Get The App

મૂંઝવણ - અનિતા .

Updated: Oct 14th, 2019

GS TEAM

Google News
Google News
મૂંઝવણ - અનિતા                                . 1 - image


શું કોઈ એવો ઘરગથ્થુ ઉપાય છે જેનાથી સગર્ભાવસ્થાની ખબર પડે?  

બાળક થયા પછી અમારે ક્યાં સુધી સેક્સ કરવું જોઈએ? ત્યારે કઈ ગર્ભનિરોધક રીત અપનાવવી સૌથી યોગ્ય રહેશે? શું 'ઓરલ પિલ્સ' લેવી યોગ્ય રહેશે?
- એક પત્ની (નડિયાદ)

આ નિર્ણય પતિપની પર આધાર રાખે છે કે બાળકના જન્મ પછી તેઓ ક્યારથી ફરી સેક્સ સુખનો આનંદ લેવા ઈચ્છે છે. તબીબી દૃષ્ટિએ તેના પર કોઈ પ્રતિબંધ નથી. એ સ્વાભાવિક છે કે પ્રથમ થોડાંક અઠવાડિયાં પતિપત્નીની સેક્સ રુચિ કુદરતી રીતે જ જાગૃત નથી થતી.

નવપ્રસૂતા ી પર બાળકની સારસંભાળની નવી જવાબદારી પણ તેને સેક્સ સુખ તરફ પ્રેરિત નથી કરતી. જ્યાં સુધી મન અને શરીર તેના માટે તૈયાર ન હોય ત્યાં સુધી રાહ જોવી યોગ્ય છે. સેક્સ માત્ર શારીરિક મિલન જ નથી, બલકે તેનાથી વધારે મનની લાગણી છે. જો મન બીજે કયાંક હોય, તો સેક્સ સુખ નથી મળી શકતું.

શરૂઆતમાં પહેલાં જેવી હુંફ પણ નથી અનુભવાતી. તે પાછી આવવામાં થોડો સમય લાગે છે.

બાળકના જન્મ પછી તરત ગર્ભનિરોધક ગોળીઓ લેવી યોગ્ય નથી. આ રીત એ મહિલાઓ માટે જ યોગ્ય છે, જે કોઈ કારણસર બાળકને પોતાનું દૂધ ન આપી શકતી હોય. આ સ્થિતિમાં ગર્ભનિરોધક ગોળી જલદી શરૂ કરી શકાય છે. ત્યારે પણ શરૂઆતના ૧૪ દિવસ સુધી તે અસર નથી કરતી અને આ સમયગાળામાં સુરક્ષાનો અન્ય વિકલ્પ, જેમ કે કોન્ડોમનો ઉપયોગ કરવો જોઈએ.  ગર્ભનિરોધકની ઘણી રીતો અપનાવી શકાય છે. પ્રસૂતિ બાદ જ્યારે પ્રથમ તપાસ માટે ડોક્ટર પાસે જાઓ ત્યારે કોપર-ટી મુકાવવામાં હિત છે. પણ કેટલીક મહિલાઓનું શરીર કોપર-ટી સ્વીકારતું નથી. આ સ્થિતિમાં ડોક્ટર અન્ય વિકલ્પની સલાહ આપે છે.

પતિ કોન્ડોમનો ઉપયોગ કરી શકે છે. શરૂઆતના કેટલાંક અઠવાડિયાં લુબ્રિકેટેડ કોન્ડોમનો ઉપયોગ સૌથી સારો અને સરળ છે. જો કોઈ શુક્રાણુનાશક જેલી અથવા ક્રીમનો ઉપયોગ પણ કરવામાં આવે તો સેક્સમાં સરળતા રહે છે.

મહિલા ઈચ્છે તો કેપ અથવા ડાયાફ્રામનો ઉપયોગ પણ કરી શકે છે. બજારમાં હવે મહિલાઓ માટે પણ કોન્ડોમ ઉપલબ્ધ છે.

સેક્સ દરમિયાન શિશ્નમાંથી સ્પર્મ ક્યારે નીકળે છે? ગર્ભાધાન કેવી રીતે થાય છે? શું કોઈ એવો ઘરગથ્થુ ઉપાય છે જેનાથી સગર્ભાવસ્થાની ખબર પડે? 
- એક યુવક (ગોધરા)

ગર્ભાધાન થવા માટે શુક્રાણુનું અંડકોશ સાથે ફલિનીકરણ થવું જરૂરી છે. આ ગર્ભધારણની પ્રક્રિયા એટલે કે બંને સંતાન બીજનું મિલન પુરુષ અને ીના સમાગમથી પૂર્ણ થાય છે. સેક્સ ઉત્તેજના સમયે કડક થયેલા શિશ્નને સમાગમ દરમિયાન પુરુષ ીની યોનીમાં પ્રવેશ કરાવે છે અને જ્યારે તે ઓર્ગેઝમ પર પહોંચીને ફલિત થાય છે ત્યારે તેના વીર્ય સાથે લાખો શુક્રાણુ ીની યોનીમાં પહોંચી જાય છે.

