Get The App

મૂંઝવણ .

Updated: Feb 24th, 2020

GS TEAM

Google News
Google News
મૂંઝવણ               . 1 - image


મારી ઉંમર ૨૦ વર્ષની છે. મારી એક સાહેલી સાથે મારો સમલૈંગિક સંબંધ છે. મારું વ્યક્તિત્વ છોકરાના વ્યક્તિત્વ જેવું છે અને મારી બહેનપણી મને એનો પતિ માને છે.  શું કરવું?

પ્રશ્ન : હું ૧૮ વર્ષનો એફ.વાય.બી.કોમ ની વિદ્યાર્થી છું. હું કોઈપણ છોેકરી અથવા કોઈ અશ્લીલ દ્રશ્ય જોતાં જ એટલો બધો ઉત્તેજિત થઈ જાઉં છું કે, જાત પર કાબૂ રાખી શકતો નથી. આ કારણસર મેં ૫-૬ વાર ખોટી જગ્યાએ જઈ કેટલીક છોકરીઓ સાથે સંબંધ પણ બાંધ્યો છે. મારા આ કાર્ય માટે હું આત્મગ્લાનિ અનુભવું છું, પરંતુ લાચાર છું. હું મારી જાત પર કાબૂ રાખી શકું એવો કોઈ ઉપાય કે દવા બતાવશો?

એક વિદ્યાર્થી (મુંબઈ)

ઉત્તર : દરેક વ્યક્તિમાં સેક્સની ભાવના વધારે કે ઓછી હોય જ છે. તે માટેની કોઈ દવા નથી. આ અંગે તમારે થોડાં વર્ષ સંયમપૂર્વક વર્તવું પડશે. માણસની ઈન્દ્રિયોને કાબૂમાં રાખવાનું કાર્ય મુશ્કેલ છે, પરંતુ અશક્ય નથી. તમે કોશિશ દ્વારા તમારી જાત પર કાબૂ મેળવી શકો છો. તે માટે અભ્યાસ અને રમતગમત વગેરે તરફ તમારી જાતને વધુમાં વધુ પ્રવૃત્ત રાખો, તે જરૂરી છે. આના લીધે તમારું ધ્યાન બીજે નહીં દોરવાય. ઉન્મુક્ત જાતીય સંબંધ બાંધવાની તમને એઈડ્સ જેવો જીવલેણ રોગ થઈ શકે છે, તેથી અનૈતિક સંબંધોથી દૂર રહો.

પ્રશ્ન : મારી ઉંમર ૨૦ વર્ષની છે. મારી એક સાહેલી સાથે મારો સમલૈંગિક સંબંધ છે. મારું વ્યક્તિત્વ છોકરાના વ્યક્તિત્વ જેવું છે અને મારી બહેનપણી મને એનો પતિ માને છે. અમે બંને કાયમ સાથે રહેલા માગીએ છીએ, પરંતુ અમારાં કુટુંબીજનો વિરોધ કરે છે. શું કરવું?

એક યુવતી (વડોદરા)

ઉત્તર : તમારું વ્યક્તિત્વ ભલે ગમે તેવું હોય, પરંતુ સચ્ચાઈ એ છે કે તમે યુવતી છો. આ વાસ્તવિક્તા સ્વીકારીને એ છોકરી સાથે બીજી બહેનપણીઓ સાથે રાખતાં હો એવો જ સંબંધ રાખો. સામાન્ય રીતે લગ્ન પછી આવા સમલૈંગિક સંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ જતું હોય છે.

પ્રશ્ન : હું ૩૧ વર્ષની નોકરી કરતી, પરિણીતા છું. દેખાવમાં પણ સુંદર અને સ્માર્ટ છું. મારું દામ્પત્યજીવન સુખમય છે. મારું કુટુંબ સમૃદ્ધ છે. સામાન્ય રીતે હું બહુ ઓછા લોકો સાથે હળીમળી શકું છું, પરંતુ આશ્ચર્યની વાત એ છે કે મારા નવા ઓફિસર, જે આધેડ વયના હોવા છતાં પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવે છે. તેમના પ્રત્યે એટલી બધી આકર્ષાઈ છું કે પહેલાં ઈશારાથી અને પછી શાબ્દિક રીતે મારી લાગીણી મેં વ્યક્ત કરી છે. એમને જોયા વિના એક દિવસ પણ રહેવાતું નથી. અમારી વચ્ચે ચુંબનનું આદાનપ્રદાન પણ થાય છે, પરંતુ હું મર્યાદામાં રહેલા ઈચ્છું છું. હું કંઈ અનૈતિક તો નથી કરી રહી ને?

