મૂંઝવણ - અનિતા .
હું ૨૧ વર્ષનો યુવાન છું. મારા મામાની પૌત્રીને પ્રેમ કરું છું.સંબંધમાં તે મારી ભત્રીજી થાય છે, પરંતુ દૂરના સંબંધોમાં આવો સંબંધ સામાન્ય ગણાય.
પ્રશ્ન: હું પરિણીત યુવતી છું. લગ્ન પહેલાં એક યુવાને મારા પર બળાત્કાર કર્યો હતો અને ધમકી પણ આપી હતી કે જો તે આ ઘટના વિશે કોઈને જણાવશે તો તે મને મારી નાખશે. મેં પણ આ વાત કોઈને જણાવી નહોતી. કેટલાક દિવસો પછી મારા લગ્ન થઈ ગયા.
છેલ્લા કેટલાક સમયથી તે યુવાન ફોન પર મને ધમકી આપીને એકવાર મળવાનું જણાવે છે. મેં મારા પતિને બધી વાત જણાવી દીધી છે. તે ઘણા સારા છે પણ મને ડર છે કે તે યુવક ક્યાંક મને અને મારા પતિને નુકસાન ન પહોંચાડે, મારે શું કરવું જોઈએ?
- અક યુવતી (વડોદરા)
ઉત્તર: તમે તમારા પતિને વિશ્વાસમાં લીધા તે ઘણી સારી વાત છે. તમે એ યુવાનથી ડરશો નહીં. તે તમને કે તમારા પતિને કોઈ નુકસાન પહોંચાડી શકશે નહીં. તેમ છતાં તે જો કોઈ પણ પ્રકારનો દુર્વ્યવહાર કરે તો કોઈ મહિલા કાનૂની સલાહ કેન્દ્રમાં જઈ તમારી સમસ્યા જણાવીને તેને સજા કરાવી શકો છો.
પ્રશ્ન: હું ૨૧ વર્ષનો યુવાન છું. કોઈ સારી નોકરી શોધી રહ્યો છું. હું કોચિંગ ક્લાસ ચલાવું છું. મારા મામાની પૌત્રીને પ્રેમ કરું છું. સંબંધમાં તે મારી ભત્રીજી થાય છે, પરંતુ દૂરના સંબંધોમાં આવો સંબંધ સામાન્ય ગણાય.
અમારા સંબંધને મારા પિતાજીની પરવાનગી નથી મળી. કારણ કે કેટલાંક વર્ષો પહેલાં યુવતીના પિતાએ મારા પિતાજી પાસેથી હજારો રૂપિયા ઉછીના લીધા હતા, પરંતુ પાછા આપવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી ત્યારથી બંને પરિવાર વચ્ચે કોઈ પણ પ્રકારનો સંબંધ રહ્યો નથી.
આ સ્થિતિમાં અમારા સંબંધનું શું થશે? મને ઉકેલ જણાવશો.
એક યુવાન (અમદાવાદ)
ઉત્તર: સૌ પ્રથમ તમે આર્થિક રીતે નિર્ભર બનો. સારી રીતે સેટ થઈ ગયા પછી ઘરના લોકોને સ્પષ્ટ જણાવી દો કે તમારે આ જ છોકરી સાથે લગ્ન કરવા છે.
સૌ પ્રથમ તમારો દ્રઢ નિશ્ચય જોઈને ઘરના સભ્યો રાજી થઈ જશે. જો તે ના માને અથવા વિરોધ કરે તો તમે કોર્ટ મેરેજ કરી શકો છો, પરંતુ છોકરીની ઉંમર ૧૮ વર્ષની અવશ્ય હોવી જોઈએ.
પ્રશ્ન: હું બી.એસસી. ત્રીજા વર્ષની વિદ્યાર્થિની છું. હું સંપૂર્ણ એકાગ્રતતાથી અભ્યાસ કરું છું. દરેક વિષય ઝીણવટપૂર્વક વાંચુ છું પણ જેમ-જેમ પરીક્ષા નજીક આવતી જાય છે તેમ મને એવું લાગે છે કે મને કંઈ જ આવડતું નથી. આ વિચારી-વિચારીને હું પરેશાન થઈ જાઉં છું. આ સ્થિતિ છઠ્ઠા ધોરણથી છે.
