મૂંઝવણ - અનિતા .
મારા પતિ પોતાના વ્યવસાયને જ સર્વસ્વ માને છે. રાતદિવસ એમાં જ વ્યસ્ત રહે છે. ઘણો સારો વ્યવસાય છે. ઘરે આવીને ખાઈપીને સૂઈ જાય છે. સેક્સમાં એમને કોઈ રસ નથી.
પ્રશ્ન : હું ૨૧ વર્ષની બી.એ. દ્વિતીય વર્ષની વિદ્યાથની છું. હું મારાં સ્તનોને કારણે પરેશાન છું. હું દૂબળી પાતળી છું, પણ મારા બેડોળ સ્તનના કારણે જાડી લાગું છું. મારાં સ્તનો શિથિલ થઈ ગયા છે અને વધતા પણ જાય છે. લગ્ન પછી તો એ એનાથી પણ વધી જશે. હું શું કરું?
એક યુવતી (પોરબંદર)
ઉત્તર: યોગ્ય સમયે યોગ્ય માપની બ્રા ના પહેરવાના કારણે સ્તન બેડોળ બની જઈ લટકી પડે છે. તમે યોગ્ય માપની બ્રા પહેરો અને મનમાંથી એ વહેમ કાઢી નાખો કે સ્તનના કારણે તમે જાડા લાગો છો.
લગ્ન બાદ બાળકને સ્તનપાન કરાવવાથી સ્તનનો આકાર જરૂર ઘટશે. માટે એ બાબતની ચિંતા ના કરશો કે લગ્ન પછી સ્તન વધુ વધી જશે.
પ્રશ્ન: હું નોકરી કરતો યુવાન છું. એક ગરીબ યુવતીને પ્રેમ કરું છું. એના ઘરમાં એના પિતા, સાવકી માતા અને ત્રણ બહેનો છે. ભાઈ નથી. જો હું એ યુવતી સાથે લગ્ન કરી લઉં તો એની બહેનોનાં લગ્નની જવાબદારી મારે નિભાવવી પડશે?
એક યુવક (અમલસાડ)
ઉત્તર: લગ્ન પછી તમે માત્ર તમારી પત્ની અને તમારા પરિવારની જવાબદારી માટે જ જવાબદાર છો. પત્નીની બહેનોના લગ્નની જવાબદારી લેવા માટે તમે બંધાયેલા નથી. હા, તમારી ઈચ્છા હોય તો એમને થોડીઘણી મદદ કરી શકો છો.
પ્રશ્ન: હું ૨૫ વર્ષની પરિણીતા છું. મારા લગ્નને એક વર્ષ થઈ ગયું છે. હજુ સુધી મને સંતાન સુખ પ્રાપ્ત થયું નથી. હું જલદી મા બનવા માગું છું જ્યારે મારા પતિ પોતાના વ્યવસાયને જ સર્વસ્વ માને છે. રાતદિવસ એમાં જ વ્યસ્ત રહે છે. ઘણો સારો વ્યવસાય છે. પણ એ વધુ આગળ જવા માગે છે. ઘરે આવીને ખાઈપીને સૂઈ જાય છે. સેક્સમાં એમને કોઈ રસ નથી. મારી ઇચ્છા હોય તો યંત્રવત્ પતાવી દે છે. ઘણીવાર મારે એમની સાથે ઝઘડો થઈ જાય છે. હું ક્યારેય મા બની શકીશ?
એક સ્ત્રી (ભાવનગર)
ઉત્તર: તમારા પતિ યુવાન છે. વ્યવસાયને વધુ વિકસાવવા માટે એમના મનમાં જે ઉત્સાહ અને લગન છે એ ઘણી સારી બાબત છે. તમારે એમાં એમને સહકાર આપવો જોઈએ. એના બદલે તમે એમની સાથે ઝઘડો છો, આજે દરેક વ્યવસાયમાં ઘણી હરીફાઈ હોય છે. માટે જો તે સંઘર્ષ કરી રહ્યા હોય તો તમે સ્વાર્થી ન બનો.
પતિની જેટલી પણ નિકટતા મળે એની ભરપૂર મજા માણો. સંતાન મેળવવા માટેની તમારી ચિંતા પણ યોગ્ય નથી. હજુ તમારા લગ્નને માત્ર એક વર્ષ થયું છે. ઉતાવળ ન કરો. જો થોડા વધુ સમય સુધી તમે ગર્ભધારણ ન કરી શકો તો નવરાશ હોય ત્યારે તમારા પતિની કોઈ ડોક્ટર પાસે તપાસ કરાવી સારવાર કરાવી શકો છો.
પ્રશ્ન: હું ૩૬ વર્ષની પરિણીતા અને ત્રણ બાળકોની માતા છું. મારા પતિ શરાબી છે એટલે હું પરેશાન રહું છું. થોડા સમય પહેલાં હું મારી બહેનના દિયરના લગ્નમાં એના ઘરે ગઈ હતી. ત્યાં મારી મુલાકાત બહેનના બીજા દિયર સાથે થઈ, જે એક સૈનિક છે અને પરિણીત છે. એણે મને જણાવ્યું કે ૨૦ વર્ષ પહેલાં એ મારી સાથે લગ્ન કરવા માગતો હતો, પરંતુ લગ્ન થઈ ન શક્યાં. આજે પણ એ મને ચાહે છે. હું એનાથી ઘણી પ્રભાવિત થઈ. વાતવાતમાં એણે મારી પાસેથી ભવિષ્યમાં સંબંધ જાળવી રાખવાનું વચન લઈ લીધું. હું સુરતમાં રહું છું અને એ અમદાવાદમાં. અમારું મળવાનું કેવી રીતે શક્ય બનશે?
