Magazines

સિગ્નેચર પરફ્યુમ જાતે પસંદ કરો

By GS TEAM
12 Jan 20262 mins read
સિગ્નેચર પરફ્યુમ જાતે પસંદ કરો

પાર્ટીમાં કે કોઈના ઘરે તમે પહોંચો તેનાથી પહેલા તમારા પરફ્યુમની સુગંધ પહોંચી જાય તેને કહેવાય સિગ્નેચર પરફ્યુમ. તમારી સેન્ટની પસંદગી તમારું વ્યક્તિત્વ છતું કરે છે.

આકર્ષક મોહિની: 

શું તમારી આભા પ્રિયંકા ચોપરા જેવી રહસ્યમય છે? તમે હંમેશાં મોહક દેખાવા ઈચ્છતા હો અને તમને રાજકુમારી જેવી ટ્રીટમેન્ટ જોઈતી હોય તો તમારા વાળને થોડા વાંકડિયા કરાવો. ડે-પાર્ટીમાં ફૂલોની ડિઝાઈનવાળું ફ્રોક કે ઈવનિંગ પાર્ટીમાં બ્યુટીફુલ ગાઉન પહેરી, ઉપર આદુની તીખાશ, લીંબુની ખટાશ અને ફૂલોની મીઠાશ મિશ્રિત  પરફ્યુમ છાંટો.

ઈન્ટેલિજન્ટ: 

તમને અનન્યા જેવા મોડર્ન અને બુદ્ધિશાળી દેખાવું હોય, જીવનના રહસ્યો જાણવા તમે હંમેશાં અત્યંત ઉત્સુક હો તો, સુંવાળા, વ્યવસ્થિત રીતે ડિઝાઈન કરેલા, સાદા છતાં અજોડ વસ્ત્રો પહેરો અને ફળો, કાળી દ્રાક્ષ, સફરજન, ગુલાબ, ચંપા અને કસ્તુરીની સુવાસ ધરાવતું  સેન્ટનો ઉપયોગ કરો.

આઝાદ પંછી: 

ચહેરા પર વસંતનું સ્મિત અને છલોછલ જીવનનું પ્રતિક એટલે પ્રિટી ઝિન્ટા. તમે પણ તેની જેમ ટ્રેન્ડ સેટર બનવા માગતા હો તો વાળમાં ફૂલોની ડિઝાઈન ધરાવતી એકસેસરીઝનો ઉપયોગ કરો, રંગીન - ઘેરદાર  સ્કર્ટ પહેરો અને વુડી તેમજ ફૂલોની સુગંધથી મહેકતું  પરફયુમ વાપરો.

હોટ હોટ લુક:

 તમે હોટ અને સેકસી તૃપ્તિ ડીમરી જેવા દેખાવા ઈચ્છતા હો તો ટૂંકા વસ્ત્રો, સેકસી આંતરવસ્ત્રો અને ધ્યાનાકર્ષક જ્વેલરી પહેરો. સાથે લાલ ગુલાબ, રતુંબડા પ્લમ, અને કેરબાની સુગંધથી છલોછલ  પરફ્યુમ છાંટો.

અલ્લડ અદા: 

જો તમે યામી ગૌતમની જેમ હંમેશા નવા નવા પડકાર ઝીલવા તૈયાર હો, બીજાની રાહ જોયા વિના જ પરિસ્થિતમાં ઉત્તેજના ફેલાવી શકતા હો, તો ટ્રેક પેન્ટ અથવા બીજી કોઈ પણ જાતના વસ્ત્રો પહેરો અને સમયાંતરે નવું લુક અપનાવો. તમારી આ સ્ટાઈલ માટે કસ્તુરી, યેલો ફ્રેસીયા, સફેદ મરી અને ગાર્ડનિયા ફૂલોની ખૂશ્બુથી, તરબતર  સેન્ટ વાપરો.