Magazines

પ્રોટીનથી ભરપૂર સીંગદાણાનું સેવન

By GS TEAM
20 Oct 20252 mins read
પ્રોટીનથી ભરપૂર સીંગદાણાનું સેવન

સીંગદાણામાં પ્રોટીન, ફાબર, વિટામિન અને ખનિજ ભરપુર માત્રામાં સમાયેલા હોય છે. ૧૦૦ ગ્રામ સીંગદાણામાં ૫૬૭ કેલરી, ૨૫.૮ ગ્રામ પ્રોટીન, ૧૬.૧ ગ્રામ કાર્બોહાઇડ્રેટ, ૮.૫  ગ્રામ ફાઇબર, ૪.૭૨ ગ્રામ સાકર,૪૯.૨ ગ્રામ વસા સમાયેલી હોય છ.ે આ ઉપરાંત તેમાં પોટેશિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, કેલ્શિયમ અને સોડિયમ આર્યન, જિંક, વિટામિન બી૩, વિટામિન ઇ, વિટામિન બી૧, વિટામિન બી ૬,વિટામિન બી ૨,વિટામિન બી૯ સમાયેલા હોય છે. 

સીંગદાણાને રાતના પલાળી સવારે ખાવાથી  પણ ફાયદો કરે છે. 

હૃદય

સીંગદાણામાં મોનોઅનસૈચ્યુરેટેડ અને પોલીસૈચ્યુરેટેડ ફેટી એસિડ સમાયેલું હોય છે. જે ખરાબ કોલોસ્ટ્રોલને ઓછુ કરીને સારા કોલોસ્ટ્રોલના પ્રમાણને વધારે છે. જેથી હૃદય રોગનું જોખમ ઓછું થાય છે. 

વજનને નિયંત્રણમાં રાખે

પ્રોટીન અને ફાઇબરથી ભરપુર હોવાથી સીંગદાણાનું સેવન ભૂખ ઓછી કરે છે. જેથી કેલરરીનું પ્રમાણ ઓછું થાય છે. પરિણામે વજન નિયંત્રણમાં રહે છે. 

ડાયાબિટીસ

સીંગદાણામાં સમાયેલા કેલ્શિયમ, મેગ્નીઝ, અને કાર્બોહાઇડ્રેટ બ્લડસુગરના સ્તરને નિયંત્રિત કરવામાં સહાયક હોય છે. જેથી ડાયાબિટીસના દરદીઓને સીંગદાણાના સેવનથી રાહત થાય છે. 

હાડકાને મજબૂત કરે

સીંગદાણામાં કેલ્શિયમ, ફોસ્ફરસ અને વિટામિન ડી જેવા તત્વો સમાયેલા હોય છે. ે હાડકાને મજબૂત કરે છે. 

મગજ અને યાદશક્તિ માટે ગુણકારી

સીંગદામાાં સમાયેલ વિટામિન બી૩ અને અન્ય પોષક તત્વો મગજના વિકાસ માટે ગુણકારી પુરવાર થયું છે. તેના સેવનથી યાદશક્તિમાં વધારો થાય છે. 

ત્વચા

સીંગદાામાં સમાયેલા ફેટી એસિડ ત્વચા રોગોમાં બચાવવામાં સહાયક હોય છે. તેમજ તેમાં સમાયેલું ફાઇબર શરીરમાંના ઝેરીલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. 

ઉર્જા અને ગરમી

સીંગદાણા શરીરને ઉર્જા અને ગરમી પ્રદાન કરે છે. ખાસ કરીને તેનું સેવન ઠંડી ઋથુમાં વધુ ફાયદો કરે છે. 

કેન્સર

સીંગદાણામાં પોલિફોનોલિક એન્ટી ઓક્સીડન્ટની માત્રા વધારે પ્રમાણમાં હોવાથી કેન્સરના સેલ્સને ઓછા કરવામાં સહાયક થાય છે.સીંગદાણા ફેંફસાના કેન્સરને પણ રોકવામાં મદદરૂપ થાય છે. 

રાતના સીંગદાણા ખાવાના ફાયદા

રાતના સીંગદાણાનું સેવન કરતી વખતે મહત્વની બાબતો ધ્યાન રાખવી જરૂરી છે. સૂવાના તરત જ પહેલા અને ડિનર પછી તરત જ સીંગદાણાનું સેવન કરવું નહીં. 

પેટ ભરેલું રહે છે

રાતના સીંગદાણા ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે. જેથી સવારના શરીરમાં ઉર્જા રહે છ.ે

સારી નિંદ્રા

સીંગદાણામાં મેલાટોનિન નામનો એક પોષક તત્વ સમાયેલો હોય છે. જે સારી નિંદ્રા લાવવામાં મદદ કરે છે. 

મેટાબોલિઝમ વધારે છે

સીંગદાણાનું સેવન પાચનક્રિયાને વધારે છે જે શરીરને ગરમ રાખવામાં મદદ કરે છે. 

-  મીનાક્ષી તિવારી