Get The App

ટાઢમાં સૂકી ત્વચાને ભીની રાખવાની તકેદારી

Updated: Feb 4th, 2020

GS TEAM

Google News
Google News
ટાઢમાં સૂકી ત્વચાને ભીની રાખવાની તકેદારી 1 - image


શિયાળો અને લગ્નસરા સાથે સાથે ચાલતા હોવાથી આ ઋતુમાં વિવાહ અને તેને લગતાં અન્ય કાર્યક્રમોમાં નવા નવા વસ્ત્રાભૂષણો પહેર૨ીને મહાલવાનો મોકો મળે છે. આવા પ્રસંગોમાં ક્યારે શું પહેરવું અને શી રીતે જવું તેની ચિંતા થાય તે સ્વાભાવિક છે.

પણ શું  સારા કપડાં-દાગીના પહેરવાથી અને નવી નવી એક્સેસરીનો ઉપયોગ કરવા માત્રથી જ તમે આકર્ષક દેખાશો? આ પ્રશ્ન પૂછવાનુ ંમન એટલા માટે થયું કે શિયાળામાં ત્વચા એકદમ શુષ્ક બની જાય છે, હોઠ અને એડી ફાટી જાય છે, હાથની ત્વચા પણ તરડાઈ  જાય છે. આવી સ્થિતિમાં તમે ગમે તેટલા તૈયાર થશો તોય શોભશો ખરાં? તો પછી રાહ શેની જુઓ છો? તૈયાર થઈ જાઓ તમારી ત્વચાની કાળજી લેવા.

ત્વચા નિષ્ણાતો તો કહે  છે કે ફાટેલા હોઠ પર લિપ બામ અથવા પેટ્રોલિયમ જેલી  લગાવો. તમે ઘી પણ  લગાવી  શકો છો. ઘી હોઠના મોઈશ્ચરાઈઝરની જાળવણી કરવામાં મદદ કરે છે. હોઠ સુકાઈ જાય ત્યારે તેની ઉપર જીભ ફેરવીને તેને ભીનાં રાખવાનો પ્રયાસ ન કરો. આમ કરવાથી તે વધુ શુષ્ક બની જશે.

સમગ્ર શરીરે તેલ માલિશ કરાવો. તેનાથી તમારા આખા દેહમાં ચમક આવી જશે. આને માટે તમે ઓલિવ ઓઈલ, નાળિયેર તેલ કે બેબી ઓઈલનો વપરાશ પણ કરી શકો.

તમારા સનસ્ક્રીન લોશનમાં મોઈશ્ચરાઈઝર ભેળવીને  લગાવો જેથી તડકાથી તમારી ત્વચા  સુરક્ષિત રહેશે અને તરડાશે પણ નહીં. 

ચામડીને ચમકતી અને સ્વસ્થ રાખવા નિયમિત રીતે એન્ટિઓક્સિડન્ટ અને વિટામીન 'સી' લો. તેવી જ રીતે ઘેરા રંગના શાકભાજીના જ્યૂસ અને પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી પણ ત્વચાની  તાજગી જળવાઈ રહેશે.

તૈલીય ત્વચા માટે  વિટામીન સી, બાયો સલ્ફર, એલોવેરા, હળદર અને એએચએ જેવાં  તત્વો ધરાવતું ઓરેન્જ ફેસ વોશ યોગ્ય રહેશે. જ્યારે શુષ્ક ત્વચા માટે વિટામીન સી, દૂધ, સોયા, સલ્ફર અને એલોવેરા યુક્ત હળવું ફેસ વોશ અચ્છો વિકલ્પ બની રહે છે.

ફ્રૂટ માસ્ક, પર્લ, સીવીડ કે સિલ્વર માસ્ક જેવા હર્બલ માસ્ક તમારી  ત્વચાની ભીનાશ જાળવવામાં સહાયક બને છે. આ  માસ્કમાં તમે કાકડી કે પપૈયુ ઉમેરીને પણલગાવી શકો છો.

