Get The App

ઊનનાં કપડાંની સંભાળ .

Updated: Dec 2nd, 2019

GS TEAM

Google News
Google News
ઊનનાં કપડાંની સંભાળ                          . 1 - image


ઊનનાં કપડાંનો ઉપયોગ વરસમાં બે ત્રણ મહિના થતો હોય છે. ઠંડીમાં ઊનનાં કપડાં ર્ેપહેયા બાદ ગૃહિણીઓ તેને બેગમાં કે કબાટમાં મુકી દે છે અને પાછા બીજા વરસે તેને ઉપયોગમાં લેવા માટે બહાર કાઢે છે.જો તેને સંભાળીને રાખવામાં ન આવ્યા હોય તો તેમાં ઝીણી જીવાત થઈ જવાથી કપડામાં કાણાં પડી  ગયા હોય છે.

ઊનનાં કપડાં અનાવશ્યક ખેંચાઈ નહીં તેનું ધ્યાન રાખવું.

સ્વેટરના ઉપયોગ બાદ તેને બરાબર સાફ કરી વ્યવસ્થિત ઘડી વાળી મુકી દેવું. તેના પર કોઈ ડાઘ પડયા હોય તો તે સાફ કરીને મુકવું.

હુંફાળા પાણીમાં જ ઊનનાં કપડાં ધોવા.વધુ પડતાં ગરમ પાણીમાં ઊનનાં કપડાં ધોવાથી તેને નુકસાન પહોંચે છે.

ઊનનાં કપડાને જોરથી ઘસવાં નહીં ધોયા બાદ તેને નિચોવા નહીં. પાણી નિતારવા રાખી દેવા. ભીનાં ઊનનાં કપડાંને દોરી પર નીતરતાં સુકવવા નહીં. તેને જાડા ટુવાલ કે ચાદર પર પાથરી સુકાવવા મુકી દેવા. ભીના ઊનનાં કપડાંને દોરી પર સુકવવાથી કપડાંનો આકાર બગડી જાય છે.તેને તડકામાં સુકવવાની બદલે છાયામાં સુકવવાં.

ઊનનાં કપડાંનો ઉપયોગ કરી લીધા બાદ તેને ફરી બેગમાં મુકતી વખતે ધોયેલા હોવા જરૂરી છે. મેલા કપડાં પર જીવાત જલદી લાગવાની શક્યતા રહે છે.

મોંઘા ઊનનાં કપડાંને અલગ અલગ પ્લાસ્ટિકની થેલીમા રાખવા.

જે બેગમાં રાખવાના હોય તેમં કપૂરની ટીકડી અથવા નેપ્થલીન ગોળીઓ મુકવી જેથી તેમાં જીવાત પડે નહીં.લીમડાના પાન પણ જીવાત સામે રક્ષણ કરવામાં ઉપયોગી હોવાથી ઊનનાં કપડાં સાથે રાખવાં.

- મીનાક્ષી 

Tags :