Get The App

કલરફુલ સ્કાર્ફ ફૅશનની ફૅશન, ઠંડી સામે બંડી

Updated: Nov 25th, 2019

GS TEAM

Google News
Google News
કલરફુલ સ્કાર્ફ ફૅશનની ફૅશન, ઠંડી સામે બંડી 1 - image


બેંગ્લોર, દિલ્હી કે પૂના જેવા શહેરમાં ફરવા નીકળો તો માથા પર સ્કાર્ફ પહેરીને સ્કુટર ચલાવતી મહિલાઓ જોઇને તમને કદાચ નવાઇ લાગે. આ બધી જ મહિલાઓ વિવિધ જાતના અસંખ્ય સ્કાર્ફ રોજિંદા વપરાશમાં લે છે. મુંબઇ જેવા શહેરમાં કદાચ કોર્પોરેટ મહિલાઓનાં બિઝનેસ ડ્રેસ પર ગળે લપેટાયેલો કે લંચ લેતી મહિલાએ ખોળામાં રાખેલો સ્કાર્ફ જોવા મળે છે. હવે અમદાવાદ-વડોદરામાં ય સ્કુટર પર જતી યુવતીઓ માથે કેપ કે સ્કાર્ફ પહેરેલી જોવા મળે છે. 

તમારી નજરે સ્કાર્ફ એટલે સ્કાર્ફ એમાં નવું શું હોય? પણ તમારા બ્લોડ્રાય કરેલા વાળને હવાથી બચાવવા વપરાતો આ મોટો કપડાનો ચોરસ ટુકડો પોતાની આગવી પ્રતિભા ધરાવે છે. નિસ્તેજ રંગના કપડાં પહેર્યા હોય અને એની ઉપર જ રંગબેરંગી સ્કાર્ફ ગોઠવાઇ જાય તો તમારા કપડાંનો મોભો વધી જાય. ઓફિસનાં બોર્ડરૂમમાં લેડીઝ સૂટ જેવાં ભારેભરખમ કપડાં પહેરીને બેઠેલી મહિલા જો ગળા પર સ્કાર્ફ વીંટે તો હળવાશ ચોક્કસ અનુભવી શકે.

ટૂંકમાં, સ્કાર્ફ પહેરનાર વ્યક્તિ આત્મવિશ્વાસથી ભરપૂર બની જાય છે. તેમાં શંકા નથી. સાદા કોટન, ક્રેપ કે હાથવણાટ સિલ્કનાં કપડામાંથી સ્કાર્ફ બનાવાય છે. વિદેશમાં તો દુકાનોમાં કાશ્મીરી અને પશ્મીના સ્કાર્ફ પણ જોવા મળે, જેનાં ઉપર શ્રેષ્ઠ કક્ષાની ઝળહળતી ઝાંય હોય. અને જે માણસોને પરવડી શકે તેમનાં માટે મોંઘાદાટ શા ટુશં સ્કાર્ફ પણ ઉપલબ્ધ હોય છે.

મોટી સાઇઝનો નેપકીન અને શાલ-એ બંને વચ્ચેનો ચોરસ ટુકડો એટલે સ્કાર્ફ. પહેલાનાં જમાનામાં અંગ્રેજી સ્ત્રીઓ સ્કાર્ફ રાખતી તો એ એમનો મોભો ગણતો. સ્કાર્ફ રાખનાર સ્ત્રી ક્યો સામાજિક દરજ્જો ધરાવે છે, તે સ્કાર્ફ અને એ પહેરવાની સ્ટાઇલ પરથી નક્કી થતું. આજે તો સ્કાર્ફ, ઓફિસવેર હોય કે ઇવનીંગ વેર (સાંજના વસ્ત્રો) બંને રીતે પહેરી શકાય છે.

સ્કાર્ફ પહેરવાની શરૂઆત પુરુષોએ કરી હતી. તેઓ ગળામાં અવ્યવસ્થિત રીતે સ્કાર્ફને ગાંઠ મારી વીંટાળતાં કે પાછળ કોલરમાં ભરાવતાં. ક્યારેક સૂટનાં ખીસામાં સ્કાર્ફ ડોકાય તે રીતે રખાતો અથવા તો ઠંડીથી બચવા તેનો ઉપયોગ કરાતો.

સ્ત્રીઓ માટે સૌ પ્રથમવાર સ્કાર્ફનો ઉપયોગ કરવાનુ કોકો ચેનલ નામની મહિલાએ શીખવ્યું. તેણે પોતાનાં મોતી અને સોનાનાં બટનો સાથે સ્કાર્ફનો પણ વસ્ત્રપરિધાનમાં ઉપયોગ શરૂ કર્યો.

એટલે, તમે સ્કાર્ફ વાપરો છો કે ફોલર્ડ, એના પરથી તમારો સામાજિક દરજ્જો નક્કી થઇ શકે. સ્કાર્ફ પહેરનાર આકર્ષક, આત્મ

-વિશ્વાસી અને નક્કર કાર્યપ્રણાલિમાં માનનારા હોવાની છાપ ઊભી થાય છે. જ્યારે ફોલર્ડ વાપરનાર એકદમ અલગ જમાતનાં છે, તેવું તારણ નીકળે છે. 

ફોલર્ડ, સ્કાર્ફ જેવું કહી  શકાય. પણ તે કોઇક ખૂણામાં અટકાવીને રાખેલું હોય અને એ ખૂણા પર તેનું નામ કે લોગો ઝળકતો હોય. આવા ચોરસ કપડાંને ફોલર્ડ કહે છે. એનાં નામ પરથી તે કેટલો કિંમતી છે, તેનો અંદાજ લગાવી શકાય. સિલ્ક ફોલર્ડ કોપર્ડ, હર્મીસ કે કાર્ટીયર જેવાં લોગો પણ ધરાવતો હોઇ શકે.