ટાઢમાં સૂકી ત્વચાને ભીની રાખવાની તકેદારી 2 - imageશિયાળામાં ચામડીની શુષ્કતા દૂર કરવા તમે તેના ઉપર શું લગાવો છો તે જેટલું અગત્યનું છે. એટલું જ મહત્ત્વ તમે શું ખાઓ છો તેનું પણ છે. શરીરની આંતરિક સ્વસ્થતા આપોઆપ ત્વચા પર ઝળકે છે. તેથી આ સીઝનમાં મેંદાવાળો આહાર એકદમ મર્યાદિત પ્રમાણમાં લો. સાકર, કોલા અને તળેલા  પદાર્થો પણ ઓછા  ખાઓ. આ બધા ખાદ્ય પદાર્થોમાં કેલેરી નહીંવત્ હોય છે અને તેનાથી ખીલ નીકળવા, હોર્મોન્સનું સંતુલન  ખોરવાવું, ચહેરા પર વાળ ઉગવા અને માથાના વાળ ખરવા જેવી સમસ્યાઓ સર્જાય છે.

હાથ, પગ અને નખની કાળજી માટે સાબુરહિત ક્લિન્ઝર વાપરો. બહાર જાઓ ત્યારે સનસ્ક્રીન લોશન અચૂક લગાવો. હુંફાળા પાણીમાં પગ  ડૂબાડીને મૃત ત્વચા દૂર કર્યા પછી પગની  એડી, પાની અને નખ પર મોઈશ્ચરાઈઝર લગાવો.

જો તમને પોસાય તો તમે  સ્કીન ક્લિનિકમાં જઈને માઈક્રોડર્મેબેસન,  કેમિકલ  પિલ્સ અને હાઈડ્રોડર્મેબેસન જેવી  ટ્રીટમેન્ટ લઈ શકો છો. આ બધી  ટ્રીટમેન્ટ તમારી ત્વચાને ચમક આપવા સાથે તેના પર પડેલા ડાઘા-ધાબા પણ દૂર કરશે. પ્રસંગોપાત સાડી પહેરતી વખતે તમારી પીઠ પણ સુંવાળી-ચળકતી હોય તે  જરૂરી છે. તેથી બેક પોલીશીંગ પણ સારો વિકલ્પ છે. તેવી જ રીતે કોણીની ખરબચડી બનેલી ત્વચાની ટ્રીટમેન્ટ તરીકે  કેમિકલ પિલ્સ ખપ લાગશે.

ઠંડીની  ઋતુમાં ત્વચાની જેમ કેશ પણ સુકા થઈ જાય છે. તેથી શિયાળામાં વારંવાર વાળ ધોવાનું ટાળો.  જેને રોજેરોજ કે એકાંતરે શેમ્પૂ કરવાની ટેવ હોય તેણે વધુ એક  દિવસ કેશ ધોવાનું ટાળવું. વાળ મેલા ન થાય એટલે બહાર 

ટાઢમાં સૂકી ત્વચા

જાઓ ત્યારે માથા પર સ્કાર્ફ  બાંધી દેવો.

વાળને શેમ્પૂ કર્યા પછી કંડિશન કરો.વાંકડિયા વાળ સીધાં કેશ કરતાં વધુ શુષ્ક થઈ  જાય છે. તેથી કર્લી હેરમાં કંડિશન લગાવ્યા પછી માથામાં પાણી નાખો ત્યારે બધુ કંડિશનર કાઢી ન નાખો બલ્કે થોડુ  રહેવા દો. પણ જો તમારા વાળ તૈલીય હોય તો માત્ર કેશના છેવાડે કંડિશનર લગાવો.

વાળને  ટુવાલ વડે સુકવો. તેવી જ રીતે કેશ ભીના હોય ત્યારે ન ઓળો. ખજૂર, મેથી, પાલક, અખરોટ અને બાજરો આ સિઝનમાં વાળને સ્વસ્થ  રાખવામાં સહાયક બને છે.

Tags :