યોનીમાં પહોંચતાં જ શુક્રાણુ ઝડપથી પહેલાં ગર્ભાશય અને પછી તેને પાર કરી અંડવાહિનીમાં પહોંચી જાય છે. અસંખ્ય શુક્રાણુ રસ્તામાં મરી જાય છે, પરંતુ હજારો શુક્રાણુ અંડવાહિની સુધી પહોંચી જાય છે. ઘણા મજબૂત શુક્રાણુ તો ૫ મિનિટમાં જ આ અંતર કાપી લે છે, પણ નિષ્ક્રિય શુક્રાણુ આ અંતર કાપવામાં ઘણો સમય લે છે.

કોઈપણ સંજોગોમાં શુક્રાણુઓનું જીવનચક્ર ૪૮થી ૭૨ કલાકનું હોય છે, તેથી આ સમયગાળામાં જો ીમાં કોઈ અંડકોષ છૂટે તો તે તેને ફલિત કરવાનો પૂરો પ્રયત્ન કરે છે.

અંડકોશ સાથે શુક્રાણુનું આ મિલન મોટાભાગે કોઈ એક અંડવાહિનીની નલિકા બહાર પૂર્ણ થાય છે. બંનેના મિલનથી રચાયેલું આ જોડું પ્રતીક્ષામાં નજર ફેલાવી ગર્ભાશય બાજુ જાય છે. જેમાં ૩ થી ૫ દિવસનો સમય લાગે છે અને તે દરમિયાન જોડું બે સમાન સેલમાં, પછી તેમાંથી દરેક ફરી ૨ સમાન સેલમાં આ રીતે ફરી-ફરી પુનઃ વિભાજન થતું જાય છે. દરેક વિભાજનમાં સેલની સંખ્યા બમણી થતી જાય છે. ગર્ભાશયમાં પહોંચવા સુધીમાં તે એક સેલનો સમૂહ બની જાય છે. ગર્ભધારણ આ રીતે શરૂ થાય છે.

ગર્ભાધાનની તપાસ માટે હોર્મોનલ ટેસ્ટ કરી શકાય છે. વિશ્વાસપાત્ર પરિણામ માટે આ તપાસ માસિકની 'ડેટ' વીતી ગયાને ૨ અઠવડિયા પછી જ કરવી યોગ્ય છે. આ તપાસ ગર્ભવતી ીના પેશાબમાં હાજર ખાસ હોર્મોન, એચસીજીની ઉપસ્થિતિ પર નિર્ભર કરે છે. આ માટે ઘણા પ્રકારની તપાસ ચલણમાં છે. સૌથી સરળ રીત સવારમાં પેશાબનો પ્રથમ નમૂનો લઈને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાનો છે. આ નમૂનો સ્વચ્છ શીશીમાં લેવો જોઈએ.

તમે ઈચ્છો તો આ તપાસ ઘરે બેઠા પણ કરી શકો છો. આ માટે કેમિસ્ટની દુકાન પર સેલ્ફ ટેસ્ટિંગ પ્રેગ્નેન્સિ કિટ મળે છે. આ કિટ લાવીને તેની પર આપેલી સૂચના પ્રમાણે તપાસ કરો. તેનાથી માત્ર થોડી મિનિટમાં જ પરિણામ મળી જાય છે.

માસિક અટકે તેના ૨ અઠવાડિયાં પછી તપાસ કરતાં જો ટેસ્ટ પોઝિટિવ આવે, તો તેનાથી પ્રેગ્નન્સિને લગભગ નિશ્ચિત સમર્થન મળી જાય છે. પોઝિટિવ ટેસ્ટ ૧૦૦માંથી ૯૯ વાર સાચો પડે છે. પરંતુ બીજી બાજુ, તપાસમાં નેગેટિવ આવે તો વિશ્વાસપૂર્વક ન કહી શકાય કે ગર્ભધારણ નથી થયો. જો ટેસ્ટ નેગેટિવ આવ્યા પછી પણ માસિક શરૂ ન થાય, તો એક અઠવાડિયા પછી ફરી તપાસ કરી શકાય છે. આ વખતે તપાસનું પરિણામ વધારે વિશ્વસનીય હશે.

Tags :