એક સ્ત્રી (સૂરત)
ઉત્તર: તમારે તમારી બહેનના દિયરનો વિચાર મનમાંથી કાઢી નાખવો પડશે કારણ કે તમારી ઉંમર રખડવાની નથી. તમારે તમારાં ત્રણ બાળકોનો ઉછેર કરવાનો છે. જો તમે જ આડા માર્ગે ચડી જશો તો એમનું શું થશે? તમે તમારી ભાવનાઓ પર કાબૂ રાખો નહીંતર પાછળથી પસ્તાવું પડશે.
પ્રશ્ન: મારા લગ્ન થયાંને ત્રણ વર્ષ થઈ ગયાં છે. હું ૨૪ વર્ષનો છું અને શહેરમાં રહું છું. મારી ૨૧ વર્ષની ઉંમરની પત્ની ગામડામાં રહે છે. થોડા સમય પહેલાં મારી પત્નીને પેટમાં તકલીફ થતાં મેં ડોક્ટરને બતાવી અલ્ટ્રાસાઉન્ડ કરાવ્યું.
અલ્ટ્રાસાઉન્ડ મુજબ મારી પત્નીનું ગર્ભાશય નાનું છે. તેની લંબાઈ ૫.૯ સેન્ટિમીટર, જાડાઈ ૩.૪ સેન્ટિમીટર અને પહોળાઈ ૨.૮ સેન્ટિમીટર છે.
ડોક્ટરનું કહેવું છે કે ગર્ભાશયને સામાન્ય આકારમાં લાવવા માટે ત્રણ મહિના સુધી દવા કરાવવી પડશે. આ સમસ્યા અંગે અમે બીજા એક ડોક્ટરની સલાહ લીધી. તેમનું કહેવું હતું કે ગર્ભાશય નાનું નથી, પરંતુ તેમાં સોજો આવી ગયો છે. આ સ્થિતિમાં અમને ખબર નથી પડતી કે અમારે શું કરવું જોઈએ.
બીજી સમસ્યા એ છે કે સમાગમ બાદ વીર્ય યોનિમાંથી તરત જ બહાર વહી જાય છે. તેથી એ ચિંતા થાય છે કે અમે ક્યારેય સંતાનનું સુખ પ્રાપ્ત કરી શકીશું ખરાં?
એક સ્ત્રી (અનાવલ)
ઉત્તરઃ તમારી પત્નીના ગભાશયનું કદ બિલકુલ સામાન્ય છે. એવી ીઓ કે જે માતા નથી બની શકતી તેમના ગર્ભાશયની સામાન્ય લંબાઈ ૪.૫ થી ૯.૦ સે.મી. જાડાઈ ૧.૫ થી ૩.૬ સે.મી. તથા પહોળાઈ ૪.૮ થી .૫ સે.મી.ની વચ્ચે હોય છે. જેના આારે માત્ર એટલું જ કહી શકાય કે પહોળાઈની દૃષ્ટિએ તમારી પત્નીનું ગર્ભાશય થોડું ઓછું પહોળું છે, પરંતુ આ કારણે માતા બનવામાં તેમને કોઈ મુશ્કેલી આવવી ના જોઈએ.
જ્યાં સુધી ગર્ભાશયમાં સોજો આવવાની સમસ્યા છે, અલ્ટ્રાસાઉન્ડના આ રિપોર્ટમાં એવાં કોઈ લક્ષણો દેખાતાં નથી. તમે એ ડોક્ટરને પૂછો કે તમે આવું કયા આધાર પર કહી રહ્યા છે. જો સોજો હોવાની વાત સંપૂર્ણ સાચી હોય તો તેની વ્યવસ્થિત સારવાર કરાવો.
સમાગમ બાદ યોનિમાંથી વીર્ય બહાર નીકળી જવું એ એક સામાન્ય વાત છે. આવો અનુભવ ઘણાં દંપતીઓને થતો હોય છે. તેનાથી એ અંદાજ ન લગાવવો જોઈએ કે શુક્રાણુ પોતાની મંજિલ તરફ આગળ વધી શકતા નથી. સત્ય એ છે કે વીર્યમાં શુક્રાણુઓનો અંશ માત્ર ચાર ટકાથી પણ ઓછો હોય છે અને તેમાં જ કરોડોની સંખ્યામાં શુક્રાણુ હાજર હોય છે. તેમાંથી થોડા શુક્રાણુ જ યોનિમાર્ગ અને ગર્ભાશય ગ્રીવાથી પસાર થઈને ીબીજ નલિકામાં પહોંચે છે. યોગ્ય સમયે ીબીજ પાસે પહોંચી જાય તો શુક્રાણુ અને ીબીજનું મિલન થઈ સંતાનનું બીજ પડી શકે છે.
લગ્નનાં ત્રણ વર્ષ પછી પણ તમારી પત્ની સગર્ભા નથી બની શકી તેની પાછળ ઘણાં કારણો હોઈ શકે છે. એ પણ શક્ય છે કે જુદી જુદી જગ્યાએ રહેવાના કારણે તમે બંને એ દિવસોમાં સાથે નહીં રહ્યા હોય કે જ્યારે ગર્ભધારણનો સંયોગ હોય. માસિકચક્રના નિયમિત ૨૮-૩૦ દિવસ થતાં સ્ત્રીમાં આ સંયોગ માસિકચક્રના ૧૨થી ૧૬મા દિવસ વચ્ચે બની શકે છે. જો તમે એક વર્ષ સાથે રહેવા છતાં પણ સંતાનની ઇચ્છા પૂરી નથી કરી શક્યાં તો બહેતર એ છે કે તમે તમારી અને પત્નીની કોઈ ઈનફટલિટી નિષ્ણાત પાસે વિધિસર તપાસ કરાવો.