરીદવા  માગે છે અને એ માટે  હું  તેની સાથે ઝઘડું  છું.  હું કંઈ મોટી ખર્ચાળ વ્યક્તિ નથી અને લો-કી  લાઈફસ્ટાઈલ  મને  ગમે  છે આથી  અમારી  ફાઈટ  મારી ચીસાચીસ  અને બૂમબરાડા  પર આવીને  અટકે  છે. હું તારી ૈ મર્સિડિઝમાં  બેસવાની નથી.'  એમ દીપા  કહે  છે. 

(૩) સ્ક્રીન  ફાઈટ 

ઓટીટી  પ્લેટફોર્મ અને પ્રચંડ  ક્રોધ 

શહેરના  મિલેનિયમ  હોમ  એન્ટરટેઈનમેન્ટ  અનુભવ  એટલે  દોઢ હજાર જેટલા  એપ્સ અને સ્ટ્રીમિંગ  સર્વિસીસ  પર ટીવી શો જોવા અથવા   ફિલ્મી જોવી  થાય છે. ૨૦૧૬માં  થયેલા અભ્યાસ  પરથી  એવું  જાણવા મળ્યું  છે કે યુઝર્સ  સરેરાશ ૧૮  મિનિટ  તેની પાછળ  વિતાવે  છે.  આ પરથી  સાબિત  થાય  છે કે  ડીટીએસ ટેલિવિઝન  દર્શકો  કરતાં લગભગ   બમણો  સમય તેઓ વિતાવે  છે.

 જો  આ સ્ક્રીન  શેર કરવાની વાત આવે  તો બે જણા ૧૮ મિનિટ  ઝઘડામાં  વિતાવે છે. એમ  કહે છે કે  સંદીપ. 'જેનો  દિવસ સૌથી  ખરાબ ગયો એ વિનર નીવડે  છે.

ગેમ  ડિઝાઈનર  રઝવાન  હુસૈન  (૨૬)  અને મેન્ટલ હેલ્થ પ્રોફેશનલ ઈશિતા ખેતિયા(૨૫)  કહે છે, 'જ્યારે  પણ ફિલ્મ  કે ટીવી  સીરિઝની  વાત આવે ત્યારે  એકસરખો  ટેસ્ટ બંનેનો  નહીં  હોવાથી  અમારી વચ્ચે વિખવાદ  જાગે  છે. 'ઈશિતા મને દંભી માને  છે કેમ કે મને જે કન્ટેન્ટ  ગમે છે તેને  આધારે  એ નક્કી  કરે  છે.  કોઈપણ  ફિલ્મ અડધી  પૂરી થાય,  હું તે કદીય  ભલામણ  નથી કરતો.  તેને ખબર  હોય છે  ફિલ્મ  ઘણી ખરાબ  છે, પણ  હું એ રાઉન્ડ  જીતી જાઉં  છું,   એમ તે  કહે છે.  રઝવાનને  ગમતી ફિલ્મ કે ટીવી  શો  હોય  અને બંને સાથે  બેસીને એ જોતા હોય  ત્યારે ઈશિતા  અગાઉના  બાકી રહેલા  શોને જોવાનો  આગ્રહ રાખે છે.

આજે  હવે સ્ટ્રિમિંગ સેવાઓ  મલ્ટીપલ   પ્લેટફોર્મ્સ  જેમ કે સ્માર્ટ  ટીવીથી માંડીને  હાથના ફોન સુધી  આ ઉપરાંત અન્યત્ર  પણ તમે તેને જોઈ શકો છો.

અમે  ડિવાઈસ - લોગિંગ કરવા  બાબતે  પણ  ઝઘડતાં  હોઈએ છીએ, એમ કહે છે. સુવર્ણા  જે એક મીડિયા  કંપનીના  બિઝનેસ  ડેવલપમેન્ટ  મેનેજર  તરીકે કામ કરે  છે અને તેનો  પતિ અફઝલ  ફિલ્મ સર્જક  છે.

(૪)  સ્માર્ટ  ફોન્સ

મુશ્કેલીનું જાદુઈ યંત્ર

સ્ક્રીન  થકી  વિશ્વ સંતુષ્ટ  થઈ  જાય છે,  એ પછી સ્માર્ટ  હોય કે પછી અન્ય.  એ કબૂલે  કે પ્રોફેશનલ, પર્સનલ  અને પોલિટિક્સ બધુ જ આપણા  ફોન પર આવે  છે, પછીને ભલેને આપણે ઊંઘી કમ ન ગયા હોઈએ.  હું  સામાન્ય  રીતે ઈન્સ્ટાગ્રામ  અંગે કશું જ કહેવા નથી માગતો  કે તે કામ રે છે, ' એમ  કહે છે આદિત્ય.  લવલિન  કહે છે, ' હું  કાયમ   તેની સાથે આમુદ્દે   ઝઘડો  તૈયાર રહું  છું.'  એ કાયમ  ઈન્સ્ટાગ્રામ  પર ઉપલબ્ધ  રહે  છે. અમારી લાઈફના  કેટલાક ભાગ તેના  પર શેરિંગ  કરે છે  અને  અન્ય  લોકો સાથે એ અંગે  ચર્ચા કરતો રહે છે    અને તેની  પોસ્ટ પર કોમેન્ટ  પણ આપે છે.'