એક મહિલા (અમદાવાદ)

ઉત્તર : તમારું દામ્પત્યજીવન સુખમય હોવા છતાં તમે પરપુરુષ પ્રત્યે આકર્ષાયા છો એટલું જ નહીં, તમારી લાગણીને દબાવવાને બદલે તમે એમને શાબ્દિક અભિવ્યક્તિ દ્વારા સામેથી આમંત્રણ આપ્યું છે. એક પરિણીતા સ્ત્રી, જેનો પતિ એને અનહદ ચાહે છે, તેના માટે આવું વર્તન શોભાસ્પદ નથી. તમે જો ખરેખર મર્યાદામાં રહેવા ઈચ્છતાં હો, તો તમારા અધિકારી સાથેના સંબંધ ન રાખો. તમે નોકરી કરવા ઓફિસે જાવ છો, એટલે તમારા કામ પ્રત્યે વધુ ધ્યાન આપો, તે વધારે સારું રહેશે.

મેં  પ્રેમલગ્ન કર્યા છે. છતાં મારા ઘરના  સભ્યોએ  યથાશક્તિ દહેજ આપ્યું છે પણ સાસરીના સભ્યોની અપેક્ષાએ તેમને ઘણું ઓછું લાગે છે. ખરું  જોતાં, મારા પતિનો સંબંધ મારાં સાસું  જ્યાં કરવા ઈચ્છતાં હતાં ત્યાંથી તેમને ખૂબ ધનદોલત દહેજમાં મળવાની હતી. તે છોકરી તેમની કરોડપતિ બહેનપણીની એકની એક દીકરી હતી. પણ મારી સાથે લગ્ન કરીને પતિએ બધું ગુમાવી દીધું. હવે મારાં સાસુ ઊંઘતાજાગતાં મને મહેણું મારે છે. તે બધું મારા પતિને કહું છું  તો તે કહે છે તેને બોેલવા દે, તું શા માટે ચિંતા કરે છે.  હું બી.એ., બી.એડ. થયેલી છું. લગ્ન પહેલાં  સ્કૂલમાં ભણાવતી હતી. વિચારું છું કે ફરીથી નોકરી જોઈન્ટ કરી લઉં. દૂર રહેવાથી થોડી તો રાહત મળશે. શું આનાથી મારી મુશ્કેલીનો ઉકેલ આવશે કે પછી ઘરબહાર બંને જવાબદારીઓથી થાકીને લોેથપોથ થઈ જઈશ?

- એક યુવતી (ભરુચ)

* તમે  કહો છો કે તમારી સાથે લગ્ન કરતાં પહેલાં તમારાં સાસુ પોતાના દીકરાનાં લગ્ન કોઈ પૈસાદાર છોકરી સાથે કરાવવા ઈચ્છતાં હતાં. પરંતુ તમે તેની ઈચ્છાઓ પર પાણી ફેરવી દીધું. એટલે તે ગુસ્સે થાય એ સ્વાભાવિક છે. આમ પણ શરૂઆતમાં લેણાદેણીને લઈને આવા પ્રકારની બોલાચાલી  થાય છે, પણ થોડા સમય પછી બધું શાંત સામાન્ય થઈ જાય છે. એટલે તમે ચિંતા ન કરો. તમારો નોકરી કરવાનો વિચાર પણ વાજબી છે. આથી ત્યાં તમને ઘરથી દૂર બહારનું અલગ વાતાવરણ મળી જશે અને આર્થિક રીતે પણ તમે સક્ષમ થઈ જશો.

