ક્ષતિયુક્ત કારણ દર્શક સુચના હોય તેમ છતાં પ્રોસિડિંગ્સ વેલીડ થઈ શકે? વિચારવા લાયક મુદ્દો

- GSTનું Ato Z-હર્ષ કિશોર
- કોઈ પ્રોસીજરલ ક્ષતિઓ કારણ દર્શક સૂચનાને આપોઆપ ઇન વેલીડ બનાવતી નથી
આપણે જાણીએ છીએ કે મોટાભાગના જીએસટીના કોર્ટ કેસોમાં વેપારી પાસે એવી દલીલ કરવામાં આવતી હોય છે કે અમોને તે કારણ દર્શક સુચના આપવામાં આવેલ છે તે યંત્રે બનાવેલ છે અથવા નોન-સ્પીકિંગ છે કે પછી અસ્પષ્ટ છે અને તેથી કુદરતી ન્યાયના સિદ્ધાંતનો ભંગ થાય છે. મોટા ભાગની કોર્ટોએ પણ તેવી કારણ દર્શક સૂચનાને યોગ્ય ઠેરવેલ નથી અને જો સપોર્ટિંગ મટીરીયલ ન હોય અથવા તો એપ્લિકેશન ઓફ માઈન્ડ ન જણાય તો વેપારી પક્ષે નિર્ણય આપેલ છે અથવા તો અધિકારી/અપીલ અધિકારીને કેસ રિમાન્ડ કરે છે. કોર્ટના ચુકાદાઓનું એક બીજું પાસુ ધ્યાને આવેલ છે જે મોટા ભાગે આપણે ટેકનિકલ બાબતોમાં પડવાથી ભૂલી જઈએ છીએ અને તે છે કે,
``The law of natural justice does not demand procedural perfection, it demands procedural fairness''.
કારણદર્શક સુચના દર વખતે કદાચ પરફેકટ ન હોય પરંતુ જો તેની ભાષા અને તેમાં કરવામાં આવેલ આક્ષેપો વેપારી સમજી જાય, વેપારીને પૂરતું મટીરીયલ મળી જાય અને તેને જવાબ કરવાનો પૂરતો સમય આપવામાં આવે તો કુદરતી ન્યાયની શરતો ઘણે ખરે અંશે પૂર્ણ થઈ જાય છે. કોઈ પ્રોસીજરલ ક્ષતિઓ કારણ દર્શક સૂચનાને આપોઆપ ઇન વેલીડ બનાવતી નથી. આ મતલબના સમતોલ વિચારો નામદાર Telangana High Court îtht M/s. Trillion Lead Factory Private Limited, (rep. by its Director), Bahadurguda, Shamshabad, Rangareddy, Telangana. ...Petitioner and Superintendent of Central Tax, respondent Writ Petition No.537 of 2026 આદેશ તારીખ ૦૨.૦૨.૨૦૨૬ ના ચુકાદામાં જણાય છે. બાદમાં આ ચુકાદાના નિર્ણયને નામદાર સુપ્રીમ કોર્ટે પણ કેસ નંબર 2026-VIL-22-SC થી ૦૨.૦૨.૨૦૨૬ માન્ય રાખેલ છે. આ માટે નામદાર સુપ્રીમ કોર્ટે અન્ય બે ચુકાદાનો આધાર લીધેલ:
1. Secretary, Ministry of Defence vs Prabhash Chandra Mirdha (2012) 11 SCC 565 અને
2. Commissioner of Central Excisevs Krishna Wax (P) Ltd-2019-VIL-37-SC-CE dated 14.11.2019
આ કેસની શરૂઆત જોઈએ તો વેપારીને તારીખ ૧૭ ડિસેમ્બર ૨૦૨૫ ના રોજ જીએસટીનું રજીસ્ટ્રેશન કેન્સલ કરવા માટેની કારણદર્શક સૂચના આપવામાં આવેલી હતી. નોટિસમાં જણાવ્યા મુજબ વેપા૨ીએ પત્રકે એવા સપ્લાયરો પાસેની ખરીદીની વેરા શાખ લીધેલ હતી જે લોકો હયાત ન હતા અથવા તો ધંધો કરતા ન હતા. ડિપાર્ટમેન્ટ તરફથી જીએસટીનો નિયમ 21(e) એપ્લાય કરવામાં આવેલ હતો. ઉપરાંત જીએસટીની કલમ ૧૬ ની જોગવાઇઓ પણ જણાવવામાં આવી હતી. વેપારીશ્રીએ હકીકતોને પડકારવાને બદલે પ્રોસિજરને પડકારેલ હતી. અને એવું જણાવવામાં આવેલ હતું કે કારણદર્શક સૂચનામાં તમામ વિગતો અને ક્ષતિ સ્પેલ આઉટ કરવામાં આવેલ નથી. પીટીશનરની રજૂઆત મુજબ નોટિસ અસ્પષ્ટ હતી અને વિગતો મળી નથી તેથી અમો યોગ્ય જવાબ આપી શક્યા નથી અને આ નોટિસ કુદરતી ન્યાયના સિદ્ધાંતોની વિરુદ્ધ છે.
