ચીને ભારતીય મસાલાની ગુણવત્તા ઉપર ઉઠાવેલા પ્રશ્નો : પ્રતિબંધની ચીમકી

- કોમોડિટી કરંટ
- ચાર વર્ષ બાદ ઘઉંની નિકાસમાં 50 લાખ ટનની છૂટ સાથે વિશેષ ફોક્સ
લગ્નગાળો, ચુંટણી અને મંદીના કારણે રાજયના મોટા ભાગના કૃષિ બજારોમાં પેદાશોની આવકો સતત ઘટાડા તરફ જઈ રહી છે. યુધ્ધના કારણો કૃષિ પેદાશોની નિકાસ લગભગ ઠપ્પ થઈ જવાને કારણે વેપારોમાં સુસ્તી વધી રહી છે. લોક્લ માંગ થોડીઘણી હોવાથી વેપારી કામકાજ ધીમા છે. યુધ્ધ હાલપૂરતું હંગામી ધોરણે બંધ હોવાના સંજોગો છે પરંતુ ક્યારે યુધ્ધ ભડકે તેની કોઈ ગેરંટી નહીં હોવાથી નિકાસકારો હાલમાં વિદેશ વેપારનું જોખમ લેવા માંગતા નથી. જો કે ગતવર્ષે લગભગ ચાલીશ હજાર કરોડની કિમતના ૧૮ લાખ ટન મસાલાની નિકાસ થઈ હોવાના અહેવાલો છે. જીરૂ, હળદર, ધાણા, ઇલાયચી સહિતના મસાલા ચીજોની ચીન, અમેરિકા, યુરોપ તથા પાડોશી રાષ્ટ્રોમાં મોટે ભાગે નિકાસ થતી હોય છે. તાજેતરમાં ભારતીય મસાલાની ચીનમાં થયેલી નિકાસની ખેપમાં પેસ્ટીસાઈડ વધુ હોવાનો ઇસ્યૂ તાઈવાન ફૂડ એન્ડ ડ્રગ એડમીની સ્ટ્રેશને બહાર કાઢ્યો છે. આ સંદર્ભે ચીન ઓથોરીટીએ ભારતીય મસાલાઓની ચીનના બજારમાં બ્રેક લગાવવાની ચીમકી આવી મસાલા ચીજો પેસ્ટીસાઈડ સહિત ગુણવત્તાના મામલે નિયમોનું સખત પાલન કરી માલ મોકલવા ચેતવણી આપતાં આ મામલે ગંભીર નોંધ લેવાઈ છે. ભારત મસાલા નિકાસમાં ભલે અગ્રેસર દેશ હોય પરંતુ વૈશ્વિક ગુણવત્તાના નિયમોનું સખત રીતે પાલન કરવું હવે અત્યંત જરૂરી બન્યું છે. નાની સરખી ભુલ પણ આંતરરાષ્ટ્રીય બજારોમાં ભારતની પ્રતિષ્ઠાને કલંકિત કરી શકે છે. જોકે વર્ષ ૨૦૨૬માં ૮ થી ૯ લાખ કરોડ ઉપરાંતનો વિદેશ બિઝનેશ સાથે ગ્લોબલ બજારમાં લીડર પોઝીશન ઉપર ભારત રહ્યું છે.