મારા  પતિ એમસીડીમાં કાર્યરત છે. અમને સરકારી  ક્વાર્ટર મળેલું છે. મારી ઓફિસ અને બંને બાળકોની સ્કૂલ પણ નજીક છે. હવે અહીં મારા સસરાની પણ બદલી  દિલ્હી કેંટમાં થઈ છે. હવે મારાં સાસુ-સસરા એવું ઈચ્છે છે કે  અમે લોકો તેમની સાથે રહીએ. આવું કરવામાં અમને ઘણી તકલીફ થશે પણ તે લોકો માનતાં નથી. તે કહે છે કે દિલ્હી બદલી કરાવવાનો શું  ફાયદો થયો,  જો તમારે અલગ અલગ  રહેવું  હતું, અમને ઘણી મુશ્કેલી પડે એમ છે. શું કરીએ?  સૌથી મોટી વાત તો એ છે કે ત્રણ વર્ષ પછી તેમની ફરી બદલી થઈ જશે. પછી ફરી અમારે શિફ્ટ થવું પડશે.

- એક સ્ત્રી (દિલ્હી)

* આ મુશ્કેલીનો પ્રશ્ન એટલો અઘરોે નથી જેટલો તમે વિચારી રહ્યાં છો. બસ, તમારે લોકેએ સંમત થવું જરૂરી છે.  તમારા સાસું સસરાને તમારા લોકો સાથે લગાવ છે. એટલે તે વિચારે છે કે આખોે પરિવાર એકસાથે રહીને સુખી થઈએ. પણ તમે તેમની પાસે બેસીને  શાંતિથી સમજાવી શકો છો કે બાળકોની સ્કૂલ અને તમારે બંનેને પોતાની ઓફિસ પહોંચવામાં ઘણો સમય લાગશે. જેથી મોટા ભાગનો સમય તો અમારો આવવાજવામાં જ જતો રહેશો અને પછી દિલ્હીમાં ટ્રાફિકની મુશ્કેલીથી તો દરેક વ્યક્તિ વાકેફ છે.

તમે તેમને આ પણ સમજાવી શકો છો કે સરકારી ક્વાર્ટર્ એક વાર છોેડી દીધા પછી ફરીવાર મળવું સહેલું નથી. આટલી મુશ્કેલીઓ વેઠવા કરતાં સારું એ છે કે  અમે લોકો રજાઓમાં અથવા જ્યારે સગવડ હોય ત્યારે તમને મળવા આવીશું. તેમની સાથે બેસીને વાત કરશો તો તે જરૂર તમારી વાત સાથે સંમત થઈ જશે.

હું  ૨૬ વર્ષની પરિણીતા છું, મને વસ્ત્રોેનોે  બહુ ક્રેઝ છે. પતિ પણ શોેખીન સ્વભાવના છે. મારી માતાની એકની એક દીકરી છું, એટલે ત્યાંથી પણ અવારનવાર નવા નવા ડ્રેસ મળતાં રહે છે. મારો આ શોખ મારા સાસુના મનમાં નથી ઊતરતો. જ્યારે પણ હું કોઈ નવો ડ્રેસ પહેરું છું  ત્યારે તે ખરાબ રીતે મોં મચકોડે છે. ક્યારેક ક્યારેક કટાક્ષમાં પણ બોલે છે કે કેટલા બધા પૈસા વસ્ત્રો પાછળ ફૂંકી મારે છે, શોે ફાયદો? બધો મૂડ બગાડી નાખે છે. જો કે મેં આજ સુધી તેમની પાસેથી એક પણ રૂપિયો નથી માંગ્યો. તો પણ ખબર નહીં શા માટે ગુસ્સે થાય છે. શું બધાની સાસુ આવી જ હોય છે?

- એક યુવતી (અમદાવાદ)

*  તમારા પતિને તમારા તરફથી કોઈ ફરિયાદ નથી અને તે તમારી ઈચ્છા પૂરી કરે છે. જ્યાં સુધી તમારી સાસુની વાત છે તો કેટલાક અપવાદને છોેડીને સાસુ આવી જ હોય છે. વહું નવાં વસ્ત્રો પહેરી, ઓઢીને ફરે તે તેમને બિલકુલ  સારું નથી લાગતું, એટલે તમારી સાસુ  રોકટોક કરે તો તેના પર તમારે વધારે ધ્યાન ન આપવું.

Tags :