પીટીશનર દ્વારા અન્ય મુદ્દાઓ ઉપરાંત એવું પણ જણાવવામાં આવેલ હતું કે આ નોટીસ ઉપરી સત્તાવાળાઓના (DGGI) આદેશના અનુસંધાને આપવામાં આવેલ છે અને પ્રોપર ઓફિસરે તે માત્ર યંત્રવત્તપણે ઈશ્યુ શિશુ કરેલ છે. તેઓશ્રીએ પોતાનું સ્વતંત્ર માઈન્ડ એપ્લાય કરેલ નથી. આમ, નામદાર હાઇકોર્ટ સમક્ષ એવું થયું કે રજીસ્ટ્રેશનનો મુદ્દો બાજુ પર રહ્યો અને મોટાભાગનો વિવાદ નોટિસને લગતો થઈ ગયો.
ચુકાદાઓનો આધાર: વેપારી પક્ષે તેલંગના હાઇકોર્ટનો M/s. Adil Traders v. Deputy State Tax Officerના ચુકાદાનો આધાર લેવામાં આવેલ તેમજ દિલ્હી હાઇકોર્ટના Riddhi Siddhi Enterprises v. Commissioner of Goods and Services Tax, South Delhi Ramesh Chander v. Assistant Commissioner of GST, Dwarka Division, CGST Delhi, Oscar Enterprises v. Commissioner of GST, Delhi, Namdhari Timber Private Limited v. UOI and others ;:t Ajay Gupta v. Sales Tax Officer and another and Sant Ram v. Delhi State GST ના ચુકાદાઓની એનોલોજી એપ્લાય કરવામાં આવેલ.
GST Rule 21 - Registration to be cancelled in certain cases.
``21. The registration granted to a person is liable to be cancelled, if the said person,-(a) does not conduct any business from the declared place of business, or (b) issues invoice or bill without supply of goods or services (or both) in violation of the provisions of the Act, or the rules made thereunder, or (c) violaes the provisions of section 171 of the Act or the rules made thereunder.)
(d) violates the provision of rule 10A.)
(e) avails input tax credit in violation of the provisions of section 16 of the Act or the rules made thereunder, or...
સરકાર પક્ષે: એવી રજૂઆત કરવામાં આવી કે વેપારીશ્રી તેમની વિરુદ્ધ કરવામાં આવેલ આક્ષેપો સમજી ગયા છે તેમને પોતાના સપોર્ટિંગ ડોક્યુમેન્ટ આપવામાં આવેલ છે.