જો કે, સ્કાર્ફ માત્ર સિલ્કનાં કપડાંનાં ચોરસ ટુકડા જ નથી હોતાં. ઘણીવાર તે કલા અને વણાટનાં અદ્દભૂત નમૂના હોય છે. હર્મીસ ફોલર્ડ એ ઉત્કૃષ્ટ હેન્ડ પ્રીન્ટનું ઉદાહરણ ગણાવી શકાય.

વણાટ અને કલાને બાજુએ રાખીએ  તો પણ સ્કાર્ફ એવી અગત્યની ચીજ છે, જેનો ઉપયોગ ખરાબ વાળ ઢાંકવા માટે થઇ શકે. 

અત્યાર સુધી તો ભારતીય નારીઓએ પોતાનાં પહેરવેશમાં સ્કાર્ફનો ઉપયોગ શરૂ નહોતો કર્યો પણ પાશ્ચાત્ય વસ્ત્રોની ફેશનને કારણે આજે સ્કાર્ફ ધીમે ધીમે નોકરી કરતી સ્ત્રીઓમાં લોકપ્રિય બની રહ્યાં છે. બ્યુટીફૂલ બોલીવર્ડની એમ્બેસેડ્રેસ આના બ્રેડમેયર કહે છે, ''સ્કાર્ફનો ઉપયોગ કરીને વસ્ત્રોમાં નવીનતા લવાય છે. એનાં ભડક રંગોને કારણે તે સૂટ અને સ્કર્ટ ઉપર પણ પહેરી શકાય છે.

જ્યારે સ્ત્રીઓએ વધારે પડતાં ઘરેણાં ન પહેરવા હોય ત્યારે તે સ્કાર્ફ પહેરી શકે છે. ''બ્યુટીફૂલ બોલીવર્ડમાં હર્મીસ અને લોંગ ચેમ્પ કંપનીનાં સ્કાર્ફ વેચાય છે. અહીં લોંગચેમ્પ ફોલર્ડનું વેચાણ રૂા.૪,૫૦૦થી શરૂ થાય છે. આ કિંમતમાં તમે શ્રેષ્ઠ કક્ષાનાં હાથવણાટનાં, ઝીણામાં ઝીણી વણાટ ધરાવતાં સીલ્ક જેવાં વસ્ત્રોમાંથી બનેલા સ્કાર્ફ મેળવી શકો છો, જેને કારીગર પાસેથી દુકાન સુધી પહોંચતા મહિનાઓ લાગ્યા  હોય. મુંબઇના અન્ય કોપર્ડ બુટિકમાં ઝીણી ડિઝાઇન ધરાવતા કોપર્ડ ફોલર્ડ મળે છે.

આમ તો કાર્ટીયર સ્કાર્ફ ભારતમાં મળતાં નથી પણ તેઓ ખૂબ જ ચમકદાર રંગો ધરાવતાં હોય છે. ટેબલ પ્રિન્ટીંગ પધ્ધતિથી કાબેલ કારીગરો દ્વારા બનાવાયેલા લિયોન્સ અને કાર્ટીયર સ્કાર્ફ ટ્વીલ સિલ્ક, લાઇટ સિલ્ક અને શિફોનનાં ખૂણા ધરાવતાં સાટીન જેવાં કપડાંમાંથી બનાવીને વેચાય છે જેની કિંમત રૂા.૯,૧૦૦થી માંડીને રૂા.૧૭,૨૬૪ સુધીની હોય છે.

પણ સ્કાર્ફનાં આટલા બધાં ભાવ સાંભળીને સ્કાર્ફ પ્રેમીઓએ ડરી જવાની જરૂર નથી. ભામિની સુબ્રહ્મયમનાં રૂા.૯૯૫ની કિંમત ધરાવતાં ચાઇનીઝ સિલ્કના સ્કાર્ફ શોપર્સ સ્ટોપમાં ઉપલબ્ધ છે. આજે વધુ ને વધુ ભારતીય સ્ત્રીઓ સજાવટની વસ્તુ તરીકે સ્કાર્ફનો ઉપયોગ અને ખરીદી કરી રહી છે. ખાસ કરીને ડિસેમ્બર-જાન્યુઆરીમાં તેનું વેચાણ વધી જતું હોવાનો દાવો પણ થાય છે ઉપરાંત, પાશ્ચાત્ય કપડાં પહેરતી સ્ત્રીઓ પણ તેનો વધુને વધુ ઉપયોગ કરી રહી છે.

- નમિતા

સ્કાર્ફ પહેરવાની પાંચ પધ્ધતિઓઃ

(૧) ગળાની આસપાસ ખલાસીઓ મારે તેવી ગાંઠ બાંધી પહેરી શકાય, જેનાં ખૂણા એકસાથે આગળ રહે. 

(૨) ત્રિકોણ બનાવી સ્કાર્ફની ગાંઠ વાળવી અને બંને છેડા ડાબા ખભા પર ઝૂલતા રાખવા.

(૩) ત્રિકોણ બનાવી માથા પર  પહેરવો અને ચિબૂક નીચે ગાંઠ વાળવી.

(૪) માથા ઉપર પોનીટેઇલ બનાવી તેનાં પર સ્કાર્ફ બાંધી શકાય.

(૫) નિસ્તેજ લાગતાં કપડાંને ઉઠાવ આપવા સાવ સરળ રીતે કોઇપણ જગ્યાએ બાંધી શકાય અથવા તમારી પર્સનાં હેન્ડલ ઉપર સ્કાર્ફ બાંધવાથી પણ તમારી પ્રતિભામાં આગવી છાંટ ઊભી કરી શકાય.

Tags :