મસાલા ઉપરાંત ઘઉ, મકાઈ જેવા અનાજની નિકાસમાં પણ આ વર્ષે ભારતે હરણફાળ ભરી છે. આ સંદર્ભે કોમોડિટીના જયવદનભાઈ ગાંધી વધુમાં જણાવે છે કે આ વર્ષે દેશમાં ઘઉનું ઉત્પાદન સરેરાશ ૧૧૦ થી ૧૨૦ મિલીયન ટનની આસપાસ રહે તેવો અંદાજ છે. સવારી અહેવાલો પ્રમાણે સરકાર પાસે લગભગ ૨૧૮ લાખ ટન ઘઉ સ્ટોક એટલે કે નિયમ કરતાં ત્રણ ગણો વધુ સ્ટોક ઉપલબ્ધ છે. આ સંજોગોમાં ખેડૂતોને ઘઉંના પોષણક્ષમ ભાવો મળે તે હેતુથી ચાર વર્ષના ગાળા બાદ નિકાસ નિતિમાં ફેરફાર કરીને ૫૦ લાખ ટન ઘઉની નિકાસ માટે છુટછાટ આવી છે. જેમાં ૫૦ લાખ ટન ઘઉની સાથે સાથે ૧૦ લાખ ટન ઘઉની વિવિધ બનાવટોની નિકાસ માટે પણ લીલી ઝંડી આવી છે. આ ઉપરાંત સ્થાનિક ઘઉની સરકારી ખરીદી માટે ઢીલી નીતિ આવીને ટેકાના ભાવે ખરીદ પ્રક્રિયા હાથ ધરવા અનુરોધ કર્યો છે.
વૈશ્વિક સ્તરે ભારતીય ઘઉની કિંમતો ઉચી હોવાથી હરિફાઈનો સામનો કરવો પડી રહ્યો છે. હાલમાં નેપાળ તથા NCDEX જેવા દેશોમાં નિકાસી વેપાર શરૂ થયા છે. બાંગ્લાદેશ જેવા પાડોશી રાષ્ટ્રોના બજારો પણ સંભવિત જણાઈ રહ્યા છે. ઘઉના નિકાસની સાથે સાથે સરકારે ૧૮ લાખ મેટ્રિક ટનથી વધારે રવિ પાકોની ટેકાના ભાવે ખરીદી કરવા માટે લીલી ઝંડી આપેલ છે. જેના માટે લગભગ ૧૧ થી ૧૨ હજાર કરોડ રૂપિયાની ફાળવણી કરી હોવાના અહેવાલો છે. ઘઉની સાથેસાથે દાળોની પણ ટેકાના ભાવે વિશેષ ખરીદી માટે ભાર મુકવામાં આવ્યો છે. આ સંદર્ભે સરકાર આ વર્ષે ટેકાના ભાવે કેટલા રવિ પાકોની ખરીદી કરી ખેડૂતોને કેટલો લાભ અપાવે છે તેની ઉપર હાલમાં મીટ મંડાઈ છે.
દરમ્યાન રાજયના કૃષિ બજારોમાં રવિ પાકોની આવકોમાં ઉત્તરોત્તર ઘટાડો થઈ રહ્યો છે. જીરામાં આવકો કપાઇને ૨૦ થી ૨૫ હજાર બોરી આસપાસ છે. નિકાસ ઠપ્પ છે જ્યારે લોકલ માંગ પણ સીમીત છે. વાયદો ગયા અઠવાડિયે મંદી તરફી રહીને પ્રતિ કિવન્ટલે ૨૦૮૦૦૦ રૂપિયા નીચા સ્તરે છે. હાજરમાં પ્રતિ મણે રૂપિયા ૪૨૦૦ થી ૪૩૦૦ની આસપાસ છે. વરીયાળી તથા ઈસબગુલમાં આઠથી દશેક હજાર બોરી આસપાસ આવકો છે. લાંબે ગાળે તેજી થવાની શક્યતા જોવાઈ રહી છે. મસાલામાં આવતા મે માસથી કાળા મરીનો વાયદો ફરીથી શભઘઈઠ ઉપર શરૂ થવાના પ્રયાસો છે. કિલેવરી સેન્ટર કોચીન હોવાની સાથે કાળા મરીનો વાયદો શરૂ કરવાની યોજના લગભગ અંતિમ તબક્કામાં હોવાના અહેવાલો છે. અગાઉ કોમોડિટી એક્સચેન્જમાં કાળા મરીના વાયદાનો કારોબાર થતો હતો. પરંતુ કેટલાક કારણોસર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.








