શું છે 2020નું નવું સ્ટાઈલ સ્ટેટમેન્ટ?
નવા વર્ષના શુભારંભ સાથે જ માનુનીઓએ અનેક સંકલ્પો પણ લીધા જ હશે. પરંતુ ઘણા ખરા સંકલ્પો ફેબુ્રઆરી શરૂ થતી પહેલા જ ભૂલાઈ જતા હોય છે.વૈશ્વિક સ્તરે આ પ્રમાણ ૮૦ ટકા જેટલું છે. પરંતુ આજે એક એવા ન્યુ યરના સંકલ્પની વાત કરીએ જેમાં તમને આનંદ પણ આવે અને તમારો તે સંકલ્પ જાળવવાનો ઉત્સાહ પણ જળવાઈ રહે તે સંકલ્પ એટલે માનુનીઓની સૌથી મનપસંદ પ્રવૃત્તિ હમેશાં સુંદર અને સ્ટાઈલીશ દેખાવું તે માટે તમારે વોર્ડરોબમાં કેટલાક નજીવા ફેરફાર કરવાની જ આવશ્યક્તા છે. તો આવો જાણીએ નવા વર્ષના તમારા નવા સ્ટાઈલ સ્ટેટમેન્ટને લેટેસ્ટ ફેશન સેન્સ સાથે કઈ રીતે અપગ્રેડ કરશો.
ફોર્મલ શોર્ટ્સ
હાલ પ્રોફેશનલ જગતમાં ફોર્મલ શોર્ટ્સની બોલબાલા વધી રહી છે. બીઝનેસ સૂટમાં બરમૂડા શોર્ટ્સ પારંપારિક પેન્ટ અને સ્કર્ટને ઈતિહાસ બનાવી રહ્યા છે. જો તમે ફેશનની બાબતમાં મોટું જોખમ ખેડવા ન ઈચ્છો તો પણ તમે સાદા બરમૂડા વેર ન્યુટ્રલ કલરમાં પસંદ કરીને સાથે લઈ હિલ્સ અને નાના પર્સનું ફોર્મલ કોમ્બીનેશન કરી શકો છો. તમે જો આમા કેઝ્યુઅલ લૂક મેળવવા ઈચ્છતા હોવ તો ફોર્મલ પેન્ટની જગ્યાએ ડેનિમનો પણ ઉપયોગ કરી શકો છો.
તમે જો આમા કેઝ્યુઅલ લૂક મેળવવા ઈચ્છતા હોવ તો ફોર્મલ પેન્ટની જગ્યાએ ડેનિમનો પણ ઉપયોગ કરી શકો છો.
સોનેરી આભૂષણો પહેરો
જો તમે આ વર્ષે કાંઈક જુદો લૂક મેળવવવા ઈચ્છો તો તમારા આભૂષણોના સોનેરી રંગનો વધુ પડતો સમાવેશ કરી શકો છો. તેમાં તમે ડેલિકેટ ચેન, બ્રેસલેટસ, અને રિંગની જોડી પહેરી શકો છો. તે તમને એકદમ સોફીસ્ટીકેટેડ અને ક્લાસીક લૂક આપશે.
તમારી બાંયો સાથે પ્રયોગ કરો
અત્યાર સુધીમાં ફેશનજગતમાં બાયોમા સૌથી વધુ પરિવર્તન આવ્યા છે. તેમાં તમે ફલફી કેપ, સ્કવેર આર્મહોલ, પફ, બલૂન, બેટ વિંગ, રાઉન્ડ સ્લીવ, મેલન, કોલ્ડ શોલ્ડર્ડ, સ્ટ્રેપ્ડ, સ્લેશ્ડ, ગીબસન, એલબો પેચડ વગેરે પ્રકાર અજમાવી શકો છો. માત્ર બાયનું પરિવર્તન તમારા આખા કપડાનો લૂક બદલવા પૂરતો છે.
જેકેટ અને બ્લેઝર્સ
૨૦૨૦નો ટ્રેન્ડ કાંઈક નવં કરવાનો ટ્રેન્ડ છે. તેમાં તમે ક્યારેય પણ ન વિચારેલી ફેશનને અપનાવી શકો છો તમે તમારા મેક્સી સ્કર્ટ સાથે કે પછી સાડી સાથે બ્લેઝર પહેરી ઠંડીથી બચી શકો છો અને ટ્રેન્ડી લૂક પણ મેળવી શકો છો જો તમારા વોર્ડરોબમાં પહેલેથી જ જૂના જેકેટ અને પેન્ટ પડયા હોય તો તમે તેના પર લેસથી કે પછી નિયોન રંગના દોરાથી ભરતકામ પણ કરી શકો છો. આ નવા પ્રકારના જેકેટ્સ તમે પારંપારિક સલવાર કમિઝ કે પછી સાડી સાથે પણ પહેરી શકો છો અને એકદમ ટ્રેન્ડી આકર્ષક લૂક મેળવી શકો છો. જો કે આ બધા જ પ્રયોગમાં તમારો આત્મવિશ્વાસ અને અનુકૂળતા સૌથી વધુ મહત્ત્વપૂર્ણ પરિબળો છે.
તો સખીઓ તમે રાહ કોની જુઓ છો ન્યુ યરમાં ફેશન સ્ટાઈલથી અપડેટેડ રહેવાનો સંકલ્પબ પૂર્ણ કરો છો ને?
- ચેતના રાજા