બધાં કહે છે કે હું વધારે પડતું વિચારું છું તેનું આ પરિણામ છે. શું વિચારવું એ ખરાબ બાબત છે કે પછી મારી વિચારવાની રીત ખોટી છે?
એક યુવતી (સુરત)
ઉત્તર: પરીક્ષા નજીક આવતાં મોટાભાગે બધા વિદ્યાર્થી અમુક અંશે તો વિચલિત થઈ જતા હોય છે. જ્યારે તમારા મનમાં એવા વિચારો આવે કે તમને કશું જ આવડતું નથી તો તરત જ એ વિચારોને ખંખેરી નાખો અને તમારા આત્મવિશ્વાસને દ્રઢ બનાવો કે તમે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે અને તમને બધું જ આવડે છે.
જો તમારો નિર્ણય દ્રઢ હશે તો આ પ્રકારના નિરાશાવાદી વિચારો આપોઆપ જ મનમાંથી નીકળી જશે. તેમ છતાં વિચારો તમારો પીછો ન છોડે તો કોઈ મનોચિકિત્સકની મુલાકાત લો.
પ્રશ્ન: હું ૨૨ વર્ષની વિદ્યાર્થિની છું. એક છોકરાને પ્રેમ કરું છું. અમે એકબીજાને દિલોજાનથી પ્રેમ કરીએ છીએ. પ્રેમમાં બધી જ રેખા પાર કરવાની ઇચ્છા રાખીએ છીએ.
અમે બંનેએ સંમતિ સાથે બાંધેલો શારીરિક સંબંધ યોગ્ય ગણાશે ખરો?
ઉત્તર: લગ્ન પહેલાં બાંધેલો શારીરિક સંબંધ અનૈતિક અને અમાન્ય ગણાય છે. એટલું જ નહીં, આ અણસમજ અને અધીરાઈ બંનેના જીવનને બગાડી શકે છે. આવો વિચાર કરવો એ પણ અયોગ્ય છે.
પ્રશ્ન: મારી ઉંમર ૭૩ વર્ષની છે. મારી પત્નીનું ત્રણ વર્ષ પહેલાં અવાસન થયું હતું. હું ખૂબ સેક્સી છું. મારી નજીકના બિલ્ડિંગમાં એક ૩૫ વર્ષની વિધવા સ્ત્રી રહે છે. તેને મારા પ્રત્યે ખૂબ લાગણી છે. અમારો વ્યવહાર પિતા-પુત્રી જેવો છે. કમસીબે છેલ્લા કેલાક વખતથી તેની સાથે વાત કરતાં કે કોઈ વાર લાગણીવશ સ્પર્શ થઈ જતાં મને તરત જ વીર્યસ્ખલન થઈ જાય છે.
એ ઉપરાંત તેને કે બીજી કોઈ પણ ઉંમરની સ્ત્રીને સ્પર્શવાથી કે માત્ર તેમનાં જાતીય અંગો પર નજર પડવાથી સ્ખલન થઈ જાય છે. આનાથી મને ખૂબ શરમ આવે છે. આવું થતું બંધ કરવા શું કરવું અથવા કઈ દવા લેવી એ જણાવશો.
- એક પુરુષ (વેરાવળ)
ઉત્તર: કામેચ્છા દિમાગમાંથી ઉત્પન્ન થાય છે અને એના પર અંકુશ લાવવો કે નહીં એ માત્ર તમે પોતે જ નક્કી કરી શકો. ઘણી વખત યોગાભ્યાસ પછી અથવા યોગ્ય રીતે મનોબળ મજબૂત કર્યા પછી આવી સ્થિતિ પર જરૂર અંકુશ લાવી શકાય છે. કામેચ્છા માણસને મૃતપર્યંત રહેતી હોય છે. કામેચ્છામાં ક્યારેય પૂર્ણવિરામ નથી હોતું. હંમેશાં અલ્પવિરામ જ હોય ચે. તમે જે અવસ્થામાંથી પસાર થાઓ છો એમાં ઘણી વાર દિલ અને દિમાગ વચ્ચે એક અંતર ઊભું થતું હોય છે અને એ અંતર તમે કોશિશ કરશો તો યોગ્ય મનોબળથી જાળવી શકશો. ખોરાકમાં મરચું, મસાલો ઓછો કરી નાખો અને ગાયના ઘીનું સેવન વધુ કરો. તમને આડકતરી રીતે મદદરૂપ થશે.