છણાવટ: તેલંગાના હાઇકોર્ટે માત્ર કારણ દર્શક સૂચનાઓના શબ્દો જોવાના બદલે તમામ પ્રોસેસની ઓવર ઓલ ફેરનેસ જોઈ અને એવું તારણ કર્યું કે ભલે નોટિસમાં જનરલ આક્ષેપ કરવામાં આવેલ છે પરંતુ સાથે સાથે સપોર્ટિંગ ડોક્યુમેન્ટ પણ આપવામાં આવેલ છે અને તપાસની વિગતો પણ જણાવવામાં આવેલ છે તેમજ જે વેપારીઓ હયાત નથી તેની પણ વિગતો આપેલ છે. આમ ભલે જો નોટિસ ટૂંકી છે પરંતુ આ કેસની તમામ વિગતો અને સંદર્ભ તેમ આવી જાય છે. આમ નામદાર કોર્ટે નોટિસનું ફોર્મ જોવાના બદલે કરદાતા, તેની સામે કરવામાં આવેલ આક્ષેપોથી જાણકાર છે કે નહીં તેની તપાસ કરી હતી.
ચુકાદો: નામદાર કોર્ટે જણાવ્યું કે ભલે કારણદર્શક સૂચનામાં માત્ર નિયમ ૨૧(ી) નો ઉલ્લેખ છે પરંતુ તેની સાથે બીડવામાં આવેલ દસ્તાવેજો ઉપરથી સ્પષ્ટ થઈ જાય છે કે વેપારી કેસથી બરાબર જાણકાર થયા છે અને તેઓશ્રીએ તારીખ ૨૫.૧૨.૨૦૨૫ ના રોજ તે મુજબ જવાબ પણ કરેલ છે. તેથી હવે સંબંધિત અધિકારી કાયદાકીય નિયમોને જોગવાઈ અનુસાર બે અઠવાડિયામાં આગળની કાર્યવાહી કરી શકે છે. પિટિશનનો આ રીતે નિકાલ કરવામાં આવે છે.
આવા ચુકાદામાં હકીકતો જોવા ઉપરાંત બ્રોડર જ્યુડિશિયલ થીંકીંગ જણાય છે. જે મુજબ કચૈહિીજજ ને માત્ર નોટિસના ડ્રાફ્ટિંગ પૂરતી મર્યાદિત હોય નહી. પરંતુ વેપારીને આપવામાં આવેલ તક સુધી વિસ્તારવામાં આવેલ છે. આવા ચુકાદા થકી વારંવાર થતા લીટીગેશનના અનુસંધાને કરદાતા, વકીલો અને વહીવટ કરતાં અધિકારીઓને માર્ગદર્શન મળી રહે છે.
અગત્યના સમાચાર
તા ૬ અપ્રિલ, ૨૦૨૬ ના ગેઝેટ નોટીફીકેશનથી Insolvency and Bankruptcy Code, 2016, ૨૦૧૬ માં મોટા પાયે ફેરફારો કરવામાં આવેલ છે. જે મુજબ Section 3- Definitions, Section 5- Definitions, Section 7 Initiation of Corporate Insolvency Resolution Process by Financial Creditor, Section 9 - Application for initiation by operational creditor, Section 10 - Initiation of corporate insolvency resolution process by corporate applicant, Section 11 - Persons not entitled to make application, Section 12A - Withdrawal of application admitted under Section 7, 9 or 10, Section 14 – Moratorium, Section 16 - Appointment and tenure of interim resolution professional, Section 18 - Duties of interim resolution professional, Section 19 - Personnel to extend cooperation to interim resolution professional, Section 21 - Committee of Creditors, Section 22 - Appointment of resolution. professional, Section 25 - Duties of resolution professional, Section 26 - Avoidance of transactions not to affect proceedings, Section 28A - (New Section) Restrictions on certain transactions during CIRP, Section 30- Submission of Resolution Plan, Section 31- Approval of Resolution Plan, Section 33- Initiation of Liquidation, Section 34- Appointment of Liquidator and Fees, (New section) Section 34A - (New) Change of liquidator, Section 35- Powers and Duties of Liquidator, Section 36- Liquidation Estate, Section 53 - Distribution of assets ylu Section 54 - Dissolution of Corporate Debtor મુખ્ય છે.