'કરણનો  ફોન કાયમ  એના પર જ  હોય છે. એ તેના  પર વીડિયો  ગેમ રમતો હોય અથવા  તો કોઈ સાથે ચેટિંગં  કરતો હોય છે.' એમ  કહે છે દીપા. ફોન  પર  તે વધુ સમય વિતાવે છે, એ પણ એક  કારણ છે  જ્યારથી  સીએએ વિરુધ્ધ  દેશવ્યાપી   વિરોધ આંદોલન  શરૂ થયું ત્યારે રિઝવાન  એના પર વધુ એક્ટિવ થઈ  ગયો અને ફોન તેના હાથમાંને  હાથમાં જ રહ્યો.  તેનો  મોટાભાગનો  સમય આયોજન  અને ઓર્ગેનાઈઝમાં  જ વીત્યો.  તેની આ  બાજુ  અંગે મારી તેની સાથે  ઘણી  ફાઈટ થઈ, એમ ઈશિતાએ  જણાવ્યું.

(૫) કંટાળાજનક  વિભાગ

'શેર ધ  લોડ

આ  ખરેખર  ઘણી જ મુશ્કેલ  વિખવાદ  છે,  જેમાં  તમારો  પતિ સંડોવાયેલો  હોય  છે, કેમ કે એ વિખવાદ  સાથે લાંબો પ્રવાસ પણ  સંકળાયેલો હોય છે ત્યારે આ  મુશ્કેલ  બને  છે,'  એમ  શીલા કહે છે.

હું  એમાં કોઈ મદદ નહીં કરી શકું,   પણ તેને  માર્ગ  તો   બતાવી શકું ને?  એ અમારે  માટે સાવ સરળ હતું  કે  જ્યારે  હું  રસોઈ  બનાવતી અને કરણ ત્યાર પછીનું બધું  કામ કરતો જેવા  કે વાસણ સાફ  કરવા  વગેરે.... '  એમ તે કહે છે.

..... પણ  અમારા  રોજિંદા  કામકાજનો વિનિમય  કરવાનો  નિર્ણય  કર્યો  તે દિવસથી  અમે  ઝઘડા  સાથે બંધાઈ  ગયા.  એ રસોઈ  બનાવવાનો  આનંદ માણતી હતી  અને હું તેની વાનગી  આરોગી  આનંદ પામતો  હતો, પણ  રસોડું  સાફ કરતા હું જ્યારે  ગૂંચવાઈ  જતો  અમે  ઝઘડતા.'

'અફઝલ  મારી પ્લેટ  માત્ર પાણીથી જ સાફ કરતો.  અમે  એ સારી રીતે સ્વચ્છતા કામ નહોતો કરતો ત્યારે  અમારી વચ્ચે  વિખવાદ,  ઝઘડા  જાગતા,'   જો કે  સામે પક્ષે અફઝલ કહેતો,  મને મારી  રીતે કામ કરવાનું ગમતું.  પણ તેને એ ગમતું નહોતું. અને એ પછી અમારી વચ્ચે ઝઘડા થતાં. આ પછી મેં  ઘરના  રોજિંદા  કામ કરવાનું બંધ  કર્યું.

(૬) પીડીએ 

 (જાહેરમાં  પ્રેમ દર્શાવવો)

ઈન્સ્ટાગ્રામમાં   હું તેનો હાથ પકડવા માગતી હતી

'મેં તેની  સાથે ડેટિંગ  શરૂ કરી, ત્યારથી મેં  ઈન્સ્ટાગ્રામ  પર આદિત્યને  ફોલો કરવા લાગી,  એમ કહે છે,  લવલીન.  'એ તેની લાગણી  ખુલ્લા મને વ્યક્ત કરતાએ પત્રો  અને કાવ્યો  પોસ્ટ કરતો. જે  પ્રેમ, રોમાન્સ  અને છોકરીઓ  પર હતા. એનું જીવન ઘણું જ જાહેર હતું. પહેલા  જે રીતે ખુલ્લુ  મન વ્યક્ત  કરતો એ પછી તેણે એ બંધ કર્યું.  આ અંગે  મેં તેની સાથે ઝઘડો  કર્યો   કેમ કે  એ મારા પર કવિતા લખતો હતો  અને  ઈન્સ્ટાગ્રામનું પેજ  મારા માટે હતું.

દીપાની  સમસ્યા એ હતી  કે તેના પ્રત્યેનું  આકર્ષણ  એ જાહેરમાં  કરતો. અન્યોની  સરખામણીમાં  અમારા  સમયમાં  એ વધુ હતું.  'આકર્ષણને  જાહેરમાં  વ્યક્ત કરવામાં  કરણ  ઘણો  ખુલ્લો હતો   પણ હું એટલી નહોતી.  તેનો પરિવાર મેંગ્લોરનો  હતો  અને રજામાં  તેને ત્યાં જતાં. એ મારો હાથ પકડીને  શેરીમાં જ મને કીસ કરવા ઈચ્છતો હતો અને પછી  અમારા વચ્ચે  વિખવાદ   થતો. મેંગ્લોર  શહેરનો  ઈતિહાસ  છે કે જ્યાં જોડકાં  પર હુમલા થાય  છે પછી  ભલે ને એ કોઈ પણ  પ્રકારનું પીકીએ હોય. ઊર્મિલા  અને વિશાલમાં  પણ જાહેરમાં  પ્રેમ દર્શાવવા  (પીડીએ)  અંગે વિખવાદ  થાય છે.

આમ  આજના  કપલ્સ  વચ્ચે કોઈપણ  બાબતે  ઝઘડાં  થાય  છે, ભવિષ્યમાં  પણ થતો  રહેશે અને  ભૂતકાળમાં  પણ થતાં  રહેશે.  આ  તો જીવનનો એક હિસ્સો  છે,  જેનાથી  પ્રેમ  પણ વધી શકે  અથવા  તો વિખવાદ પણ  વિસ્તારી શકે.

Tags :